૧૨૦૦૦ ફૂટની ઊંચાઈએ હિમાચ્છાદિત પ્રદેશમાં યોજાયો રા.સ્વ. સંઘનો પ્રાથમિક વર્ગ

    ૦૧-એપ્રિલ-૨૦૧૬


જ્યારે ભારતના તત્કાલીન પ્રધાનમંત્રી પંડિત નહેરુ ‘હિન્દી ચીની ભાઈ ભાઈ’નો પ્રલાપ કરી રહ્યા હતા ત્યારે ૧૯૬૨માં ચીને ભારત ઉપર આક્રમણ કરીને ભારતનો હજારો ચો.કિ.મી.નો ભૂભાગ પચાવી પાડ્યો હતો. અ‚ણાચલ પ્રદેશના જે ક્ષેત્રમાં ચીની દૈત્ય સામેના યુદ્ધમાં ભારતના ૨૪૦૦ જેટલા સૈનિકો વીરગતિ પામ્યા હતા તે જ ક્ષેત્રમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પ્રાથમિક વર્ગનું આયોજન કરીને અ‚ણાચલ પ્રદેશના નિવાસીઓમાં દેશપ્રેમના સંસ્કારોનું સિંચન કર્યંુ હતું.
સમુદ્રતલથી ૧૨૦૦૦ ફૂટથી પણ વધુ ઊંચાઈ ઉપર આવેલા હિમાચ્છાદિત પ્રદેશ તવાંગમાં રા.સ્વ.સંઘે દિ. ૨૪ ફેબ્રુઆરીથી ૧ માર્ચ, ૨૦૧૬ના દિવસોમાં પ્રાથમિક શિક્ષણ વર્ગનું આયોજન કર્યંુ હતું. આ વર્ગ એટલા માટે ઐતિહાસિક બની રહ્યો કે ૧૯૬૨ના ચીની પ્રદેશમાં યોજેલો સૌપ્રથમ વર્ગ હતો. ચીની આક્રમણના ૨૪૦૦ જેટલા હુતાત્માઓના સ્મારકથી માત્ર ૧ કિ.મી.ના અંતરે યોજાયેલા આ વર્ગમાં તવાંગ જિલ્લાનાં ૨૫ સ્થાનોના ૩૮ શિક્ષાર્થીઓએ ભાગ લીધો હતો. તિબેટ-ચીનની સરહદથી અત્યંત નજીક યોજાયેલા આ વર્ગને કારણે અ‚ણાચલ પ્રદેશના નિવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. દિ. ૧ માર્ચના દિવસે તવાંગના પરેડ ગ્રાઉન્ડમાં યોજાયેલા વર્ગના જાહેર સમાપન કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે અ‚ણાચલ પ્રદેશના અગ્રગણ્ય બૌદ્ધ વિદ્વાન ડૉ. લ્હાબો રીક્યા રીંપોચે આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા.

 

શિક્ષણવિદ્ દીનાનાથ બત્રાના ૮૭મા જન્મદિને સન્માનભારતીય શિક્ષણપદ્ધતિને સામ્યવાદી અને મેકોલે નીતિઓથી મુક્ત કરાવવાની ધૂણી ધખાવનારા શિક્ષણવિદ્ દીનાનાથજી બત્રાનો ૮૭મો જન્મદિવસ દિ. ૬ માર્ચના દિવસે ઊજવવામાં આવ્યો હતો. હિન્દુ પંચાંગ અનુસાર યોજાયેલા જન્મોત્સવના કાર્યક્રમમાં શિક્ષણક્ષેત્ર સાથે સંકળાયેલા સેંકડો મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષણક્ષેત્રે શ્રી દીનાનાથજી બત્રાના પાંચથી પણ વધુ દાયકાઓની સેવાને બિરદાવતાં હરિયાણા સરકારે તામ્રપત્ર આપીને તેમનું સન્માન કર્યંુ હતું. યુજીસીના અધ્યક્ષ ડૉ. વેદ પ્રકાશ અને NCERTના પૂર્વઅધ્યક્ષ ડૉ. રાજપૂત સહિત અનેક ગણમાન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં દિલ્હીમાં યોજાયેલા આ સન્માન સમારંભમાં ‘શિક્ષા સ્વાસ્થ્ય ભારત’ની સ્થાપનાની ઘોષણા પણ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે હજી થોડા દિવસો પૂર્વે જ આ ૮૬ વર્ષીય જ્ઞાનવૃદ્ધ શિક્ષણશુદ્ધિ માટેનાં સૂચનો સરકારને સોંપવા માટે પાંચમે માળે પગથિયાં ચઢીને પહોંચ્યા હતા. કોઈ કારણોથી બંધ થયેલી લિફ્ટ શ્રી દીનાનાથજીને ૧૦૦ જેટલાં પગથિયાં ચઢવાથી રોકી શકી ન હતી. શ્રી દીનાનાથજીના સ્વાસ્થ્યસભર દીર્ઘાયુ માટે ‘સાધના’ની શુભકામનાઓ.