@@INCLUDE-HTTPS-REDIRECT-METATAG@@

આપણા દેશમાં દર વર્ષે ફેબ્રુઆરી મહિનાના છેલ્લા અઠવાડિયામાં નાણામંત્રી અંદાજપત્ર રજૂ કરે છે. અંદાજપત્ર આવનાર એક વર્ષમાં સરકારની આવક અને ખર્ચના અંદાજો આપે છે, તેમાં એ દર્શાવવામાં આવે છે કે આવતા એક વર્ષમાં કેન્દ્રીય સરકાર કયા-કયા ક્ષેત્રમાં કેટલો-કેટલો ખર્ચ કરશે અને તે ખર્ચ માટે ક્યાં-ક્યાંથી જુદા-જુદા કરવેરા અને અન્ય આવકના સ્રોત દ્વારા કેટલી આવક મેળવશે. અંદાજપત્ર પહેલાં આર્થિક સર્વેક્ષણ રજૂ થાય છે જે પાછલા એક વર્ષની સરકારની સિદ્ધિઓ અને ઊણપોની માહિતી આપે છે. તા. ૨૯-૦૨-૨૦૧૬ના રોજ નાણામંત્રી શ્રી અરુણ જેટલી દ્વારા વર્ષ ૨૦૧૬-૧૭ માટેનું કેન્દ્રીય અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. અરુણ જેટલી દ્વારા રજૂ કરાયેલા આ અંદાજપત્ર અંગેના જુદાં-જુદાં વર્તમાનપત્રોમાં આવેલા સમાચારો અને વિશ્ર્લેષણ ઉપરથી એક સર્વસામાન્ય છાપ એવી ઊભી થઈ છે કે આ અંદાજપત્ર ખેડૂતો, મહિલાઓ, યુવાનો તરફી અને સમાજવાદી નીતિઓ તરફ ઝોકવાળું છે. આ સંદર્ભમાં આ વર્ષના અંદાજપત્રની ઝીણવટભરી છણાવટ અહીં પ્રસ્તુત કરીએ છીએ.
ગુજરાત યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના પ્રાધ્યાપક શ્રી ડૉ. કાર્તિકભાઈ ભટ્ટ તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ પ્રાધ્યાપક શ્રી પ્રતાપસિંહ ચૌહાણ દ્વારા કરાયેલી વિષદ્ છણાવટ અહીં રજુ કરવામાં આવી છે.
કૃષિક્ષેત્રનું રાષ્ટ્રીય આવકમાં ઘણું મોટું પ્રદાન છે. તદુપરાંત ગ્રામીણ ક્ષેત્રમાં અન્ય કોઈ પણ આર્થિક ક્ષેત્ર કરતાં કૃષિક્ષેત્ર સૌથી વધારે લોકોને આજીવિકા પૂરી પાડે છે. વિશ્ર્વબઁકના એક અંદાજ મુજબ ભારતની ૬૮% વસ્તી હજુ પણ ગ્રામીણ ક્ષેત્રમાં રહે છે. છેલ્લાં બે વર્ષમાં ચોમાસાની સતત નિષ્ફળતાને લીધે ઘણા બધા ખેડૂતોને પાક-નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો છે, જેને લીધે તેઓ દેવામાં ડૂબી ગયા છે, તેથી દેશનાં જુદાં-જુદાં રાજ્યોમાં અને ખાસ કરીને મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં દેવાના બોજને લીધે ઘણા બધા ખેડૂતોએ આત્મહત્યા કરી છે. આ એક ખૂબ જ ગંભીર અને તાત્કાલિક હલ કરવી પડે તેવી સમસ્યા છે. ખેડૂતોને સરકાર દ્વારા એ ભરોસો આપવો જરૂરી છે કે ઉદ્યોગોની જેમ જ દેશના આર્થિક વિકાસમાં કૃષિ ક્ષેત્રનો વિકાસ પણ ખૂબ જરૂરી છે અને આ સરકાર કૃષિ ક્ષેત્રના વિકાસને એટલો જ મહત્ત્વનો ગણે છે જેટલો ઉદ્યોગોનો વિકાસ મહત્ત્વનો છે અને તે આ માટે કટિબદ્ધ પણ છે.
