આ ધરા પર સાધુની ઉપસ્થિતિ ઈશ્ર્વરનો સંકલ્પ છે : પૂ. સ્વામી શ્રી અવધેશાનંદજી મહારાજ

    ૧૪-ઓક્ટોબર-૨૦૧૬


અત્યારના સમયમાં વૈદિક પરંપરાની ચર્ચા થઈ શકે એવો મંચ મળવો દુર્લભ છે, પરંતુ ભગવાનની દયાથી જોવા મળે છે કે દરેક ક્ષણમાં ભગવાન પ્રગટ થવાની સંભાવના રહેલી છે. દરેક કાળમાં સિદ્ધાંત અને આદર્શના ‚પમાં એમનું આગમન થાય છે અને તેમનું સ્વ‚પ પરમાર્થ છે. સાધુ પણ પરમાર્થી છે. આ ધરા પર સાધુની ઉપસ્થિતિ ઈશ્ર્વરનો સંકલ્પ છે. ઈશ્ર્વરની રચના છે.
‘એકોમ બહુસ્યામ્’ એ સ્વયં ઊતરીને આવે છે. નર ‚પે હરિ આવી પાપહરણ અને શોકહરણ કરી લે છે. સ્વામી ચિદાનંદજીની ભક્તિ નિરંતર વિનય, જ્ઞાન, વૈરાગ્યથી પોષિત હતી. તેઓ દશનામ કે પ્રસ્થાનત્રયીના આગ્રહી નહોતા. એમને ત્યાં અખંડ હરિનામ સંકીર્તન થતું હતું. નિત્યોપાસના, નિત્ય અભિષેક થતો હતો. તેઓ બધી પરંપરા અને સિદ્ધાંતોનો આદર કરતા હતા.
ભારતની મૃત્યુંજયી સનાતન પરંપરા છે. પરહિત કરો. ક્યારેય એવું કશું ના કરો, જે પોતાના માટે કોઈ કરે તો ના ગમે. અન્યના અધિકારની ચોરી ના કરો. કોઈના મનને પીડા ના પહોંચાડો. બીજાના આનંદમાં આનંદિત થાવ, તેમનું સન્માન કરો. આપણા કારણે અન્યનું મન દુ:ખી થાય તેવું ના કરો. એકસાથે હળીમળીને ચાલીએ. ગણેશજીને વિચાર આવ્યો કે મારી એવી અભીપ્સા શા માટે રહેવી જોઈએ કે હું પૂજ્ય બની જાઉં ? માટે તેઓ મૂષક પર બેઠા. સાવ નાનો જીવ અને એની ઉપર પોતાનો ભાર ન પડે એ માટે વજન હલકું કરી નાખ્યું. તેમના આ વર્તનથી ગણેશ પૂજ્ય બની ગયા.
‘પાપાય પરપીડનમ્’ જેવી અધમતા કોઈ નથી. તુલસીદાસે ધર્મને પરિભાષિત કરતી ચોપાઈ લખી છે. જેમાં લખ્યું છે : પરહિત એટલે તમને જે સારું નથી લાગતું એવી ચેષ્ટા અન્ય સાથે નહીં કરવી. હિંસાનું મૂળ કારણ સ્વાર્થ છે. ભગવાન દેવતાઓને મદદ કરવા માટે વામન, કૂર્મ, મત્સ્ય બની ગયા કારણ કે પરમાત્માની ઇચ્છા ધર્મની રક્ષા કરવાની હતી. રાક્ષસો સ્વાર્થી હતા. તમારી પાસે સંપત્તિ છે. તો તે વહેંચવા માટે છે. કંઈક ગ્રહણ કરવું હોય તો વહેંચવું આવશ્યક છે. પ્રકૃતિ વહેંચવાની વાત કરે છે. વસ્તુને પ્રભુનો પ્રસાદ માની લો. શાસ્ત્રકારની એવી દૃષ્ટિ રહી છે કે પ્રસાદ માની લેવાથી જીવનમાં અભાવ નહીં રહે. સરળ શબ્દ છે - સેવા. સેવા કરો.
આપણાં પુરાણો શિવ-પાર્વતીના સંવાદ ‚પે છે. પાર્વતી પ્રશ્ર્ન કરે છે. શિવજી જવાબ આપે છે, જેના કારણે પુરાણો અસ્તિત્વમાં આવ્યા.
