જાગો ! આતમને અજવાળો : શ્રી ભાગ્યેશ જહા

    ૧૪-ઓક્ટોબર-૨૦૧૬


જાગો ! એક વખત મારે મેડિકલ કૉલેજમાં પ્રવચન આપવાનું હતું. એક વિદ્યાર્થીએ મને મારી પત્નીનું નામ પૂછ્યું, મેં કહ્યું, ‘મારે નામ નથી દેવું.’ નામ છે તેનો નાશ છે. માટે મારે નામ નથી લેવાનું. તો વિદ્યાર્થીએ સરસ જવાબ આપ્યો, ‘આપણી વેલ્યુ સીસ્ટર એક જ છે.’ મેં કહ્યું, ‘કેવી રીતે ?’ તો એણે કહ્યું, ‘નામનો નાશ છે માટે જ અમે વધારે નામ લઈએ છીએ.’ મારી પત્નીનું નામ ઝરણા છે. એકવાર ઈશ્ર્વર સાથે વાત કરવાની થઈ.


‘ઝરણાં બનીને પહાડ ઓગળતા રહ્યા.
આપણે માધ્યમ વિના મળતાં રહ્યાં
ઝરણાં બનીને પહાડ ઓગળતા રહ્યા
ને, ઓશીકા જેવું કશુંક દરિયો હશે
એટલે સાંજે સૂરજ ઢળતા રહ્યા
ને, પાંદડું થથર્યંુ હશે કો ડાળ પર
એટલે પાછા પવન વળતા રહ્યા
ને, આમ તો મળવાનું પણ છે ક્યાં બન્યું
સારું છે કે સ્વપ્નમાં મળતાં રહ્યાં
સાવ આ તો શ્ર્વાસ જેવું લાગે છે
એટલે તો જીવમાં ભળતા રહ્યા
ઝરણા બનીને પહાડ ઓગળતા રહ્યા
આપણે માધ્યમ વિના મળતા રહ્યા.’


સ્વામી ચિદાનંદજી મહારાજની સૂક્ષ્મ હાજરીને વંદન. અહીં શિવાનંદ આશ્રમમાં વર્ષમાં ૧ કલાકે આવીએ, પણ આખા વર્ષ માટેની ઊર્જા લઈને જઈએ છીએ. અહીં આશ્રમના સ્પંદનથી એવી ઊર્જા મળે છે.
‘જાગો’ એ સ્વામીજીનું સૂત્ર છે. આપણે આપણો ધર્મ સંભાળીએ ત્યારે જાગોની આલબેલ વાગે. આ વ્યષ્ટિથી સમષ્ટિ સુધીની યાત્રા છે. સ્વામી ચિદાનંદજી આપણને ખૂબ સુંદર કહેતા, "you are unique. you are blessed.'
આપણા માટે આ સૂત્ર પૂરતું છે. આવા મહાન પુરુષની સૂક્ષ્મ હાજરીમાં વાત કરીએ છીએ ત્યારે આનંદ થાય છે. હું જ્યારે જ્યારે સ્વામી અધ્યાત્મનંદજીને જોઉં છું ત્યારે ખૂબ આનંદ થાય છે. તેઓ પ્રેરણાસ્રોત છે. ખૂબ ઉદાર છે. એમને હું વંદન કરું છું.
મેં ચિંતન કર્યંુ - ‘જાગો’ શબ્દ કેમ ? કારણ કે આપણે રોજ ઊઠીએ છીએ, જાગતા નથી. ઉપનિષદ કહે છે -
ઉત્તિષ્ઠત, જાગ્રત !
દુનિયા ઊંઘે છે. બેહોશીમાં છે. એક બાજુ જુઓ તો Primitive તરફ સમાજ જઈ રહ્યો છે. બીજી તરફ Advance થઈ રહ્યા છીએ. એક બાજુ એકસૂત્રતા છે અને બીજી બાજુ વિઘટન થઈ રહ્યું છે. અમેરિકામાં બધાના ચહેરા પર સ્મિત હોય અને સાવ અજાણ્યા માણસો મળે તો પણ ‘હાય’ કહે. મેં પૂછ્યું, ‘આવું કેમ ?’ જવાબ મળ્યો, ‘આ તો માત્ર ચહેરા પર સ્મિત છે અને તમને ‘હાય’ કહેશે પણ ઊભા નહીં રહે, ગભરાય છે.’ આપણે ત્યાં બીજા પ્રસંગે ‘હાય હાય કહીએ છે. કોઈ મળે તો ‘જય શ્રી કૃષ્ણ’ કહીએ. આપણામાંથી જાગે તો કોક જ છે. એક નરસિંહ મહેતા જાગી ગયો.’
‘જાગીને જોઉં તો જગત દીસે નહીં.’
અર્જુન જો અને તો માં વહેંચાયેલો હતો. ગીતા એવો ગ્રંથ છે કે જે ‘જો અને તો’માં ફસાયેલો હોય તેને ‘જો તો’ કરી દે છે. ધર્મ જાગૃતિ આપે છે.
હું અને મારી ડેડ બોડીમાં શું ફરક છે? હું ઊઠી શકું છું. મારો શ્ર્વાસ ચાલે છે. ઊંંઘમાં દસ સેક્ધડ એવી આવે છે, જેમાં આપણને પરમ તત્ત્વનો સ્પર્શ થાય છે. માણસ ઊઠે છે. ત્યારે શું થાય છે ? મારામાં કંઈક પ્રવેશે છે. મારી વાણી (વિચાર) જાગે છે. કોઈ આપણને કહે, 'you are fantastic' બહારથી આવું કહે પણ મનમાં જુદું હોય. માટે જ મને વિનોદ ભટ્ટ ગમે છે. પારદર્શિતા છે. મનમાં જુદું ન હોય. એવું આપણને ગમે. આપણે વાણી શણગારીએ છીએ, તો આપણે કહેવું પડે - વાણી એ ભૂષણ છે. તમે જેડબ્લુનું જાકીટ પહેરો તો સારા જ લાગો. ચંદ્ર જેવો ઉજ્જ્વળ હાર પહેરો. મેકઅપ કરીને આવો તો ય સારા લાગો, પણ જે refined વાણી ધારણ કરે છે તે ઊઠે છે ત્યારે જાગી જાય છે. અમારાં દાદી અમે નાના હતા ત્યારે ઉઠાડવા માટે બૂમો નહોતાં પાડતાં કે એમ નહોતાં કહેતાં કે હજી કેમ ઘોરે છે ? તે વાસીદું વાળતાં વાળતાં શિવવિવાહ ગાય-
‘વેદ ભણતા વિપ્રો જાગ્યા....’એ સાંભળતાં આપણે જાગી જઈએ. એ આપણા સંસ્કાર હતા. એ આપણી રીત હતી. આપણે અંદરની સાથે વાત કરીએ છીએ. ભાગવતમાં કહ્યું છે - ‘હું પ્રાણને પ્રણામ કરું છું. હું મને પ્રણામ કરું છું. હું મારા આત્માને પ્રણામ કરું છું. હું મારામાં રહેલા પુરુષને પ્રણામ કરું છું.’ આપણે આતમને અજવાળીએ. આત્મા અજર-અમર છે, શાશ્ર્વત છે, પણ કોણે જોયો છે ?