નાણામંત્રી શ્રી અરુણ જેટલીએ તેથી જ આ વર્ષના અંદાજપત્રમાં ખેતી અને ગ્રામીણ ક્ષેત્રના ઝડપી વિકાસ માટે ઘણી બધી યોજનાઓની જાહેરાત કરી છે. આ બધાં પગલાંઓનો મુખ્ય હેતુ એ છે કે કૃષિક્ષેત્ર સધ્ધર થાય. કૃષિમંત્રી રાધામોહન સિંહના મતે આ વર્ષના અંદાજપત્રમાં કૃષિ ક્ષેત્રની સમસ્યા અને ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ સુધારવા ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે, જેને કારણે કૃષિ ક્ષેત્ર ૪%નો વાર્ષિક વિકાસદર હાંસલ કરી શકશે. સરકાર દ્વારા છેલ્લાં બે વર્ષમાં કૃષિ ક્ષેત્ર માટે જાહેર કરાયેલી જુદી-જુદી યોજનાઓના ઝડપી અમલીકરણ અને અસરકારકતા વધારવા માટે આ વર્ષના અંદાજપત્રમાં ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. ૨૦૧૬-૧૭ના અંદાજપત્રમાં રૂ. ૩૫,૯૮૪ કરોડ ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ સુધારવા માટે ખેતી ક્ષેત્રને ફાળવવામાં આવ્યા છે. આ ફાળવણી દ્વારા આવતાં પાંચ વર્ષમાં એટલે કે ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવકમાં બમણો વધારો થવાની અપેક્ષા છે અને વધુ ૨૮.૫ લાખ હેક્ટર જમીન ખેડાણ હેઠળ આવશે. અંદાજપત્રમાં થયેલી ફાળવણીમાં રૂ. ૧૫,૦૦૦ કરોડ કૃષિ ક્ષેત્રને આપેલી લોન ઉપરના વ્યાજને માફ કરવા માટે રૂ. ૫,૫૦૦ કરોડ, પાક વીમા યોજના માટે રૂ. ૮૧૫ કરોડ, ડેરી અને આનુષંગિક ક્ષેત્રના વિકાસ માટે અને રૂ. ૫૦૦ કરોડ કઠોળના ઉત્તપાદનને પ્રોત્સાહન આપવા માટે ફાળવવામાં આવ્યા છે. રૂ. ૯ લાખ કરોડની જોગવાઈ કૃષિ ક્ષેત્રને ધિરાણ આપવા માટે કરવામાં આવી છે. તદુપરાંત રૂ. ૫ કરોડ પરંપરાગત કૃષિ વિકાસ યોજના (PKVY) હેઠળ ૫ લાખ એકર ખેતજમીનને સજીવ ખેતી હેઠળ લાવવા માટે ફાળવવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ સિંચાઈની વ્યવસ્થા વધારવા અને વધુ સુદૃઢ અને વિસ્તૃત કરવા રૂ. ૮૬,૫૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. ૨૦૧૪-૧૫માં કૃષિક્ષેત્રના વિકાસ દરમાં ૦.૨%નો ઘટાડો થયો હતો, જ્યારે ૨૦૧૫-૧૬માં કૃષિ ક્ષેત્રમાં ૧.૧%ના વિકાસ દરની અપેક્ષા છે, પરંતુ આ વર્ષના અંદાજપત્રમાં જુદાં-જુદાં પગલાંઓ અને યોજનાઓ દ્વારા કૃષિક્ષેત્રના વિકાસ અને ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા ઉપર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે, જેને લીધે આ ક્ષેત્રનો વિકાસ દર ૪% થવાની અપેક્ષા રાખવામાં આવી છે.
સરકાર જુદી-જુદી યોજનાઓ દ્વારા એ પ્રયત્ન કરી રહી છે કે કૃષિક્ષેત્રના ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય, આ ક્ષેત્રની ઉત્પાદકતા વધે અને ખેડૂતોને તેમની પેદાશોના વધુ સારા ભાવ મળે. ૧૪ એપ્રિલથી શ થનાર એકીકૃત ઈલેક્ટ્રોનિક ખેત-બજારની શઆતથી ખેડૂતોને તેમના દ્વારા ઉત્પાદિત વસ્તુઓના વધુ સારા ભાવ મળશે. લાંબા ગાળાના સિંચાઈ ફંડની જોગવાઈ, સોઈલ હેલ્થકાર્ડ યોજનાને પ્રોત્સાહન, કઠોળના ઉત્પાદનને પ્રોત્સાહન, એકીકૃત ખેત બજાર પદ્ધતિનો અમલ કરવો, રાજ્યોના અઙખઈમાં સુધારાઓ, આવી અનેક બાબતોને આ વર્ષના અંદાજપત્રમાં આવરી લઈને ગ્રામીણ અને ખાસ કરીને કૃષિક્ષેત્રને ફરીથી બેઠું કરવાનો નાણામંત્રી દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે. તેથી જ આ વર્ષના અંદાજપત્રમાં કૃષિક્ષેત્રની ફાળવણીમાં ૯૪% જેટલો ધરખમ વધારો કરવામાં આવ્યો છે. એવું કહી શકાય કે ઘણાં બધાં વર્ષોની ઉપેક્ષા પછી ફરીથી ગ્રામીણ ક્ષેત્રને સ્પર્શતી અને સતાવતી ખૂબ જ મહત્ત્વની બાબતો તરફ ધ્યાન આપવામાં આવ્યું છે.
ભારતના આર્થિક વિકાસમાં કૃષિક્ષેત્રનું ખૂબ મહત્ત્વ છે તેથી જે વર્ષે કૃષિક્ષેત્ર નિષ્ફળ જાય તે વર્ષે દેશનો આર્થિક વિકાસ ઓછો થાય છે. આ વર્ષના અંદાજપત્રમાં ગ્રામીણ અને ખાસ કરીને કૃષિક્ષેત્રના વિકાસને પ્રોત્સાહિત કરવા લીધેલાં પગલાંઓને કારણે ગ્રામીણ ક્ષેત્રમાં ટ્રેક્ટર, ટૂ વ્હિલર અને ઉપભોગની વસ્તુઓની માંગમાં વધારો થશે, જેને કારણે ઉદ્યોગોના વિકાસને પણ વેગ મળશે.
આ વર્ષના અંદાજપત્રની અન્ય મહત્ત્વની બાબતો નીચે મુજબ છે :
(૧) જે લોકોની આવક વાર્ષિક ૫,૦૦,૦૦૦/-થી ઓછી છે તે લોકોને ૩,૦૦૦ પિયાનું વળતર મળશે. આને લીધે આખા દેશમાં એક કરોડ પગારદારોને લાભ થશે.
(૨) નિરામય સ્વાસ્થ્ય વીમા યોજના નીચેની સામાન્ય વીમા યોજનાને સેવાકરમાંથી મુક્તિ.
(૩) જેમનાં પોતાનાં ઘર નથી તેમના માટે સારા સમાચાર એ છે કે સેક. ૮૮G હેઠળ મળતી કપાત જે પહેલાં રૂ. ૨૪,૦૦૦ હતી તે વધારીને રૂ. ૬૦,૦૦૦ કરવામાં આવી છે.