‘સબકુછ ચિર ફાડકે દેખા
મેંડક ઔર મનુષ્ય કે બીચ અંતર ક્યા હૈ ?
અંતર ઐસા દેખા
મેંડક અપને મનોરંજન કે લિયે
આદમી કો પરેશાન નહીં કરતા.’
સ્વાર્થમાં હું વસુધાના ઉપહારનો ભોક્તા બની જાઉં, લડતા રહીએ. અહંકારીઓને જીતી હું સુખ પ્રાપ્ત કરું, એવા વિચારો હોય છે. એમાં પોતાના હિતનું જ ચિંતન હોય છે, પરંતુ હકીકત તો એ છે કે જ્યારે અન્ય દુ:ખી છે, ત્યારે તમે સુખી ના થઈ શકો. કારણ કે સંતુલન નથી. તમે શાંત નહીં રહી શકો. માટે આપણે પ્રાર્થના કરીએ છીએ અને શાંતિના વિચારો આ રીતે પ્રસારીએ છીએ :
ॐ द्योः शान्तिः | अन्तरिक्षं शान्तिः |
पृथिवी शान्तिः |
आपः शान्तिः औषधय् शान्तिः |
वनस्पतयः शान्तिः | विश्वेदेवा शान्तिः | ब्रह्म शान्तिः| सर्वं शान्तिः | शान्तिरेव शान्तिः | सा मा शान्तिरेधि
વળી કહીએ છીએ -
सर्वेषां स्वस्ति भवतु | सर्वेषा शान्तिर्भवतु | सर्वेषां पूर्णं भवतु | सर्वेषां मंगल भवतु | सर्वे भवन्तु सुखिनः| सर्वे सन्तु निरामयाः | सर्वे भद्राणि पश्यन्तु |
- લોકા: સમસ્તા: સુખીનો ભવન્તુ
- સર્વભૂત હિતે રતા:
- ગીતામાં ચિંતન છે - સર્વમાં હું છું.
- ઈશાવાસ્યમિદં સર્વં
આ ધરતી પર આતંકવાદ કરતાં ય વિશેષ ભોગવાદ છે માટે - - તેન ત્યક્તેન ભૂંજિથા:
કઈ સંસ્કૃતિ ત્યાગની વાત કરે છે ? આપણો સંયમ ગયો. ધરામાં વિષ નાખીએ છીએ, આ ભોગવાદ છે. ત્યાગપૂર્વક ભોગવો. બે શબ્દ છે. ઉપયોગ અને ઉપભોગ. આજે તો જાહેરાત જોઈએ છીએ. જાગો, ગ્રાહક જાગો. અમે તો સાંભળ્યું છે કે જાગો ! સાધક જાગો ! જળ-વાયુમાં વિકૃતિ આવી છે. આ સઘળું ભોગના કારણે છે. આપણી સંસ્કૃતિ વિશ્ર્વકલ્યાણની પ્રાર્થના કરે છે.
- સર્વે ભવન્તુ સુખિન:
આ ધરતી પર અનાચાર, પાપાચાર વધી જાય, અસુર પેદા થઈ જાય તો તેમના અભિમાનનો નાશ કરવા માટે પરમાત્મા સ્વયં આવે છે. ધર્મ અલૌકિક વસ્તુ છે. તે સૂત્રોચ્ચાર કરવાથી નહીં, આચરણથી આવે. આજના સમયમાં એક ચીજની કમી દેખાય છે. સંવર્ધન. પૂજ્ય સ્વામી અધ્યાત્માનંદજી સંવર્ધક, સમન્વયક, સંયોજક અને સંચાલક છે માટે જ આશ્રમને ગૌરવ પ્રાપ્ત થયું છે. ગરિમા મળી છે.
આપણા પ્રથમ પુરુષ માનનીય રાજ્યપાલ શ્રી કોહલીજી દાર્શનિક એ ખૂબ ગૌરવની વાત છે. આ જ પ્રદેશે આપણને રાષ્ટ્રપિતા આપ્યા, વડાપ્રધાન આપ્યા. મને પણ આ ધરા પ્રત્યે ખૂબ આકર્ષણ છે.
દ દ દ
જૂના પીઠાધીશ્ર્વર આચાર્ય મહામંડળેશ્ર્વર