મંગલયાન હવે 2000ની નવી નોટ પર

    ૦૯-નવેમ્બર-૨૦૧૬


 

 

500 અને 1000 રૂપિયાની નોટોની બદલીમાં પ્રથમવાર 2000 રૂપિયાની નોટ બહાર પાડવામાં આવશે. 2000 રૂપિયાની નોટ પણ 10 નવેમ્બરે ઇશ્યુ કરાશે. તે પિન્ક કલરની હશે. એક બાજુ અડધા હિસ્સામાં ગાંધીજીનો ફોટો હશે તો બાકીના અડધા હિસ્સામાં રૂપિયાના સિમ્બોલ સાથે 2000 રૂપિયા લખેલું હશે. આ નોટની પાછળ મંગળયાનનો ફોટો હશે. મંગળયાન ભારતના વૈજ્ઞાનિક અને રીસર્ચ ડેવલપમેન્ટની ગૌરવવંતી એક મોટી સિદ્ધિ છે. 

 

500ની નવી નોટ આવી હશે


500 રૂપિયાની નવી નોટ આછા લીલા રંગની હશે. જૂની નોટના આકાર કરતા તે થોડીક નાની હશે. આ નોટની એક બાજુ ગાંધીજીનો ફોટો હશે. જ્યારે બીજી બાજુ, દેશના જાણીતા સ્મારક (લાલ કિલ્લો)ની તસવીરો હશે. આ નોટ પર રૂપિયાના સિમ્બોલ સાથે હિન્દીમાં 500 રૂપિયા લખ્યું હશે.