@@INCLUDE-HTTPS-REDIRECT-METATAG@@ ક્રિકેટમાં કરપ્શન- ઓપરેશન ક્રિકેટ ગેટ, હવે પિચ ફિક્સીંગ

ક્રિકેટમાં કરપ્શન- ઓપરેશન ક્રિકેટ ગેટ, હવે પિચ ફિક્સીંગ


 
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી વન ડે મેચ આજે રમાવાની છે પણ તે પહેલા પિચ ફિક્સિંગનો આરોપ લાગ્યો છે. આજતક ટીવી ચેનલના સ્ટિંગ ઓપરેશનમાં બહાર આવ્યુ છે કે પિચને બેટિંગ અને સ્પિનર્સના હિસાબથી તૈયાર કરવામાં આવી છે. આ મામલે પૂણે ક્રિકેટ ગ્રાઉન્ડના પિચ ક્યૂરેટર પાંડુરંગ સલગાંવકરનું નામ સામે આવી રહ્યું છે. મેચ પહેલા બીસીસીઆઇના કાર્યવાહક સચિવ અમિતાભ ચૌધરીએ કહ્યું કે મીટિંગ બાદ જ મેચ અંગે નિર્ણય લેવામાં આવશે. આઇસીસીના મેચ રેફરી પિચ ઇંસ્પેક્શન બાદ નિર્ણય લેશે.
સ્ટિંગ ઓપરેશનમાં પિચ ક્યૂરેટર પાંડુરંગ સલગાંવકર આ કર્યા ધડાકા…
સ્ટિંગ ઓપરેશનમાં રીપોર્ટરે ભારતના બે ખેલાડીઓ માટે અનુકૂળ પિચ બનાવવાની વાત કરી જે માટે પિચ ક્યુરેટર પાંડુરંગ તરત રાજી થઈ ગયો. પાંડુરંગના કહેવા અનુસાર એવી પીચ તૈયાર કરવામાં આવી છે જેની પર 340નો સ્કોર આસાનીથી બની શકે છે.
સ્ટીંગ ઓપરેશનમાં પાંડુરંગે કહ્યુ કે અમે ૩૩૭ રન બને તેવી પિચ બનાવી છે જ્યાં આરામથી આ રન બનાવી જીતી શકાય છે.
સ્ટીંગ ઓપરેશનમાં પાંડુરંગ રીપોર્ટરને પિચ બતાવવા તૈયાર થયો હતો, જ્યારે નિયમ અનુસાર પિચ પર કેપ્ટન અને કોચ સીવાય મેચ પહેલા કોઇ જઇ શકતું નથી,
સ્ટીંગ ઓપરેશનમાં પાંડુરંગ સટ્ટેબાજોની ફરમાઈશ મુજબ પિચ બનાવી આપવાની વાત સ્વીકારી.
પિચ ક્યુરેટરે કહ્યું કે તે કેટલીક મીનિટોમાં જ પિચનો મિજાજ બદલી શકે છે, તેને પિચ પર કાંટાળા જૂતા પહેરીને જવાની પણ પરવાનગી આપી હતી.
 
 
">