હા, હું જ...

    ૦૬-મે-૨૦૧૬


એક ડૉક્ટર હતા. ડિગ્રી મેળવીને પ્રેક્ટિસ શરૂ કરી હતી. ગમે તેમ કરીને પરીક્ષા પાસ કરવા માટે ભણ્યા ન હતા, પરંતુ એક સારા ડૉક્ટર બનવાના લક્ષ્યથી અભ્યાસ કર્યો હતો. લોકોની ભલાઈ જ તેમનું ધ્યેય હતું. તેમની પાસે લોકો એક બીમાર વ્યક્તિને લઈ આવ્યા.
બીમાર વ્યક્તિને હાલત એટલી ખરાબ હતી કે બે મિનિટ મોડું થવાથી પણ તેના જીવને જોખમ હતું. આવી હાલતમાં તેને આ નવા ડૉક્ટર પાસે લાવ્યા. ડૉક્ટરે સાવધાનીપૂર્વક પૂછપરછ કરીને રોગનું નિદાન કર્યું અને જ‚રી ઉપચાર કર્યો. બે દિવસમાં બીમાર વ્યક્તિ ઊભી થઈ ગઈ. અઠવાડિયામાં તો ઊઠીને ચાલવા લાગી.
ડૉક્ટરે કહ્યું કે, "જ્યારે તમે તેને મારી પાસે લાવ્યા, ત્યારે તેઓ મૃત્યુના દ્વાર પર હતા. બીજા કોઈ ડૉક્ટર પાસે લઈ જાત તો જરૂર તેઓ મૃત્યુ પામ્યા હોત. મેં ખૂબ જ કાળજીપૂર્વક તેમને તપાસી ઉપચાર કર્યો. તેથી તેઓ અત્યારે જીવતા છે. ખરેખર તો મેં તેમને નવજીવન આપ્યું છે.
બીજા દિવસે તેમની પાસે બીજો દર્દી લાવવામાં આવ્યો. તેની હાલત પણ પહેલાની જેમ ચિંતાજનક હતી. બે મિનિટ મોડું કરવાથી તેના જીવને ખતરો હતો. ડૉક્ટરે બહુ ધ્યાનથી બીમારીનો અભ્યાસ કર્યો અને યોગ્ય ઉપચાર પણ કર્યો.
પણ તેનું અવસાન થઈ ગયું. હવે ડૉક્ટર શું કહે ? જોયું ને, મેં કેટલી સરસ રીતે તેને વિદાય આપી દીધી ! કે પછી એમ કહે, "ઈશ્ર્વરની આ જ ઇચ્છા હતી. એનું કમનસીબ હતું કે તેને મારી પાસે લાવવામાં વધારે મોડું કર્યું. અથવા કોઈ ને કોઈ કારણ બતાવી વાત ટાળી દે. જો કામ મનને ગમે તે રીતે થાય તો મેં કર્યું કહીને તેનો યશ લઈ લેશે, પરિણામ ઊલટું આવે તો કહેશે, તે માટે હું જવાબદાર નથી.
ઇચ્છા પ્રમાણે કોઈ કામ પૂરું થઈ જાય તો તે માટે તમે પોતાને જવાબદાર ગણાવશો. કામ એ પ્રમાણે નહીં થાય તો જવાબદારી ટાળવા બહાનાં શોધશો. કોઈ કારણ ન મળે તો જે મનમાં આવે તે બોલવાનું. સાંભળવા માટે ઉપર એક બુદ્ધુ બેઠો જ છે !
તમે પરીક્ષા આપી. પેપર સારાં જશે તો કહેશો ‘કમાલ કરી, પેન તોડી કાઢી’, પેપર સારાં ન ગયાં તો ? કહેશો, ‘સમય પૂરતો ન હતો અથવા કોર્સ બહારના પ્રશ્ર્ન પુછાયા હતા’. અથવા બીજાં કારણ શોધી-શોધીને બતાવશો.
સફળતા મળતાં શ્રેય લેવા તૈયાર આપણું મન ભૂલ થતાં જ નિષ્ફળતાની જવાબદારી કોના પર નાખવી એ ચક્કરમાં ઘૂમે છે. જીવનની સફરમાં જ્યારે પણ જીત મળે, તો દાવો કરો છો કે તેનો યશ મને મળવો જોઈએ. આ જ ને ? હવે હું તમને એ જ સવાલ કરું છું કે તમારી ઇચ્છાનુસાર કામ ન થાય તો તેની પણ જવાબદારી લેવા તમે તૈયાર છો ?
જ્યારે તમે માનશો કે નિષ્ફળતા માટે તમે જવાબદાર છો, ત્યારથી સફળતાપૂર્વક કરવા માટેના તમારા પ્રયત્નોમાં તમે વધુ ક્ષમતા મેળવી શકશો. હવે જો તમારી ક્ષમતા માટે તમે જવાબદાર છો તો ક્ષમતામાં ખામી માટે કોણ જવાબદાર છે ? તમે જ ને ?
તમે એવી ઇચ્છા કરો છો, ‘મારે ફલાણાના જેવા હોવું જોઈએ. મારું જીવન આ રૂપમાં બદલવું જોઈએ.’ જો તમે વર્તમાન સ્થિતિ માટે તમને પોતાને જવાબદાર નહીં માનો તો કાલે શું બનવું જોઈએ, એ કલ્પનાને કઈ રીતે સાકાર કરી શકશો ? ‘આજે હું જેવો પણ છું, તે માટે જ હું જ પૂરી રીતે જવાબદાર છું.’ આવું વિચારવાની ઈમાનદારી આવવા પર જ ‘કાલે કેવું હોવું જોઈએ.’ એ જાતનાં સ્વપ્ન જોવાનો અધિકાર તમને છે.
ઠીક છે, હવે સાચેસાચું કહો : આ સમયે તમારા જીવનની સ્થિતિ સારી, ખરાબ જે પણ હોય, શું તેને માટે પૂર્ણરૂપે જવાબદાર છો ?
જો તમારો જવાબ ‘હા, હું જ છું.’ એ છે તો ચોક્કસપણે તમે સફળતાના માર્ગે એક મહાન ડગ ભરી દીધું છે.

આંતરિક આનંદ
રણભૂમિની ભીષણ વેરાનતા મારા હૃદયમાં મૌન પ્રતિબિંબના રૂપમાં હતી. સુકાઈ ગયેલી જીભની તરસ મારા હૃદયની તડપ પાસે તુચ્છ હતી. અવિરત દિવસોનો કઠિન પરિશ્રમ અને લાંબી રાતોની એકલતા મળીને ઉજ્જ્વલ પ્રકાશ થયો અને મને એક આંતરિક આનંદમાં તરબોળ કરવા લાગ્યો. તે નિષ્ઠુર તડપ અને ધનનો અભાવ ઓહો, મને આત્મ-જ્ઞાનના પરમાનંદમાં ડુબાડી દીધો.