હવે જમાનો રોબોટ ખગોળવિજ્ઞાનીઓનો

    ૨૩-ડિસેમ્બર-૨૦૧૬


હવે માણસે બ્રહ્માંડના ઊંડાણનો અભ્યાસ કરવામાં લાંબી લાંબી રાત્રિઓ વિતાવવાની જરૂર નથી. હવે પૃથ્વીના મોટામાં મોટા દૂરબીનનું સંચાલન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)થી ઓળખાતા કોમ્પ્યુટરના સોફ્ટવેરથી થનાર છે.
કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાંથી ખગોળદર્શન અત્યંત સારી રીતે થઈ શકે એમ છે, પરંતુ તે વિસ્તાર ખગોળવિજ્ઞાનીઓ માટે દુર્ગમ છે. એન્ટાર્કટિકના એક વિસ્તારમાં ૩૨૬૦ મીટર ઊંચાઈએ ડોમ સી પર એક દૂરબીન બંધાઈ રહ્યું છે. તેમજ ૪૫૧૭ મીટર ઊંચે હિમાલય પર હાન્સે વેધશાળા બંધાઈ રહી છે. આ જગ્યા પણ દુર્ગમ છે, પરંતુ આકાશદર્શન માટે ઉત્તમ છે. આ બંને દૂરબીનો રોબોટિક છે અને રિમોટથી તેનું સંચાલન થઈ શકશે. ૧૯૨૩ની વાત છે. અમેરિકાના કેલિફોર્નિયામાં પાસાડે નજીક ૧૦૦ ઇંચનું દૂરબીન માઉન્ટ વિસ્લન પર આવેલું છે. આ બિંદુએ તારાનું તેજસ્વી પ્રતિબિંબ રચાય છે. આ દૂરબીનથી અંતર્ગોળ દર્પણ પર પડી પરાવર્ત થઈ એક બિંદુએ કેન્દ્રિત થાય છે. આ દૂરબીનથી મહાન ખગોળવિજ્ઞાની એડવીન હબલે ત્રણ નવા પ્રકાશનાં ટપકાં દેવયાની નિહારિકાનાં જોયાં. આ ટપકાંને અંગ્રેજી મૂળાક્ષર કેપિટલ એનનો અર્થ નોવા થાય છે. નોવા સ્ફોટક તારા અથવા નવીન તારા પણ કહેવાય છે. જ્યારે આ દેવયાની તસ્વીરોને અગાઉની તસ્વીરો સાથે સરખાવી ત્યારે આ ત્રણમાંથી એક ટપકું નોવાનું ન હતું. પણ તે વેરીએબલ સ્ટાર અર્થાત્ રૂપવિકારી તારાનું હતું. આનું તેજ વધતું ઘટતું રહે છે. આકાશમાં જ્યાં તારાનું દર્શન દુર્લભ હોય તે ઠેકાણે એક ઝાંખો તારો આ રીતે તેજસ્વી તારા રૂપે ફૂટી નીકળે છે. છેવટે તે વિસ્ફોટ પામી નાશ પામે છે. એડ્વીન હબલનું ધ્યાન ખેંચતું એ પ્રકાશિત ટપકું સ્ફોટક તારો ન હતું પરંતુ ‚પવિકારી તારાનું હતું. તેનું તેજ વધે ઘટે છે. તેની મદદથી માપતાં તે તારો પૃથ્વીની કેટલી ઝડપથી દૂર થઈ રહ્યો છે તે શોધી કાઢ્યું.
ત્યાર પછી પુરવાર થયું કે તે ‚પવિકારી તારો ન હતો પરંતુ એક તારાવિશ્ર્વ હતું. તેના તેજના વર્ણપટમાં વર્ણરેખાઓનું વિસ્થાપન જોવા મળ્યું તે પરથી સાબિત થયું કે તે તારાવિશ્ર્વ પૃથ્વીથી દૂર ભાગી રહ્યું છે. ત્યાર પછી સાબિત થયું કે બધાં જ તારાવિશ્ર્વો એકબીજાથી દૂર જઈ રહ્યાં છે. તેમાંથી શકવર્તી પરિણામ એ મળ્યું કે આ બ્રહ્માંડ વિસ્તાર પામી રહ્યું છે. રોમાંચિત થઈ જવાય તેવી આ શોધ હતી. હવે તો રોબોટ ખગોળવિજ્ઞાનીઓ વધુ અને વધુ આકાશની ખોજ કરવા ઝપાટાબંધ ફરી વળે છે. તે તારાઓ અને તારાવિશ્ર્વોની સૂચિ તૈયાર કરે છે. તદુપરાંત ડાર્ક એનર્જી (અદૃશ્ય ઊર્જા)ની સમસ્યા ઉકેલવામાં મદદ કરે તેવાં અવલોકનો લે છે. બ્રહ્માંડનું પ્રવેશી ગતિથી વિસ્તરણ થાય છે તેનું કારણ ડાર્ક એનર્જી માનવામાં આવે છે. આ પ્રકારનું વિસ્તરણ બ્રહ્માંડને તેના અંત તરફ દોરી જાય છે.