(૪) "મેક ઈન ઈન્ડિયા હેઠળ ભારતમાં ઉત્પાદિત વસ્તુઓ જેવી કે મોબાઈલ્સ, કઊઉ વગેરે ઉપરના સેવાકરમાં ઘટાડો.
(૫) વ્યક્તિગત આવકવેરાના દરમાં કોઈ ફેરફાર નહીં.
(૬) ખેડૂતોના લાભ માટે બધી જ સેવાઓ પર વધારાનો ૦.૫%નો સેવા કર.
(૧) નવા સ્થાપવામાં આવેલા ઉદ્યોગો પર, કેટલીક શરતોને આધીન, ત્રણ વર્ષ માટે કોઈ વેરો નહીં.
(૨) એવી પેટન્ટ્સ કે જે આખી દુનિયામાં નાણાં કમાઈ શકે તેને વેરામાંથી મુક્તિ.
(૩) લાંબા ગાળાના મૂડી લાભ વેરાના અમલનો સમય ૩ વર્ષથી ઘટાડી ૨ વર્ષ કરવામાં આવ્યો.
(૧) રૂ. ૨૭,૦૦૦ કરોડ આખા દેશમાં રોડ બનાવવા માટે ખર્ચાશે.
(૨) દેશમાં રોજના ૧૦૦ સળ.ના દરે દેશમાં ૨.૨૩ લાખ કિલોમીટર રોડ બાંધવામાં આવશે.
(૩) રોડ્સ અને હાઈવે માટે રૂ. ૫૫,૦૦૦ કરોડ ખર્ચ કરવામાં આવશે. આમ રોડ બનાવવા માટે કુલ રૂ. ૯૭,૦૦૦ કરોડ ખર્ચવામાં આવશે.
(૪) આખા દેશમાં જુદી-જુદી માળખાકીય યોજનાઓ માટે રૂ. ૨.૨૧ લાખ કરોડની જોગવાઈ.
(૫) ૧૦૦% વિદેશી મૂડીરોકાણની છૂટ એવા ખાદ્ય ઉત્પાદનોના ધંધાઓ માટે જેનું સંપૂર્ણ ઉત્પાદન અને વેચાણ ભારતમાં કરવામાં આવશે.
બજેટની શઆત વૈશ્ર્વિક મંદી અને તેની વૈશ્ર્વિક બજારો ઉપરની અસરોને આધારે ભારતીય બજેટમાં શું થઈ શકે ? આમ છતાં ભારતનો વૃદ્ધિદર છેલ્લાં બે વર્ષથી ૭% પરથી આગળ વધી રહ્યો છે. તેને જાળવવા માટે બજેટમાં શું કરી શકાય તેનું વિશ્ર્લેષણ નીચે મુજબ કરવામાં આવ્યું છે.
વૈશ્ર્વિક જી.ડી.પી.માં ભારતનો ફાળો અને વિદેશ વ્યાપારમાં ર%ની આજુબાજુ છે અને ભારતીય અર્થતંત્ર ર ટ્રિલિયન ડૉલરનું છે, જ્યારે આપણા પાડોશી એવા ચીનનું અર્થતંત્ર ૧૦.૪ ટ્રિલિયન ડૉલરનું છે, જ્યારે અમેરિકાનું ૧૬ ટ્રિલિયન ડૉલરનું છે, પરંતુ વૃદ્ધિદરની દૃષ્ટિએ ભારતનું અર્થતંત્ર ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. બધી જ જગ્યાએ વૈશ્ર્વિક કક્ષાએ જહજ્ઞૂ ઉજ્ઞૂક્ષની સ્થિતિ છે ત્યારે આપણો વૃદ્ધિદર ૭.પ% ઉપર હોય તે સરકારની મોટી સિદ્ધિ છે, કારણ કે બે ચોમાસાં નબળાં જવાથી ખેતી ઉપર આધારિત અર્થતંત્રને નુકસાન મોટું જાય તો પણ ૭.પ% ઉપરનો વૃદ્ધિનો દર જળવાઈ રહે તે મોટી સફળતા સરકારની છેલ્લાં બે વર્ષની છે. આપણા અર્થતંત્રમાં પણ ૬૦% ઉપરનો ફાળો સર્વિસ સેક્ટરનો છે અને મૅન્યુફેક્ચરિંગ સેક્ટરનો ફાળો હાલ ૧પ% જેવો છે અને બાકીનો ફાળો ખેતી અને યુટિલિટી સેક્ટરનો છે, ત્યારે સર્વિસ સેક્ટરનો મહત્ત્વનો ફાળો હોવાથી તેમાં વધુ ઇીમિયક્ષ સહન કરી શકે તેમ ન હોવાથી તેમાં ફક્ત અર્ધા ટકાનો વધારો કરવામાં આવેલ છે, પરંતુ બાકીના બંને સેક્ટરમાં વધુ વિકાસ થાય તે માટે ગ્રામીણ અને ખેડૂતો માટે આ બજેટમાં ઘણી મોટી જોગવાઈ કરવામાં આવી છે અને મૅન્યુફેક્ચરિંગ સેક્ટરમાં Make in India, FDI Flow મલ્ટિ બ્રાન્ડ માટેની જોગવાઈઓ Start-up અને Skill India દ્વારા આ ક્ષેત્રે વિકાસ-વૃદ્ધિ ચારાના જેવી ન થાય તે માટે આ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. આ બંને સેક્ટરમાં રોજગારી વધવાની સંભાવના રહેલ છે, માટે સરકારના આ બજેટમાં ઘણી મહત્ત્વની જોગવાઈ કરવામાં આવી છે.
