ધર્મ માનવ જાતિને એક રાખી શકે છે

    ૧૪-ઓક્ટોબર-૨૦૧૬


માનવને સુખ-શાંતિ ભણી દોરી જઈ શકે તેવું એકમાત્ર સાધન કોઈ હોય તો તે છે સાચી ધર્મભાવના. કેવળ ધર્મભાવના જ માનવજાતિને એક રાખી શકે અને સૌ જીવોની મૂળભૂત એકતાની લાગણી પેદા કરી શકે. કહેવાયું છે
- ‘‘एको देवः सर्वभूतेषु गूढ:|’’ સૌ જીવધારકોમાં છુપાયેલું એકમાત્ર સમાન તત્ત્વ છે - પ્રભુ ! (શ્ર્વે. ઉ. ૬.૧૧) આત્મા સમાન છે અને જે રીતે દૂધમાં માખણ છુપાયેલું છે એ રીતે સઘળામાં નામ-‚પમાં આત્મા છુપાયેલો છે. સમસ્ત વિશ્ર્વમાં માનવમાત્ર એક છે, કારણ કે માનવીનું મૂળભૂત પોત એ શુદ્ધ અજર-અમર આત્માનું છે, ‘સચ્ચિદાનંદ’નું છે. ધર્મભાવના મનુષ્યના જીવનમાં પ્રેમ, એકતા, બંધુતા, ભલાઈ અને નિર્મળતા કેળવી શકે છે. માણસના સમગ્ર જીવનમાં અને પ્રત્યેક વ્યવહારમાં એ દૈવી ગુણોની પ્રકર્ષ કરવાની પ્રેરણા જગાડે છે. ગીતામાં આ દૈવી ગુણોનું વર્ણન આવે છે. આ દૈવી સંપદાનું પ્રગટીકરણ જ આ પૃથ્વી પર અને માનવજાતિ વચ્ચે શાંતિ અને સદ્ભાવના સ્થાપી શકે.

- સ્વામી ચિદાનંદ