@@INCLUDE-HTTPS-REDIRECT-METATAG@@ નઈ રોશની, નઈ મંઝિલ

નઈ રોશની, નઈ મંઝિલ


લઘુમતી મંત્રાલય દ્વારા શ‚રૂ કરાયેલ નવ પ્રવર્તનકારી પહેલો....
લઘુમતી સમુદાય માટે સરકાર લઈ આવ્યું

કેન્દ્ર સરકારે ભારતમાં વસતા લઘુમતી સમુદાય માટે શાસનનાં બે વર્ષ દરમિયાન, નઈ મંજિલ, ઉસ્તાદ, નવી રોશની, માનસ,
હમારી ધરોહર સહિતની અનેક વિકાસલક્ષી યોજનાઓ શરૂ‚ કરી લઘુમતી સમુદાયના વિકાસને નવી ગતિ બક્ષી છે, ત્યારે એક નજર એ કલ્યાણકારી યોજનાઓ પર જેણે લઘુમતીઓમાં નવો આશાવાદ જગાવ્યો છે.

લઘુમતી યુવાવર્ગ માટે ‘નઈ મંજિલ’ યોજના

ભણવા દરમિયાન અધવચ્ચે જ શાળા છોડી દેનાર બાળકો કે સામુદાયિક-ધાર્મિક સંસ્થાનોમાં ભણેલા યુવાઓ માટે શૈક્ષણિક અને
આજીવિકા તાલીમ આપવા માટે કેન્દ્ર સરકારે પાંચ વર્ષ માટે ૬૫૦ કરોડ રૂ‚પિયાના ભંડોળવાળી ‘નઈ મંજિલ’ યોજના લાગુ કરી છે.

ઉસ્તાદ યોજના

દેશના લઘુમતી સમુદાયની પરંપરાગત કલાઓ અને શિલ્પોની સમૃદ્ધ વિરાસતને સંરક્ષિત કરવા માટે ભારત સરકાર દ્વારા ૧૪ મે
૨૦૧૫માં ઉસ્તાદ નામની યોજના શરૂ‚ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ૧૪થી ૩૫ વર્ષના અને ઓછામાં ઓછું પાંચ ધોરણ
સુધી ભણેલા યુવાઓને પોતાની પરંપરાગત કલાઓ અને શિલ્પ કૌશલનું પ્રશિક્ષણ આપવામાં આવે છે.
ઉસ્તાદ યોજના અંતર્ગત રાષ્ટ્રીય ડિઝાઇન સંસ્થાન (એનઆઈડી) ભારતીય ફેશન પ્રૌદ્યોગિક સંસ્થાન (એનઆઈએફટી) ભારતીય
પેકેજિંગ સંસ્થાન (આઈઆઈપી)ને પણ જ્ઞાન ભાગીદારોના ‚પમાં નિયોજિત કરી છે.

લઘુમતી મહિલાઓને મળી નવી રોશની

દેશની લઘુમતી સમુદાયની મોટાભાગની મહિલાઓ શિક્ષણથી વંચિત રહી જાય છે કે પછી અધવચ્ચે જ શિક્ષણ અધૂરું છોડી દેવું પડે
છે. પરિણામે તમામ આધુનિક ચીજોમાં પાછળ રહી જાય છે ત્યારે આ ઈ-યુગમાં આ મહિલાઓ પણ સાથે કદમથી કદમ મેળવી
ચાલી શકે તે માટે તેમના માટે કેન્દ્ર સરકારે ‘નઈ રોશની’ નામની યોજના અમલી બનાવી છે.
‘કેન્દ્ર સરકારની એક યોજના જે અંતર્ગત સરકારી પ્રણાલીઓ, બેન્કો અને અન્ય સંસ્થાઓ દ્વારા આદાન-પ્રદાન મારફતે મહિલાઓને
આધુનિક ટેક્નોલોજીનું શિક્ષણ આપવામાં આવે છે.

મે - ૨૦૧૫માં કેન્દ્રીય મંત્રી શ્રી નઝમા હેપતુલ્લાહ તથા મુખ્તાર અબ્બાસ નકવી દ્વારા વારાણસીમાં ‘ઉસ્તાદ યોજના’નો શુભારંભ

આ ઉપરાંત લઘુમતી સમાજના કૌશલ્ય વિકાસ સંબંધિત તમામ જ‚રિયાતો પૂર્ણ કરવા માટે ૧૧ નવેમ્બર ૨૦૧૪ના રોજ મૌલાના
રાષ્ટ્રીય કૌશલ અકાદમી ‘માનસ’ આપવામાં આવી. ૨૦૧૪-૧૫માં માનસ દ્વારા ૬૭૮૮ યુવાઓને પ્રશિક્ષણ આપ્યું. ૨૦૧૫-૧૬
દરમિયાન ૧૭૬૪૮ લઘુમતી વિદ્યાર્થીઓ પ્રશિક્ષણ લઈ રહ્યા છે. ભારત સરકારે લઘુમતી સમુદાયની સમૃદ્ધ વિરાસતને સંરક્ષવા માટે
‘હમારી ધરોહર’ યોજના શ‚‚‚રૂ કરવામાં આવી છે.



પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશના મુસ્લિમ બહુમતી વિસ્તારમાં કરવામાં આવી રહેલાં વિકાસકાર્યો વખાણવા લાયક છે. કેન્દ્ર
સરકારે મારા સંસદીય એરિયામાં ૧૦ વર્ષોથી અટકી પડેલ રેલવે લાઈન પાથરવા ૫૦૦ કરોડ રૂ‚પિયા તરત જ મંજૂર કર્યા છે. સરકારે
બિહારમાં અલીગઢ મુસ્લિમ વિશ્ર્વ વિદ્યાલય માટે પણ ૧૦૦૦ કરોડ રૂ‚પિયા મંજૂર કર્યા છે.
- મોહમ્મદ તસ્લીમુદ્દીન સાંસદ અરિયા - બિહાર