આ બજેટમાં આવક અને ખર્ચની વિગતો નીચે મુજબ આપવામાં આવેલ છે.
ગત વર્ષે રજૂ થયેલ કેન્દ્રીય અંદાજપત્રમાં જી.ડી.પી. (ગ્રોસ ડૉમેસ્ટિક પ્રૉડક્ટ)નો દર કે જે દેશનો આર્થિક વૃદ્ધિદર સૂચવે છે, તે ૭ થી ૭.૯% સુધીની જુદી જુદી એજન્સી દ્વારા રહેવાની ધારણા રાખવામાં આવેલ હતી. (જેમાં આઈ.એમ.એફ. મૂડી અને આર.બી.આઈ. વગેરે) આ દર ૭.૬%નો માલૂમ પડેલ છે, જે વસ્તુ અને સેવાનું ઉત્પાદન આ ગતિએ ઊભરાતા બજારથી અર્થતંત્રમાં સૌથી ઝડપી રીતે જી.ડી.પી. વધી રહ્યો છે. આજે ચીનનો જી.ડી.પી. પણ ૬.૯% છે. ઘણા લાંબા સમય સુધી ડબલ ડિઝિટથી આ દેશનો સર્વાંગી વિકાસ કર્યો છે. બજેટ ભાષણમાં નાણામંત્રીએ એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે વૈશ્ર્વિક મંદીની અસર દરેક જગ્યાએ છે, જે અમેરિકા, યુરોપ અને જાપાન પણ તેમાંથી બાકાત નથી અને ભારતમાં બે ચોમાસાં નિષ્ફળ હોવા છતાં પણ જી.ડી.પી.નો વૃદ્ધિદર અત્યારે વૈશ્ર્વિક કક્ષાએ સૌથી વધુ ચાલી રહ્યો છે, જેનું મુખ્ય કારણ આર. બી. આઈ., એસ. સી. બી. આઈ. અને દેશની અન્ય રેગ્યુલેટરી બોર્ડ નાણાકીય સુશાસન સારી રીતે ઊભું કરી શક્યા છે, જેના કારણે બેંકિંગ ક્ષેત્રે પણ સારું એવું ધિરાણ અને ડિપૉઝિટની વ્યવસ્થા આર.બી.આઈ. ગવર્નર રઘુ રાજન દ્વારા થઈ રહ્યું છે, કારણ કે ફુગાવાને અંકુશમાં રાખીને અને બેંકમાં એન.પી.એ.ની વ્યવસ્થા ઊભી કરીને નાણાંનો ફ્લૉ એવી રીતે ગોઠવવો કે જેથી વિકાસને અડચણપ ના બને તેની કાળજી આ બજેટમાં રાખવામાં આવી છે.
ગત વર્ષે રજૂ થયેલ કેન્દ્રીય અંદાજપત્રમાં રાજકોષીય ખાધ જી.ડી.પી.ના ૩.પ% રહેવાનો મૂળ અંદાજ હતો, પરંતુ ત્યારબાદ કેન્દ્ર સરકારે આ અંદાજ સુધારીને ૩.૯%નો કર્યો હતો. ચાલુ વર્ષે રાજકોષીય ખાધ, જી.ડી.પી.ના ૩.૯% રહેવા પામી છે. આગામી વર્ષે ફરી વખત રાજકોષીય ખાધ, જી.ડી.પી.ના ૩.પ% રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. ચાલુ નાણાકીય વર્ષમાં આંતરરાષ્ટ્રિય કક્ષાએ પેટ્રોલિયમ પેદાશોના ભાવોમાં થયેલ ઘટાડાને કારણે તેની આયાત કિંમતમાં નોંધપાત્ર ઘટાડો માલૂમ પડ્યો હતો, જયારે તેની વેચાણ કિંમત લગભગ સ્થિર રહેવા પામી છે. પેટ્રોલિયમ પેદાશોની ઘટતી જતી આયાત કિંમત અને દેશમાં તેની વેચાણ કિંમતમાં રહેવા પામેલ સ્થિરતાને કારણે ઉદ્ભવેલ મોટો કિંમતગાળો પણ રાજકોષીય ખાધને અમુક અંશે કાબૂમાં લઈ શક્યો છે. કોઈ પણ સરકાર માટે રાજકોષીય ખાધ અંકુશમાં રાખવી સૌથી અઘરી બાબત છે, પરંતુ ગત વર્ષના અંદાજમાં ૩.પ% થવાની ધારણા હતી અને આજની તારીખે ૩.૯% થાય તેવું ર૦૧પ-૧૬ના વર્ષમાં લાગી રહ્યું છે. ફરી તેને અંકુશમાં રાખવા માટે ૩.પ% ખાધનો અંદાજ રાખેલ છે. આયાત-નિકાસના અંદાજો સારી રીતે ચાલી રહ્યા છે. મેક ઈન ઈન્ડિયા, સ્ટાર્ટઅપ વગેરે દ્વારા એફ.ડી.આઈ. ફ્લૉ દેશમાં સારી રીતે આવી રહ્યો છે અને આ બજેટમાં પણ ઘણી રાહતો મલ્ટિ બ્રાન્ડને પણ આપવામાં આવી છે, તેના કારણે ફૉરેક્ષ રિઝર્વનો પણ ૩પ૦ બિલિયન ડૉલરનો થયો છે. આ બધી બાબતોને આ બજેટમાં ધ્યાનમાં રાખવામાં આવી છે, જેને કારણે રાજકોષીય ખાધ ૩.પ%ની રહેવાની ધારણા ફરી વખત રાખવામાં આવી છે. આ માટે આર.બી.આઈ. પણ ઘણી બાબતોમાં ખ્યાલ રાખી રહી છે.
