જેલમાં જવું હોય તો જ જૂની નોટોથી વ્યવહાર કરજો…વાંચો કેમ?

    ૧૪-નવેમ્બર-૨૦૧૬


 

પ્રતિબંધ પછી પણ લોકો 500 અને 1000 રૂપિયાની નોટોથી વ્યવહાર કરી રહ્યા છે. પણ હવે સાવધાન થઈ જાવ. નહિતર આ વ્યવહાર ભારે પડી શકે છે અને નોટ લેનાર તથા આપનાર બંનેએ જેલમાં જવું પડી શકે છે.

કાયદા પ્રમાણે હવે  કોઈ પણ વ્યકિત, વેપારી કે સંસ્થા આવી નોટો સ્વીકારી વેપાર વિનિમય કરે તો તેમની સામે ફરીયાદ થઈ શકે છે અને આરબીઆઈ એક્ટ 1937ની કલમ 59 બી મુજબ ગુનો દાખલ થઈ શકે છે. અને આરોપ સાબિત થાય તો તેને ત્રણ વર્ષ સુધીની સજા પણ થઈ શકે છે. પોલીસ આ માટે કાર્યવાહી કરી શકે છે. તો જોની નોતો નો ઉપયોગ ન કરો અને તેને બેંક્મા જ જમા કરાવો….