ગુજરાતનો આ નવો વીડિયો જ્શો તો ગુજરાતના પ્રેમમા પડી જશો

    ૨૧-ડિસેમ્બર-૨૦૧૬

 


છેલ્લા થોડા વર્ષોમા ગુજરાત પ્રવાસન તરીકે ખૂબ આગળ વધી રહ્યુ છે…એમાય અમિતાભ બચ્ચનની ખૂશ્બૂ ગુજરાત કી ના કેમ્પેઈન પછી તો ગુજરાત પ્રવાસન ને ખૂબ વેગ મળ્યો છે આવા સમયે ગુજરાત ટુરિઝમ દ્વારા તેની ગુજરાતની, તેની સંસ્કૂતિની, પ્રવસન સ્થળોની લોકપ્રિયતા વધતી રહે તેવા પ્રયાસો સતત કરાતા હોય છે  ત્યારે ગુજરાત ટુરિઝમ દ્વારા વધુ એક નવો વીડિયો લોન્ચ કરવામાં આવ્યો છે.

 ગુજરાત ટુરિઝમની ઝલક આપતો આ વીડિયો ગુજરાત ટુરિઝમ દ્વારા હાલમાં જ પબ્લિશ કરાયો છે. જેમાં ગુજરાતનું કલ્ચર, આર્કિટેક્ચર, ફૂડ, હેરિટેજ, ટુરિસ્ટ ડેસ્ટીનેશન્સ ને રજૂ કરાયા છે.  હડપ્પીયન સંસ્કૃતિની સાઈટ, ગીર નેશનલ પાર્ક, રન ઓફ કચ્છ, નર્મદા સરોવર, પવિત્ર ભૂમિ દ્વારકા, અંબાજી શક્તિપીઠ, મોઢેરા સૂર્ય મંદિર, સોમનાથ મંદિર, ભગવાન બુદ્ધની ગુફાઓ જેવા તમામ સ્થળો 8 મિનીટના આ વીડિયોમાં તમને જોવા મળે છે.