આર્થિક વૃદ્ધિદરમાં નોંધાયેલ વધારો અને રાજકોષીય ખાધમાં નિયંત્રણ દેશમાં વૃદ્ધિની આગલા વર્ષની સૂચવે છે. બંને બાબતો સુસંગત છે અને ફુગાવો અંકુશમાં રહે તો રાજકોષીય ખાધને ૩.પ% સુધી નિયંત્રણમાં રાખી શકાય તો આજના વર્ષમાં વૃદ્ધિદર કદાચ ૮% સુધી પહોંચી શકે. આ માટે આ બજેટમાં કાળાનાણાને બહાર લાવવા માટે ૪પ% ટેક્ષ દર લઈને કોઈપણ કેસ કે દાવા ચાલતા ન હોય તેવા ફ્લૉને દેશના વિકાસમાં જોડવાનો પ્રયત્ન નાણામંત્રીએ કર્યો છે. ડિસઈન્વેસ્ટમેન્ટનો ફ્લૉ ધારણા કરતાં પ૦% આવે છે. જો તે ૧૦૦% શક્ય બને તો રાજકોષીય ખાધ પણ સંપૂર્ણપણે અંકુશમાં આવી શકે, પરંતુ બજારનું ઈન્ડેક્ષ નેગેટિવ હોવાના કારણે શૅરના ભાવની સ્થિરતાનો લાભ સરકારી કંપનીને મળતો નથી. દેશના દેણામાં છેલ્લાં દસ વર્ષમાં ખૂબ જ વધારો થયો છે. ર૦૦૮ પછી તીવ્ર ગતિએ વધારો થયો છે, પરંતુ નાણામંત્રીએ સબસિડીમાં ધનિક લોકો માટે રાહત પાછી ખેંચી લઈને અંકુશમાં રાખવાનો પ્રયત્ન કર્યો છે અને એક અંદાજ મુજબ હાલના તબક્કે દેવા અને જી.ડી.પી. વચ્ચેનો ગુણાંતર ૬૭%ની આજુબાજુ છે, જેને સરકાર આ બજેટમાં અંકુશમાં રાખવા માટે ધનિકોને મળતી સબસિડી અને રાહતોમાં ઘટાડો કરીને, ટેક્ષના ભારણ વધારાને અંકુશમાં રાખવાનો પ્રયત્ન નાણામંત્રીએ ર્ક્યો છે, જેનો લાભ બજેટમાં ગ્રામીણ અને ખેડૂતોને જે વધારાની સવલતો અને ધિરાણ આપવા માટેની યોજનાઓ બનાવી છે.
ચાલુ ખાતાની ખાધનો અંદાજ ૧% થી ૧.પ% રહેવાની ધારણા છે અને કેન્દ્ર સરકારે ક્રૂડ અને ઑઈલના ભાવ હાલના તબક્કે ૪૦ ડૉલરની આજુબાજુ છે. ચાલુ ખાધમાં ક્રૂડ ઑઈલનો હિસ્સો ૧/૩ ભાગનો છે, જેનું પરિબળ ખૂબ જ દેશના અર્થતંત્ર માટે હકારાત્મક છે, જેને કારણે અને સોનાની આયાતમાં રેગ્યુલરેટરીઝ બોડીના અંકુશના કારણે આયાતનું પ્રમાણ છેલ્લા એક વર્ષથી અંકુશમાં છે, જેથી કેડ હાલના તબક્કે સંપૂર્ણપણે અંકુશમાં છે અને જેને લીધે ફૉરેક્સ રિઝર્વ ફંડ હાલ ભારત પાસે ૩પ૦ બિલિયન ડૉલરનું છે, પરંતુ ચીનના ચલણના સતત અવમૂલ્યનને કારણે ભારતની નિકાસમાં મુશ્કેલી ઊભી થઈ શકે તેનો ખ્યાલ સરકારે રાખવો પડશે અને ભારતીય ઉદ્યોગો જે નિકાસ કરી રહ્યા છે તેને ચીનના ઉદ્યાગો સામે કેવી રીતે રક્ષણ આપવું ? જેથી ઈમ્પૉર્ટ-એક્સપૉર્ટનું બૅલેન્સ રહી શકે. હાલના તબક્કે કેડ સંપૂર્ણપણે અંકુશિત છે, જેની હકારાત્મક અસર જી.ડી.પી.માં પડી રહી છે, કારણ કે બે ચોમાસાં નબળાં જવા છતાં પણ જી.ડી.પી. ર૦૧પ-૧૬માં ૭.પ%ની આજુબાજુ રહેશે. જે વૈશ્ર્વિક કક્ષાએ સૌથી વધુ છે, જે સરકારની સૌથી મોટી સિદ્ધિ છે, કારણ કે વૈશ્ર્વિક કક્ષાએ અમેરિકા, યુરોપ, જાપાન અને અન્ય વિકસિત દેશોમાં ર૦૧૬નું વર્ષ મંદીવાળું છે. વૈશ્ર્વિક જી.ડી.પી.નો દર ૩.૩% છે અને ઉપરોક્ત દેશોમાં જી.ડી.પી.ની સ્થિતિ અતિનબળી છે, પરંતુ વૈશ્ર્વિક વ્યાપારમાં આ દેશોનો ફાળો ભારત કરતાં મહદ્અંશે વધુ છે, કારણ કે આપણું અર્થતંત્ર ર ટ્રિલિયન ડૉલરનું છે અને ચાઈનાનું ૧૦.૪ ટ્રિલિયન ડૉલરનું છે અને અમેરિકાનું ૧૬ ટ્રિલિયન ડૉલરનું છે આ દૃષ્ટિએ ચાઈનાનું અર્થતંત્ર ૬.૯% વૃદ્ધિ પામી રહ્યું છે અને હજુ પણ નીચે જવાની સંભાવના છે. તેથી નિકાસ ઘટવાની પૂરી સંભાવના છે, માટે તેઓ ચલણનું અવમૂલ્યાંકન કરીને નિકાસ ખાધને સરભર કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તેનું અર્થતંત્ર હાલ બૉટમ લાઈન ગ્રૉથ ઉપર આવી ગયું છે, ત્યારે ભારતના ઉદ્યોગો તેનો પૂરો ઉપયોગ આપણા નિકાસ વધારા માટે અને હરીફાઈયુક્ત વૈશ્ર્વિક બજારમાં ભારતનો હિસ્સો વધારવા માટે સરકારે પણ થોડી રાહતો અને મજ્ઞશક્ષલ ભફતય ઇીતશક્ષયતત પૂરું પાડવું પડશે તો આ તક વ્યૂહાત્મક રીતે ફાયદો કરશે.
