13 લાખ ગૂગલ એકાઉન્ટ હેક…આ એપ્સ તમારા મોબાઈલમાં હોય તો ફટાફટ તેને ડિલીટ કરો…

    ૦૧-ડિસેમ્બર-૨૦૧૬


 

પહેલા રાહુલ ગાંધી નુ ટ્વીટર એકાઉન્ટ હેક થયુ અને થોડી વાર પછી કોગ્રેસનુ ઓફિશિયલી ટ્વીટર એકાઉન્ટ હેક થયુ હવે ખબર આવી છે કે ૧૩ જેટલા ગૂગલ એકાઉન્ટ હેક થયા છે. અને આ બધુ ગૂગલ પ્લે સ્ટોરના સહારે થયુ છે. આ હેકિંગ નો ખૂલાસો સાઇબર સિક્યોરિટી ફર્મ ચેક પોઈન્ટે કર્યો છે.જો કે ગૂગલનું આ બાબતે કહેવું છે કે હેકર્સે બહુ નુકશાન કર્યુ નથી તેણે કોઇ મહત્વની જાણકારી ચોરી નથી. આ રિપોર્ટ મુજબ હેકરે ડિજિટલ ટોકેન્સ ચોરી લીધા છે જેના કારણે તે કોઈના પણ ઇ મેલ જોઇ શકે છે.

મહત્વની વાત એ છે કે હેકરે સૌથી પહેલા આજ કાલ બધા જોડે છે તેવા એન્ડ્રોઈડ મોબાઈલને નિશાન બનાવ્યુ. તેના થકી સ્માર્ટફોનમા કેટલાક એપ્સ ઇન્સ્ટોલ કરાવ્યા. જોકે હવે ગૂગલે આ એપ્સ ગૂગલ પ્લે સ્ટોર પરથી હટાવી દીધા છે.ગૂગલ નું કહેવુ છે કે તેણે આવા ૧૫૦૦૦ જેટાલા સઈબર અટેક ને નિષ્ક્રીય કર્યા છે.

સાઇબર સિક્યોરિટી ફર્મ ચેક પોઈન્ટનું કહેવુ છે કે એક સંશોધન મુજબ હેકર્સ રોજ ૧૩૦૦૦ કરતા વધારે ડિવાઈસ પર અટેક કરી તેમા એન્ટર થઈ જાય છે. અને આ બધુ તમારા મોબાઈલમા ભૂલ થી તમે જ ઇન્સ્ટોલ કરેલા એપ્સ થકી થાય છે…અગાઉ પણ પાકિસ્તાન આ એપ્સ થકી ભારતીયો ના મોબાઈલમાની માહિતી ચોરી કરવાનો અહેવાલ સાધનાની આ વેબ પર પોસ્ટ થયો હતો(વાંચો તે અહેવાલ http://www.sadhanaweekly.com/Encyc/2016/10/12/delete-this-pakistani-app-in-your-mobile)

એક વાત ધ્યાન રાખો. ફાલતુ ન જોતા હોય તેવા એપ્સ ઇન્સ્ટોલ ના કરો. અને જો કરવા જ હોય તો થોડી સાવધાની રાખો. કોઇ પણ એપ્સ ડાઉનલોડ કરતા પહેલા ચેક કરી લો કે ત એપ્સને બનાવનારો વેરિફાઈડ છે કે કેં?આ જાણવા માટે એપ્સ ડાઉનલોડ કરો ત્યારે તેની વિગતો વાંચો..તે વેરિફાઈડ પબ્લિશર્સ હોય તો જ આગળ વધો નહિતર તે એપ્સ વગર જ ચલાવવાનું રાખો…

આ રીપોર્ટમા કેટલાંક એવા એપ્સના નામ આપવામા આવ્યા છે જેના પર શંકા છે…..જો જરૂર ના હોય તો આ એપ્સ તમારા મોબાઈલ માથી ફટાફટ ડિલિટ કરી દો…

લો આ હર્યુ એ લિસ્ટ…

 1. Perfect Cleaner
  2. Demo
  3. WiFi Enhancer
  4. Snake
  5. gla.pev.zvh
  6. Html5 Games
  7. Demm
  8. memory booster
  9. แข่งรถสุดโหด
  10. StopWatch
  11. Clear
  12. ballSmove_004
  13. Flashlight Free
  14. memory booste
  15. Touch Beauty
  16. Demoad
  17. Small Blue Poin
 2. 18 Battery Monitor
  19. 清理大师
  20. UC Mini
  21. Shadow Crush
  22. Sex Photo
  23. 小白点
  24. tub.ajy.ics
  25. Hip Good
  26. Memory Booster
  27. phone booster
  28. SettingService
  29. Wifi Master
  30. Fruit Slots
  31. System Booster
  32. Dircet Browser
  33. FUNNY DROPS
  34. Puzzle Bubble-Pet Paradise
  35. GPS
  36. Light Browser
  37. Clean Master
  38. YouTube Download
  er 39. KXService
  40. Best Wallpapers
  41. Smart Touch
  42. Light Advanced
  43. SmartFolder
  44. youtubeplayer
  45. Beautiful Alarm
  46. PronClub
  47. Detecting instrument
  48. Calculator
  49. GPS Speed
  50. Fast Cleaner
  51. Blue Point
  52. CakeSweety
  53. Pedometer
  54. Compass Lite
  55. Fingerprint unlock
  56. PornClub
  57. com.browser.provider
  58. Assistive Touch
  59. Sex Cademy
  60. OneKeyLock
  61. Wifi Speed Pro
  62. Minibooster
  63. com.so.itouch
  64. com.fabullacop.loudcallernameringtone
  65. Kiss Browser
  66. Weather
  67. Chrono Marker
  68. Slots Mania
  69. Multifunction Flashlight
  70. So Hot
  71. HotH5Games
  72. Swamm Browser
  73. Billiards