‘નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ
નૈનં દહતિ પાવક:॥
ન ચૈનં ક્લેદયન્ત્યાપો
ન શોષયતિ મારુત:॥
અચ્છેદ્યોઅદાહ્યો
અકલેદ્યોઅશોષ્યોવચ
નિત્ય:સર્વગત:
સ્થાણુરચલોય સનાતન:॥


(ભગવદ્ ગીતા ૨- ૨૩,૨૪)
આથી બુદ્ધિશાળીઓને ટેન્શન થયું કે આપણે બ્રહ્મનું વર્ણન નહીં કરી શકીએ. ઉપનિષદમાં કહ્યું છે : આંખો જોતી નથી, પણ બ્રહ્મની સત્તા પ્રાણ ત્યાં કાર્યરત છે, માટે જોઈ શકાય છે, કાન સાંભળતા નથી, બ્રહ્મની સત્તા જ કામ કરે છે. બધી જ ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત પાછળ બ્રહ્મની સત્તા જ કામ કરે છે.’ ઉપનિષદે આવો પડકાર ફેંક્યો એટલે બુદ્ધિશાળીઓ વિચારમાં પડી ગયા. માટે એમણે ભજનો લખ્યાં. બ્રહ્મવિદ્યા સમજાવી અને કહ્યું કે એ તત્ત્વને તો અનુભવવું પડે. ઘણાં લોકો કહે છે કે ‘હું પ્રાર્થના કરું છું.’ પણ પ્રાર્થના એ શબ્દો નથી. એ તો પ્રભાતનાં પુષ્પો છે. પ્રાર્થના એટલે પરમાત્મા સાથે સીધી વાત કરવી, એ છે. રવીન્દ્રનાથ ટાગોરે સરસ પ્રશ્ર્ન કર્યો, ‘મેં કવિતા લખી એ પહેલાં એ પંક્તિ ક્યાં હતી ?’ એને creative unity કહે છે. એ ક્ષણ આવે છે, એ cosmic energy સાથે જોડી દે છે. મને સવારથી એમની આ કવિતા યાદ આવે છે :


અંતર મમ વિકસિત કરો અંતરતર હે,
નિર્મળ કરો, ઉજ્જ્વલ કરો, સુંદર કરો હે
જાગ્રત કરો, ઉદ્યત કરો, નિર્ભય કરો હે,
મંગલ કરો, નિરલસ નિ:સંશય કરો હે
યુક્ત કરો હે સબાર સંગે,
મુક્ત કરો હે બંધ,
સંચાર કરો સકલ કર્મે, શાંત તોમાર છંદ
ચરણ પદ્મે મમ ચિત્ત નિષ્પંદિત કરો હે,
નંદિત કરો, નંદિત કરો, નંદિત કરો હે.
અંતરતમ જાગૃતિ આવે, અંદર સ્પંદન જાગે ત્યારે, કંઈક ભાળી જઈએ છીએ.