GAAR (General Anti Avoidance Rule)નો તા. ૧ એપ્રિલ, ર૦૧૭થી અમલ
--- Make in Indiaને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવેલ છે, જેને કારણે આપણા જી.ડી.પી.માં આ ક્ષેત્રનો હિસ્સો ર૦%ની ઉપર થાય છે તે માટે સરકાર પ્રયત્નશીલ છે અને તેના માટે વિવિધ યોજના આ બજેટમાં દેખાઈ રહી છે.
--- Start-up પ્રૉજેક્ટને ૩ વર્ષ સુધી વેરામુક્તિનો લાભ આપીને નવા ઉદ્યોગ સાહસિકને આકર્ષવા પ્રયત્નશીલ થઈ રહ્યો છે, જેને કારણે ઘણી એફ.ડી.આઈ. દરખાસ્તો આ બજેટમાં મંજૂર કરવામાં આવી છે, જેથી એફ.ડી.આઈ. ફ્લૉનો દેશમાં ખૂબ જ વધારો થયો છે, જેને જાળવવા માટે બજેટમાં ઘણી ખેતીલક્ષી વસ્તુઓ માટે મલ્ટિબ્રાન્ડ એફ.ડી.આઈ.ની મંજૂરી આપી છે, જેથી એફ.ડી.આઈ. ફ્લૉ હજુ પણ વધે તેને કારણે ખફસય શક્ષ ઈંક્ષમશફ કાર્યક્રમ સફળ થાય જેથી જી.ડી.પી.માં ચાઈનાનો ફાળો ૩૩% જેટલો છે, જે ભારતમાં ૧પ% જેટલો છે, જેને વધારીને ર૦% અને પછી રપ% સુધી લઈ જવો પડશે, જેને કારણે રોજગારી વધશે તેવું નાણામંત્રીનું માનવું છે અને માટે જ નરેન્દ્રભાઈની સરકારે Skill India, Startup અને Make In India Scheme દાખલ કરી છે, જેનો હેતુ જી.ડી.પી.માં ખરેખર વધારો થાય, સતત આ જી.ડી.પી. દર જળવાઈ રહે અને પૂરતા પ્રમાણમાં રોજગારીનું સર્જન થાય તે તરફથી આ બધી દરખાસ્તો આ બજેટમાં મૂકવામાં આવી છે.
--- ગત વર્ષે કેન્દ્રીય અંદાજપત્રની રજૂઆત વખતે નાણામંત્રીએ કૉર્પોરેટ ટેક્ષ ૩૦%થી ઘટાડીને ક્રમશ: રપ% સુધી લઈ જવાનું વચન આપેલ. આ અંદાજપત્રમાં પિયા પાંચ કરોડનું ટર્નઓવર ધરાવતા ઔદ્યૌગિક ગૃહો માટે કૉર્પોરેટ ટેક્ષ ૩૦%થી ઘટાડીને ર૯% કરવાની જાહેરાત.
--- Bankruptcy Code Bill સંસદમાં લેવાશે.
આ અંદાજપત્રમાં કૃષિક્ષેત્રે અને ગ્રામીણક્ષેત્રે વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
૧. નાણાકીય વર્ષ ર૦૧૬-૧૭માં કૃષિ વિકાસ માટે ખેડૂતોને ધિરાણ . ૯ લાખ કરોડ કૃષિ લોન ધિરાણ તરીકે આપવામાં આવશે, જેથી ખેડૂતોની સ્થિતિ બે ચોમાસા પછી જે નબળી થઈ છે તેને સહાય કરવાની સરકારની યોજના છે. આ બજેટમાં સરકારે ખેડૂતોની આવક ડબલ કરવાની દરખાસ્ત મૂક્વામાં આવી છે. જો ટેકાના ભાવ, ધિરાણ અને વ્યાજમાં રાહત સતત જાળવી રાખવામાં આવે અને સહકારી મંડળીઓ, બઁકો વગેરેમાં ઇીિં કજ્ઞફક્ષનું પ્રમાણ ઘટાડવામાં આવે તો ઉપરોક્ત દરખાસ્તમાં સૂચવેલ ડબલ ઈન્કમ વૃદ્ધિદર જાળવી શકાય તેવું સંપૂર્ણ વાતાવરણ છે. આ બજેટમાં ખેડૂતો માટે અને ગ્રામીણ વિકાસ માટેના બજેટની ઘણી મોટી ફાળવણી કરવામાં આવેલ છે. આ બજેટમાં ખેડૂત કલ્યાણ યોજના ૩પ૪.૮૪ અબજની રાખવામાં આવેલ છે. ગ્રામીણ વિકાસ માટે . ૮૭,૭૬પ/- કરોડની ફાળવણી કરવામાં આવેલ છે, જેના કારણે ખેડૂતો અને ગ્રામજનોની આવકમાં વધારો થશે અને બજેટનો મોટો હિસ્સો ગ્રામીણ વિકાસ માટે ફાળવેલ છે. મનરેગામાં પણ . ૩૮,૪૦૦/- કરોડની ફાળવણી કરવામાં આવેલ છે, જેનો ઉપયોગ તળાવો બાંધવામાં, પુલ, રસ્તા વગેરે માટેનો હકારાત્મક ઉપયોગ થશે. પહેલા વિકાસ સાથે જોડેલ દરખાસ્તોમાં ઉપયોગ ન હતો, પરંતુ ગ્રામીણ વિકાસને વેગ આપવા માટે કરવામાં આવશે.
