આ પરિવારો બેંકમાંથી ઉપાડી શકશે ૨.૫૦ લાખ… 

    ૧૭-નવેમ્બર-૨૦૧૬


 

 

એક અઠવાડિયા પછી RBI તરફથી લોકોને ડર ના લાગે તેવા એટલે કે સારા સમાચાર આવ્યા છે…જેનાથી ૮ નવેમ્બર પછી જે પ્રશ્ન ઉભો થયઓ હતો તે દૂર થઈ જશે.

કેન્દ્ર સરકારે જેના ઘરમાં લગ્ન હોય તેવા પરિવારોને ખૂબ રાહત આપી હતી. કેન્દ્ર સરકારના આર્થિક બાબતોના સચિવ શક્તિકાંત દાસે પ્રેસ કોન્ફરન્સ સંબોધીને જણાવ્યુ હતું કે, જે પરિવારોના ઘરમાં લગ્ન હોય તેઓ લગ્નકાર્ડ બતાવીને હવેથી બેન્કમાંથી અઢી લાખ રૂપિયા ઉપાડી શકશે.

દાસના કહેવા પ્રમાણે, જે પરિવારોના ઘરમાં લગ્ન હોય તેમણે બેન્કમાં જઇને કંકોત્રી બતાવાની રહેશે ત્યારબાદ બેન્કમાંથી તેઓ અઢી લાખ રૂપિયા કાઢી શકશે. જોકે. આવા પરિવારોમાં માતા કે પિતા જ પૈસા કાઢી શકશે.