મોદી સરકારનો નવો જોરદાર પ્રતિબંધ? ક્યો છે? વાંચો!

    ૧૨-નવેમ્બર-૨૦૧૬

 


 

કાળા નાણાંનો દેશમાથી નિકાલ કરવા માટે કેન્દ્રની મોદી સરકાર બીજો મોટો ફટકો મારવાની તૈયારી કરી રહી છે.  અને આ તૈયારી છે  રોક્ડ લેવડદેવડ પર મર્યાદાની.

એક અહેવાલ પ્રમાણે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ 5 લાખ રૂપિયાથી વધારેની રોકડ લેવડ દેવડ પર પ્રતિબંધ મૂકે તેવી શક્યતા છે. એટલે  કે કોઈપણ વ્યક્તિ રોકડમાં રૂપિયા 5 લાખ કરતા વધુની લેવડ દેવડ ચેક, ટ્રાવેલ ચેક, ડીડી વગેરે રીતે કરવી પડશે કે જેથી તેના પુરાવા રહે. હા પાંચ લાખની રોકડ લેવડ દેવડ કરવામા વાંધો નહિ આવે.

લાગે છે કે વીદેશ જેવું કેન્દ્ર સરકાર ભારતમા કરવા માગે છે… અમુક વિક્શીત દેશોમાં તો કાર પાર્કિન્ગના પૈસા પણ ક્રેડિટ કાર્ડ દ્વારા ચૂકવાય છે…ભારતમા પણ  લોકોને ક્રેડીટ-ડેબીટ કાર્ડ, ચેક, ડીડી વગેરેના ઉપયોગ માટે પ્રેરિત કરવાનો ઉદ્દેશ સરકાર નો લાગે છે.આની પાછળ સરકારની દીર્ધદ્રષ્ટિ જોવા મળૅ છે…એક તો  લોકો ક્રેડીટ-ડેબીટ કાર્ડ, ચેક, ડીડી વગેરેના ઉપયોગ કરશે તો ભ્રષ્ટાચાર ઓછો થસે અને વધુ નોટો ચાપવી નહિ પડે…જેનાથી ખર્ચ પણ ઓછો થસે…