ર. આ ઉપરાંત નાણાકીય વર્ષ ર૦૧૬-૧૭માં કૃષિ વિકાસ માટે . ૩૬ હજાર કરોડ અને કૃષિ સિંચાઈ માટે . ૧ર,પ૧૭/- કરોડની ફાળવણી કરવામાં આવી છે.
૩. ૧ લી મે, ર૦૧૮ સુધીમાં દેશના તમામ ગામોમાં વીજળી.
૪. જમીનના રેકોર્ડઝનું સંપૂર્ણ ડિઝિટલાઈઝેશન થશે.
૧. સ્વચ્છ ભારત માટે . ૯ હજાર કરોડ.
ર. રાષ્ટ્રીયકૃત બઁકોમાં . રપ હજાર કરોડ ઠલવાશે.
૩. મુદ્રા બેંક માટે . ૧.૮૦ લાખ કરોડ.
૪. ગરીબોને એલ.પી.જી. કનેક્શન આપવા માટે . ર હજાર કરોડ.
પ. . ૧૦ લાખથી વધારે કિંમતની કાર મોંઘી થશે.
૬. સિગારેટ, ગુટખા જેવી તમાકુની પેદાશો પર એક્સાઈઝ ડ્યૂટીમાં ૧૦% થી ૧પ%નો વધારો.

આપણો ભારત દેશ કૃષિપ્રધાન દેશ છે. દેશની પપ% રોજગારી હજુ પણ ખેતીમાંથી મળે છે. ખરેખર દેશના જી.ડી.પી.માં ૩૩% ખેતી, ૩૩% ઉદ્યોગ અને ૩૩% સર્વિસ સેક્ટરનો હિસ્સો હોય તો એકંદરે સમતોલ વિકાસ કહી શકાય, પરંતુ કમનસીબે આપણે પશ્ર્ચિમના દેશોના અર્થતંત્રની નકલ આઝાદી મળી ત્યારથી કરતા આવ્યા છીએ, જે મહદ્ અંશે મોટા ઉદ્યોગ તરફ વધુ પડતો ઝોક રહેતો આવ્યો છે. પરિણામે ભારતના ખેડૂતને તથા ખેતીને ભગવાન ભરોસે મોટાભાગે રહેવાનો વારો આવતો હોય છે. પરિણામે દેશમાં શહેર તરફ લોકોની દોટ વધી છે. જે શહેરમાં ઘણી બધી સમસ્યાઓના નિર્માણનું કારણ બને છે. બીજી તરફ ગામડાંમાંથી વણથંભી હિજરત ચાલુ જ છે - ગામડાં ભાંગી રહ્યાં છેે. અનેક રજૂઆતો, સર્વેક્ષણો, ચર્ચાઓ, અભિપ્રાયોના વાસ્તવિક મૂલ્યાંકન બાદ કદાચ ચાલુ વર્ષ ર૦૧૬-૨૦૧૭ના અંદાજપત્રમાં આઝાદી બાદ પ્રથમ વખત બદલાવ જોવા મળે છે. અંદાજપત્રમાં ખેતી માટે નાણાંની ફાળવણી લગભગ ડબલ જેવી કરવામાં આવી છે, જે . ૩૬,૦૦૦/- કરોડ થાય છે.
અનિયમિત ઋતુ તથા વરસાદ તેમજ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, દુષ્કાળ જેવી પરિસ્થિતિના કારણે પાયમાલ થયેલ ખેડૂત આત્મહત્યા તરફ જતો હોય છે, તેના નિવારણ માટે - ખેતીમાં ખેડૂતને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટેની યોજના માટે . ૧૭,૦૦૦ કરોડ ફાળવ્યા છે, તેમજ ૯ વિશેષ યોજનાઓ પૂરી કરવા માટે ભાર મૂકવામાં આવે છે. તદ્ઉપરાંત નાબાર્ડ દ્વારા . ર૦,૦૦૦ કરોડની સિંચાઈ નિધિ બનાવવા તેમજ મનરેગાને કૃષિલક્ષી બનાવવા પ (પાંચ) લાખ તળાવો ઊંડા કરાવવા માટે પણ તેમાં પૂરતા પ્રમાણમાં નાણાં ફાળવણીમાં વધારો કરવામાં આવ્યો છે. જહર મુક્ત ખેતી દ્વારા પર્યાવરણ તથા સજીવોના સ્વાસ્થ્ય માટે તેમજ ખેતી-ખર્ચમાં ઘટાડો કરી ખેતીને પોષણક્ષમ બનાવવા પ (પાંચ) લાખ એકર જમીન સજીવ ખેતી હેઠળ આવરી લેવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.