‘આતમ’ વર્ણન કરી શકાય તેવું નથી. તેને કઈ રીતે ઓળખવું. બાહ્ય પ્રયોગ કરી શકાય. Talk to yourself આતમનું સ્વ‚પ શું છે ? એની છબી નથી. દુનિયામાં ક્યાંય ન થઈ હોય એવી ચર્ચા એની ઉપર થઈ છે અને આપણને પરા-અપરા વિદ્યા પ્રાપ્ત થઈ છે, પણ આપણી તકલીફ શું છે ? તમે વિચારો, આપણા દાદા આરામથી ધ્યાન કરી શકતા હતા, આપણે ધ્યાનના વર્ગમાં જવું પડે છે. અમેરિકામાં તો લોકો ઊંઘના વર્ગોમાં જાય છે. આપણે ત્યાં ઊંઘની સમસ્યા નથી. આપણે તો બસમાં ય ઊંઘી જઈએ. તમારી બાજુવાળો તમને કહેશે, ‘ભાઈસાહેબ, મારું સ્ટેન્ડ આવે ત્યારે મને ઉઠાડજો.’ ત્યારે આપણને લાગે કે દુનિયામાં દુ:ખ જેવું કશું છે જ નહીં.
ભગવદ્ ગીતાનું દ્વાર ‘વિષાદ યોગ’ છે. યોદ્ધો બેસી ગયો છે. મને એક બહેન મળ્યાં હતાં. તે આખો દિવસ તો મેકઅપ રાખે પણ રાત્રે સૂતી વખતે પણ મેકઅપ રાખે. મેં કારણ પૂછ્યું. તો કહે, ‘સપનામાં કોઈ મળવા આવે તો ?’ આપણે સ્થૂળ જગતમાં જ છીએ. આપણે ત્યાં ‘ગેટ ટુ ગેધર’ થાય. બધા એકબીજાને ‘ગુડ મોર્નિંગ, ગુડ ઈવનીંગ’ કહી દે પછી ૂવફતિંફાામાં જતા રહે. બધા જુદા જુદા જ હોય. આ દશા આપણી થવા માંડી છે, ત્યારે જાગૃ્રતિ પ્રાપ્ત કરવી આવશ્યક છે.
‘હું કોણ છું ?’ આપણે કહીએ ‘હું ઈશ્ર્વરની અભિવ્યક્તિ છું.’ જર્મન ફિલોસોફર ૪૦ વર્ષની તપશ્ર્ચર્યા કરીને બહાર આવે છે. ત્યારે તેને કોઈ પૂછે છે. who are you ? ત્યારે એ જવાબ આપે છે, હું એ જ શોધું છું કે હું કોણ છું ? પોતાની જાતને ઓળખવામાં અડચણ‚પ હોય તો તે છે - Ego અને Jealousy બાધા‚પ છે. પોતાની સાચી ઓળખાણ છે.
અહમ્ બ્રહ્માસ્મિ કોઈ મને ખખડાવે, તો બહારથી તમને એવું લાગે કે હું ખખડી રહ્યો છું, પરંતુ અંદરથી હું માળા કરતો હોઉં કે - અહમ્ બ્રહ્માસ્મિ મને ઈર્ષ્યાનો વિચાર આવે તો તેમાંથી મુક્ત થવાનો જીવનમંત્ર છે - તત્ત્વમસિ
આપણી ધમાલ becomingની છે. આ દોડમાંથી પાછા વળીએ. આપણા અસ્તિત્વનો આનંદ અધ્યાત્મ છે. આપણું તો સદ્ભાગ્ય છે કે આપણો અધ્યાત્મનો આનંદ સદેહે આપણી સાથે સ્વામી અધ્યાત્માનંદ ‚પે છે. તેઓ કેટલા તેજસ્વી છે, પ્રફુલ્લિત છે !
સ્વામી ચિદાનંદજીના માધ્યમથી આપણને અજવાળું પ્રાપ્ત થયું છે. હવે આપણે જાગીએ, આતમની હાજરી વિશે જાગ્રત થઈએ. અનંતકાળ સુધી સૌને શાશ્ર્વત સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય એ માટે પ્રાર્થના કરીએ છીએ.