આ પોલિસ અધિકારી સોશિયાલ મીડિયા પર છવાઇ રહ્યો છે...જાણો કેમ?

    ૧૫-નવેમ્બર-૨૦૧૬ઉત્તપ્રદેશનું મુરાદાબાદ એક પોલિસ ઓફિસરની પ્રામાણિકતા દર્શાવતો ફોટો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ ઓફિસરનું નામ છે ગલશહીદ. તેનો મુરાદાબાદ જિલ્લાની પોલિસ ચોસકીના મુખ્ય અધિકારી છે. રવિવારે તેઓ પોતાના વિસ્તારની પોતાનું જ્યાં ખાતું છે તે બેન્કમાં ગયા. સામાન્ય લોકોની લાઈનમાં કલાકો સુધી ઊભા રહ્યા અને જૂની નોટ બદલાવી.
આમ જનતામાં પોલિસની છાપ ખરાબ છે પણ આ પ્રામાણિક પોલિસ અધિકારીએ આવું કરી એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. પોલિસ અધિકારીને પોતાની સાથે લાઈનમાં ઊભા જોઈ લોકો પણ ખુશ થયા.
મહત્ત્વની વાત એ છે કે આ પોલિસ અધિકારીએ બે કલાક લાઈનમાં ઊભા રહીને નોટ બદલાવ્યા. આ વાતની બેન્ક સ્ટાફના કર્મચારીઓને ખબર પડે તો તે દોડીને આવ્યા અને તેમને કહ્યું તમે આ ફોર્મ અમને આપી દો અમે તમને ૪૦૦૦ પહોંચાડી દઈશું, પણ સિરાજઉદ્દીન ગલશહીદ નામના આ અધિકારીએ કહ્યું કે મારી જોડે ૩૦ ‚પિયા જ છે માટે હું આજે આ નોટો બદલીને જ જઈશ. એમણે કહ્યું કે હું સામાન્ય માણસની જેમ જ પૈસા બદલીશ આનાથી મને ખુશી મળશે અને લોકોમાં સંદેશ પણ સારો જશે..