સજીવ ખેતી અંગે ખેડૂતોને તાલીમ તેમજ માર્ગદર્શન માટે ૬(છ) સજીવ ખેતી વિશ્ર્વ વિદ્યાલય બનાવવાની પણ વાત કરી છે. પશુપાલન તથા ડેરી માટે ૪(ચાર) નવી પરિયોજના, પશુધન હાટના નામે ઈ પોર્ટલ તેમજ ગામડાંઓને વાહનવ્યવહારથી જોડવા માટે તેમજ માલસામાનની હેરફેર માટે ગ્રામ્ય સડક યોજનામાં પણ પૂરતા પ્રમાણમાં નાણાંની ફાળવણી થઈ હોય તેવું લાગે છે.
ખેડૂતને તેના ઉત્પાદનના પૂરતા ભાવ મળી રહે તે માટે તેનું ગ્રેડિંગ, પૅકિંગ, પ્રૉસેસિંગ માર્કેટિંગ વગેરે માટે, ઉદ્યોગો તથા માળખાકીય સુવિધા ગોઠવવા ૧૦૦% એફ.ડી.આઈ.ને મંજૂરી આપવામાં આવી છે.
ઉપર જણાવ્યા ઉપરાંત અન્ય નાની મોટી નાણાકીય જોગવાઈ દ્વારા પ્રથમ વખત ખેડૂત, ખેતી અને ગામડાંને પ્રાધાન્ય આપ્યું છે તે મીડિયાની ભાષામાં કહીએ તો એક પ્રકારનો યુ ટર્ન છે જે ફરીથી ગ્રામ્ય અર્થતંત્ર-ગ્રામ્ય જીવન-આપણી પુરાણોની કલ્પનાનું ગામડું ધબકતું થશે - એવી કલ્પના સાકાર થતી હોય તેવો અણસાર આપતું આ અંદાજપત્ર આવકારવા યોગ્ય છે એમ કહીએ તો ખોટું નહિ હોય.
- અંબુભાઈ એમ. પટેલ (રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, ભારતીય કિસાન સંઘ)

નાણામંત્રી શ્રી સૌરભભાઈ પટેલે રજૂ કરેલ બજેટને ગ્રામ્ય વિસ્તારમાંથી વ્યાપક પ્રમાણમાં આવકાર સાંપડ્યો છે. બજેટમાં નાણામંત્રીએ આરોગ્ય-ગ્રામ વિકાસ-શિક્ષણ, યુવા વિકાસ, રોજગાર, કૃષિ સિંચાઈ, પશુપાલન, ગ્રામ્ય સડક યોજના વગેરે કૃષિ અને ગ્રામ્ય વિકાસ સંદર્ભે યોજનાઓને વધુ નાણાં ફાળવી પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ભારતીય કિસાન સંઘની સતત રજૂઆત ૧%ના વ્યાજ દરથી ધિરાણની માંગણીના સમાવેશ સાથે દેશભરમાં પ્રથમ સજીવ ખેતીની યુનિવર્સિટીની સ્થાપનાની પહેલ સાથે રજૂ થયેલું બજેટ ભારતીય કિસાન સંઘ આવકારે છે તેમજ અન્ય મુદ્દે રજૂઆતો માટે આશાવાદી છે. કૃષિપ્રધાન દેશમાં કિસાન અનેક આપત્તિઓનો સામનો કરી રહ્યો છે. અનેકવિધ સમસ્યાઓથી ઘેરાયેલો છે, જેમાં માનવસર્જિત તેમજ કુદરતી આપત્તિઓનો સમાવેશ થાય છે. ભારતીય કિસાન સંઘ દ્વારા સતત સરકારના વિવિધ વિભાગોમાં કૃષિ તેમજ ગ્રામ્યલક્ષી વિષયો-પ્રશ્ર્નોની રજૂઆતોનું પ્રતિબિંબ આ બજેટમાં પડ્યું હોય તેમ જણાય છે, જેમાં ખાસ કરીને ૧% વ્યાજદરે કૃષિધિરાણ, ૧ લાખથી વધુ વીજજોડાણ, પશુપાલન માટે ધિરાણ યોજના, ફૂડ પ્રૉસેસિંગ-એગ્રો બિઝનેસ પૉલિસી, ખાતરની અછત નિવારવા સ્ટોરેજ યોજના, ચેકડેમ મરામત અને નવા બનાવવા, સિંચાઈની સુવિધા વધારવાનું આયોજન, કચ્છ નર્મદા પાણી માટે પમ્પિંગ સ્ટેશન, સરદાર સરોવર યોજનાને પ્રાધાન્ય તેમજ સ્માર્ટ સિટીની જેમ સ્માર્ટ
વિલેજ યોજનાનો સમાવેશ કરી કૃષિવિકાસને ન્યાય આપવાનો પ્રયત્ન થયો છે.
ભારતીય કિસાન સંઘની બજેટ સંદર્ભની અન્ય રજૂઆતો જેવી કે કિસાન આકસ્મિક મૃત્યુમાં પ (પાંચ) લાખની સહાય, સોલાર વીજજોડાણો માંગે તેને આપવા, જંગલી પ્રાણીથી થતા ભેલાણમાં તારની વાડમાં સહાય વધારી-ઍક્શન પ્લાન, કૃષિલક્ષી બાબતોમાં વેટમુક્તિ. ગુજરાત કિસાન આયોગની રચના, પોષણક્ષમ ભાવો અને ખરીદીના તંત્ર અંગે માસ્ટર પ્લાન, જેવા ઘણા મુદ્દાઓ સરકારના એજન્ડામાં છે, જેનો આગામી આયોજનમાં સમાવેશ કરાય તેવી ભારતીય કિસાન સંઘ આશા રાખે છે.
- વિઠ્ઠલ દુધાત્રા (મહામંત્રી, ભારતીય કિસાન સંઘ)