દેશની સૌપ્રથમ પરમાણુ સબમરિન, તેના તમામ પરીક્ષણોમાં સફળ
દેશની સૌપ્રથમ પરમાણુ સબમરિન, તેના તમામ પરીક્ષણોમાં સફળ
ભારતની પ્રથમ ન્યુક્લિયર આર્મ્ડ સબમરીન આઈએનએસ અરિહંત ઓપરેશન માટે સંપૂર્ણપણે તૈયાર છે. સરકાર તરફથી મંજૂરી મળતા જ તેને નેવીને સોંપી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રહસ્યમયી રીતે આ સબમરીનને વિશ્ર્વની નજરોમાથી છુપાવીને રાખવામાં આવી હતી. અને તાજતરમાં જ તેની પર થયેલા તમામ ટેસ્ટમાં સફળ રહી હતી.
દુશ્મનો માટે કાળ સાબિત થશે આ સબમરીન
આ અંક ૫૦૦૦ ટન વજનવાળી પરમાણુ સબમરીન છે.
જે પાણીની અંદર અને પાણીની સપાટી પરથી પણ પરમાણુ મિસાઈલ્સ થકી નિશાન તાકી શકાય છે.
આ સબમરીન પર કે-૧૫ અને બીઓ-૫ શોર્ટ રેન્જ મિસાઈલ્સ ગોઠવાયેલી છે. જે ૭૦૦ કિ.મી. સુધી વાર કરી શકે છે.
અરિહંત કે-૪ વેલેસ્ટિક મિસાઇલ્સ પણ ગોઠવાયેલી છે. જેની રેન્જ ૩૫૦૦ કિ.મી. સુધીની છે.
પાણીની અંદરથી જ ઉપર ઊડતાં વિમાનને પણ તે ફૂંકી મારવામાં સક્ષમ છે.