એડ્વીન હબલ જ્યાં કામ કરતા હતા ત્યાંથી ૧૫૦ કિ.મી દૂર માઉન્ટ પાલોમરની વેધશાળા આવેલી છે. ત્યાં પાલોમર ટ્રાન્ઝીયન્સ ફેકટરીમાં આર્ટિફીશયલ ઈન્ટેલીજન્સની મદદથી ટ્રાન્ઝીયટ વેરીએબલ સ્ટાર (ક્ષણિક ‚પવિકારી તારા) અને અલ્પ સમય માટે જીવિત રહેતા આકાશપિંડોને શોધવામાં આવે છે. અલ્પ સમય માટે જીવિત રહેતા આકાશપિંડનું ઉદાહરણ સુપરનોવા છે. સૂર્ય કરતાં ઘણો દળદાર તારો પોતાનું ઈંધણ વાપરી નાખે છે ત્યારે પ્રચંડ ગુરૂત્વ પ્રપાત થાય છે. તે સમયે વિસ્ફોટ થઈ તેનું દ્રવ્ય ચોમેર દૂર દૂર ફેંકાય છે. આખા તારાવિશ્ર્વને અજવાળે તેટલો પ્રકાશ ઉત્પન્ન થાય છે. તેને સુપરનોવા કહે છે. તેનું હાર્ટ બાકી રહે છે. તે સંકોચન પામી ન્યુટ્રોન તારા કે બ્લેક હોલમાં રૂપાંતર પામે છે. આ અલ્પજીવી ઘટના છે. આકાશમાં ક્ષણજીવી અને અલ્પજીવી ઘટનાઓ ઝબકારાની જેમ બન્યા કરતી હોય છે. માનવ ખગોળવિજ્ઞાનો દૂરબીનથી તસ્વીર લે તે પહેલાં ઘટના પૂરી થઈ જાય છે. અહીં પ્રશ્ર્ન એ છે કે આટલી બધી ઘટનાઓમાંથી કઈ ઘટના અવલોકવા જેવી છે તે કોમ્પ્યુટરો પ્રતિબિંબોનું આર્ટિફિશીયલ ઈન્ટેલીજન્સ (એ.આઈ.) નામના સોફ્ટવેરથી નક્કી કરે છે. તે પછી રોબોટ ટેલિસ્કોપ તે ક્ષણજીવી ઘટના રાત્રિના આકાશમાં લુપ્ત થઈ જાય તે પહેલાં અનુસરીને અવલોકે છે. આમ કરવાનું મુખ્ય કારણ એ છે કે આ ઘટનાઓ અવલોકવામાંથી માનવ ખગોળવિજ્ઞાનીને મુક્તિ અપાવવાની છે. આ કામ રોબોટ ટેલિસ્કોપ ઉપાડી લેશે તે પછી જે કાંઈ શોધ થઈ હશે તેને સૈદ્ધાંતિક રીતે મૂલવવાનું કામ માનવી કરશે. આજે ટેલિસ્કોપ ઇમારત કરતાં પણ મોટા થતા જાય છે. તેમાં ડેટા મળે છે. દક્ષિણ અમેરિકાના ચીલીમાં સેરોપા યોનની ટોચ પર બંધાઈ રહેલા ૮.૪ મીટરના વિરાટ દૂરબીન એલ એસ એટી (લાર્જ સીનોપ્ટિક સર્વે ટેલિસ્કોપ) અર્થાત્ સારરૂપ સર્વેક્ષણ કરતું વિરાટ દૂરબીન)નો વિચાર કરીએ. તે દરેક રાત્રિએ તેનો ૩૨૦૦ મેગા પિકસેલનો કેમેરા ૧,૦૦૦૦૦ ક્ષણિક ઘટનાઓ શોધી શકશે. આ ઘટનાઓને અનુસરી તેનું અવલોકન કરવા માટે સમગ્ર વિશ્ર્વના સ્નાતકો પણ ઓછા પડે ! ખગોળવિજ્ઞાનીઓને આશા છે કે આર્ટિફીશીયલ ઈન્ટેલીજન્સ (એ.