વર્તમાન જીવન અને વેદાંત વિચાર : પૂ. સ્વામી શ્રી દેવપ્રસાદ બાપુ

    ૧૪-ઓક્ટોબર-૨૦૧૬


વેદાંત એટલે ખાંડ વગરનો લાડવો. વેદાંતની ચર્ચા લાંબી નહીં કરીએ. નરસિંહ મહેતાના ચરિત્રમાં લખ્યું છે કે ભગવાને તેમનાં બાવન કામ કર્યાં અને એક કામ તો એવું કર્યંુ કે આંખમાં અશ્રુ આવી જાય. એક વખત નરસિંહ મહેતા કોઈની પાસે કંઈક ઉધાર લેવા ગયા. એ શેઠે પૂછ્યું, ‘મેં એવું સાંભળ્યું છે કે તમે કેદાર ગાવ તો ભગવાન આવે છે. તમે અહીં કેદાર રાગ ગીરવે મૂકો તો તમારું કામ થાય.’ નરસિંહ મહેતાએ તો કેદાર ગીરવે આપ્યો એવી ચિઠ્ઠી લખીને આપી દીધી. તેઓ પાછા ફરતા હતા ત્યાં કોઈ કારણસર રાજાના સિપાઈઓએ તેમને પકડી લીધા. રાજાએ તેમને જેલમાં મૂક્યા. હવે રાજાએ નરસિંહ મહેતાને કહ્યું, ‘તમે મને ભગવાનનાં દર્શન કરાવો તો તમને મુક્ત કરું.’ મહેતાને તો આપત્તિ સમયે કેદાર ગાય તો ભગવાન આવે અને એ તો ગિરવે મૂક્યો હતો. નરસિંહ મહેતા ચરિત્રમાં લખ્યું છે કે તેમણે શાંત થઈ ભગવાનનું ચિંતન શ‚ કર્યંુ. અહીં ભગવાનને ચિંતા થઈ. ભગવાન નરસિંહ મહેતાનું ‚પ લઈ પેલા શેઠને ત્યાં ગયા અને કેદાર છોડાવ્યો. ચિઠ્ઠી પર શેઠની સહી કરાવી અને એ ચિઠ્ઠી નરસિંહ મહેતાના ખોળામાં નાખી. એમણે વાંચ્યું કે કેદાર મુક્ત કરાવ્યો છે. સમજી ગયા કે મારો શામળિયો આવ્યો. એવે વખતે તેમણે પ્રાર્થના કરી.


"પાની પીકર પ્યાસ બુઝાવું, નૈનન કો કૈસે સમજાવું
આંખમિચોલી છોડો અબ તો મન કે બાસી રે...
દર્શન દો ઘનશ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે

પંક્તિ પૂરી થઈ. આખી જેલમાં પારિજાત પુષ્પોની વૃષ્ટિ થઈ. રાજાને ખબર પડી. તે જેલમાં આવ્યો અને નરસિંહ મહેતાના ચરણ પકડી લીધા અને કહ્યું, ‘ભગત, મારી ભૂલ થઈ ગઈ.’ નરસિંહ મહેતા કંઈ બોલ્યા નહીં. રાજા કહે, ‘ભગત, મને કંઈ સજા કરો. તમે મને સજા આપશો તો ભગવાન ક્ષમા આપશે.’ ઇન્દ્રના પુત્ર જયંતે રામ ખરેખર ભગવાન છે કે નહીં તેની ખાતરી કરવા પક્ષી બની સીતાના ચરણમાં ચાંચ મારી. રામને ચાંચ મારી હોત તો એ કંઈ ન બોલત પણ સીતાના ચરણમાં ચાંચ મારી એટલે રામે તેને શ્રાપ આપ્યો.
નરસિંહ મહેતાએ કહ્યું, ‘તમે મને શ્રાપ આપવાનું કહો છો, મને એનો વાંધો નથી, પણ શ્રાપ આપવાના એ શબ્દો મને નથી આવડતા.’ જેની વાણીમાં કઠોરતા ન હોય તે ઈશ્ર્વરની અનુભૂતિ છે.


0 0 0
(મહંતશ્રી આણદાબાવા આશ્રમ, જામનગર)