દેશની સૌપ્રથમ પરમાણુ સબમરિન, તેના તમામ પરીક્ષણોમાં સફળ
૨૩-ફેબ્રુઆરી-૨૦૧૬

ભારતની પ્રથમ ન્યુક્લિયર આર્મ્ડ સબમરીન આઈએનએસ અરિહંત ઓપરેશન માટે સંપૂર્ણપણે તૈયાર છે. સરકાર તરફથી મંજૂરી મળતા જ તેને નેવીને સોંપી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રહસ્યમયી રીતે આ સબમરીનને વિશ્ર્વની નજરોમાથી છુપાવીને રાખવામાં આવી હતી. અને તાજતરમાં જ તેની પર થયેલા તમામ ટેસ્ટમાં સફળ રહી હતી.
દુશ્મનો માટે કાળ સાબિત થશે આ સબમરીન
- આ અંક ૫૦૦૦ ટન વજનવાળી પરમાણુ સબમરીન છે.
- જે પાણીની અંદર અને પાણીની સપાટી પરથી પણ પરમાણુ મિસાઈલ્સ થકી નિશાન તાકી શકાય છે.
- આ સબમરીન પર કે-૧૫ અને બીઓ-૫ શોર્ટ રેન્જ મિસાઈલ્સ ગોઠવાયેલી છે. જે ૭૦૦ કિ.મી. સુધી વાર કરી શકે છે.
- અરિહંત કે-૪ વેલેસ્ટિક મિસાઇલ્સ પણ ગોઠવાયેલી છે. જેની રેન્જ ૩૫૦૦ કિ.મી. સુધીની છે.
- પાણીની અંદરથી જ ઉપર ઊડતાં વિમાનને પણ તે ફૂંકી મારવામાં સક્ષમ છે.