આઈ.) અને સ્વયં સંચાલિતતા કામ પાર પાડશે. આપણા મગજમાં ચેતાકોષોને જોડતું નેટવર્ક હોય છે તેવું નેટવર્ક એ આઈ ટેકનીકો પૈકી પ્રથમ એક ટેકનીક ખગોળવિજ્ઞાનમાં ઉપયોગમાં લેવાશે. આ ચેતાકીય નેટવર્કને ખગોળીય પ્રતિબિંબોનું પૃથક્કરણ કરવાની અને પ્રકાશના બિંદુવત્ સ્રોતો કે જે તારાઓ હોય છે તેનાથી તારાવિશ્ર્વોના વિસ્તરિત પ્રકાશથી અલગ પાડવાની તાલીમ આપવામાં આવી છે. હવે વધારે સુધારેલી એ આઈ ટેકનીક તેમાં ઉમેરવામાં આવી રહી છે. તેની મદદથી ક્વોસર (ક્વોસી સ્ટેલર રેડિયો સોર્સીઝ)ને પણ પણ અલગ પાડી શકાય છે. ૧૦૦૦ તારાઓમાં ૧ ક્વાસર હોઈ શકે છે. તે અત્યંત દૂર પણ અત્યંત શક્તિશાળી તારા વિશ્ર્વો છે. છેલ્લા છ માસમાં પાલોમર ટ્રાન્ઝીયન્ટે આખી પ્રક્રિયાને સ્વયં સંચાલિત કરી દીધી છે. દરેક રાત્રે કોમ્પ્યુટરો તલ્લીન થઈને ક્ષણજીવી કે અલ્પજીવી પિંડો માટે પ્રતિબિંબોને જુએ છે. પ્રથમ તે એક સંદર્ભ પ્રતિબિંબ આકાશના એક ભાગમાં લે છે. તેને છેલ્લામાં છેલ્લા નવા પ્રતિબિંબ સાથે સરખાવવામાં આવે છે જેથી તે પ્રતિબિંબ કોઈ નવા પિંડનું છે કે નહિ તે જાણી શકાય. જો દિવસો પછી નવા સ્રોતનું સ્થાન બદલાયેલ હોય તો તે લઘુગ્રહ પણ હોઈ શકે. તે ‚પવિકારી તારો કે સુપરનોવા જ સ્થાન માટે વધારાની માહિતી મેળવવા પ્રયત્ન કરે છે. આ માહિતી નવા રહસ્યમય પિંડની આગાહી નિશ્ર્ચિત કરવા ઉપયોગી થાય છે, તો બે રોબોટિક ટેલિસ્કોપ તરત જ કામે લાગી જશે. એક એરિઝોનામાં આવેલ પીટર્સ ઓટોમેટેડ ઈન્ફ્રારેડ ઈમેજીંગ ટેલિસ્કોપ અને માઉન્ટ પાલોમર ખાતે આવેલ ઓપ્ટીકલ ટેલિસ્કોપ કામે લાગી જશે. પ્રથમ ટેલિસ્કોપ અધોરક્ત પ્રતિબિંબ મેળવે છે અને બીજું દૃશ્ય પ્રકાશમાં પ્રતિબિંબ મેળવે છે. સુપરનોવા તેનો મહત્તમ પ્રકાશ છોડે તે પહેલાં તેને શોધી કાઢવામાં આવે છે. દરેક રાત્રે પોલોમર ટ્રાન્ઝીયન્ટ ફેકટરી ૧૦૦ જેટલાં ‚પવિકારી તારા અને પાંચ સુપરનોવા શોધી કાઢે છે. આ ભગીરથ કામ માનવ ખગોળવિજ્ઞાની વિના કરે છે. સુપરનોવા તેનો મહત્તમ પ્રકાશ છોડે તે પહેલાં પારખી લેવાથી તે પૃથ્વીથી કેટલા અંતરે છે તે જાણી શકાય છે. તેઓ બ્રહ્માંડનું વિસ્તરણ કેવી રીતે બદલાય છે તે સમજવામાં ઉપયોગી છે. તેના બદલામાં આપણને ડાર્ક એનર્જી શું છે તે કહે છે. સ્વાયત ખગોળવિજ્ઞાનમાં અનેક રોબોટિક ટેલિસ્કોપનું એવું નેટવર્ક જોઈએ જેમાં તેઓ પરસ્પર વાતચીત કરી શકતા હોય. આવું નેટવર્ક પૂર્ણ થશે ત્યારે હવાઈ, ચીલી, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ટેકસાસ અને કેનેરી ટાપુઓના રોબોટિક ટેલિસ્કોપ જોડાઈ જશે. તે પૈકી ટેલિસ્કોપ તો એવું હશે જેની ઉપર રાત્રિનું આકાશ હશે.

આ લેખ ગિરિરાજે લખ્યો છે