બેંક્માં 50,000 કરતાં વધારે જમા કરાવ્યા તો પણ આવી બનશે? 

    ૧૭-નવેમ્બર-૨૦૧૬

 


 

કેન્દ્ર સરકારે ના નોટબંધીના નિર્ણય પછી લોકો જૂની નોટો બેંકોમાં રદ કરાવવા દોડાદોડી કરી રહ્યા છે ત્યારે રીઝર્વ બેંકે કરેલી એક જાહેરાત એક બીજી મુશ્કેલીમાં લઈને આવી છે.

આરબીઆઈએ આજે જણાવ્યુ છે કે  500 અને 1000 રૂપિયાની જૂની નોટો જમા કરાવવા માટે 50 દિવસનો જે સમય અપાયો છે એ દરમિયાન 50,000 રૂપિયા કરતાં વધારેની રકમ જમા કરાવનારા લોકો ઈન્કમટેક્સ ડીપાર્ટમેન્ટની નજર હેઠળ આવી જશે…

જોકે ચિંતા નો આ વિષય નથી માત્ર આ ૫૦૦૦૦ રૂપિયા જમા કરવનાર ને આ રકમનો હિશાબ આપવો પડશે.  આ રકમ અંગે સ્પષ્ટતા પણ કરવી પડશે.  અત્રે ઉલ્લેખનીય છે કે હાલ ૫૦૦૦૦ રૂપિયા કરતા વધારે રકમ ભરનાર ને પાન કાર્ડ આપવું ફરજિયાત છે. RBI એ તમામ બેંકો, પોસ્ટ ઓફિસોને આદેશ આપ્યો છે કે ૫૦૦૦૦ રૂપિયા કરતા વધારે રકમ જમા કરાવનારની વિગત તેઓ RBIમા તરત જમા કરવે.

કેન્દ્ર સરકારે અગાઉ સ્પષ્ટતા કરી હતી કે કોઈ પણ સેવિંગ્સ બેંક ખાતામાં 2.50 લાખ રૂપિયા કરતાં વધારે જમા કરાવાશે તો ઈન્કમટેક્સ ડીપાર્ટમેન્ટ તપાસ કરશે પણ રીઝર્વ બેંકના નવા ફતવાના કારણે હવે લોકો માટે નવી આફત આવી છે.

મધ્યમ વર્ગનાં ઘણાં લોકોએ બેંકોમાં એક સાથે 50,000 રૂપિયાની આસપાસ રકમ જમા કરાવી છે. રીઝર્વ બેંકના આ નવા ફતવાના કારણે એ લોકો પર પણ ઈન્કમટેક્સ ડીપાર્ટમેન્ટ ત્રાટકે ને તેમની કનડગત કરે તેવી શક્યતા નકારાતી નથી.