ક્રેડિટ કાર્ડ જેવો સાવ સાદો,સાવ નાનો આ મોબાઇલ આવી ગયો છે

    ૨૬-નવેમ્બર-૨૦૧૬


 

સાવ સાદા મોબાઈલનો જમાનો હવે ગયો. છતાં હજુ સાદા મોબાઈલને પસંદ કરનારો એક આખો વર્ગ છે. જો કે સ્માર્ટફોનના જમાનામાં હવે લોકો ફિચર ફોનને ભૂલતા જાય છે, પણ આજકાલ એક એવો ફોન ચર્ચામાં છે જે સ્માર્ટફોન નથી, પણ સ્માર્ટફોનને જબરદસ્ત ટક્કર આપવા તૈયાર છે. તેનું નામ છે 'લાઇટ ફોન'. આ મોબાઈલ ચીનની કિક્સ્ટાર્ટર કંપનીએ બનાવ્યો છે.જે આગામી ૩૦ નવેમ્બરથી લોકોના ઘરે પહોંચશે…એટલે કે તેનું વેચણ શરૂ થઈ ગયુ છે…

 આ ફોન ચર્ચામા એટલા માટે છે કેમ કે તે બીજા ફોન કરતા સાવ અલગ છે. તેની સાઇઝ એક ક્રેડિટ કાર્ડ જેવડી છે, અને આ વાત જ તેને ખાસ બનાવે છે. જો કે આ ફોને મા વીડિયો કે ગીતો સાંભળી નહિ શકાય. આનાથી માત્ર કોઇને ફોન કરી શકાશે અને કોઇનો ફોન આવે તો ઉપાડીને વાત કરી શકાશે..એટ્લે કે સાવ સાદો ફોન…આ જ આ ફોનની તાકાત છે. એટલે જ ફિચર વગરનો ફોન હોવા છતાં બજારમા તેનો ક્રેજ જોવા મળૅએ રહ્યો છે. સ્માર્ટફોનની આ દુનિયામા આ ફોન સ્મર્ટફોન સામે ટક્કર લેવા બજારમા આવ્યો છે માટે આ ફોનની કંપનીએ આને 'એન્ટી સ્માર્ટફોન' નામ આપ્યું છે. 

 


આ ફોનની ખાસિયત…


સાવ સાદો ફોન છે…

ક્રેડિટ કાર્ડ જેવડો નાનો ફોન છે…જેમા ટેક્નોલોજી નથી પણ હાથ જોતા નવાઈ પમાડે તેવો છે…

પાવરફૂલ બેટરી છે જે ૨૧ દિવસ ચાલે તેવી છે…

આ ફોનનું વજન ફક્ત 37.6 ગ્રામ છે,

 કોઇ ફિચર ફોનનુ વજન પણ 150 ગ્રામ કે તેનાથી વધારે હોય છે.

આ ફોનને કેરી કરવો એકદમ ઇઝી રહેશે,

 લાઇટ ફોન ચીનની યાંતાઇ શહેરમાં સ્થિત એક ફેકટરીમાં મેન્યૂફેક્ચર થયો છે. 

વધુ માહિતી માટે જુવો..(http://www.ebay.in/itm/252523084237?aff_source=Sok-Goog)