દેશ-દુનિયામાં ઝળહળતી ગુજરાતની યુવાશક્તિ

    ૧૧-નવેમ્બર-૨૦૧૭

 

વિદેશી પ્રોજેક્ટ મેનેજરની નોકરી છોડી અમદાવાદના અભિષેકે શરૂ કર્યુ પાણી બચાવવાનું સ્ટાર્ટઅપ

 

પૈસા અને પાણીની બચત કરવા અમદાવાદના એક સ્ટાર્ટઅપે નવી ટેક્નિકનો આવિષ્કાર કર્યો છે, જેમાં લગભગ ૮૦% પાણીની બચત થાય છે. ગ્રીન વેંચર અભિષેક માંડલિયા દ્વારા ૨૦૧૬માં સ્થાપિત કરવામાં આવ્યું. તરાઈ (ભવનનિર્માણ)નાં કામોમાં પરંપરાગત ટેક્નિક દ્વારા લગભગ ૧૦૦૦ લીટર પાણીનો વપરાશ થાય છે. જ્યાં અભિષેકની નવી ટેક્નિકમાં માત્ર એક ડોલ જેટલા પાણીમાં તેટલી નરમાશ મેળવી શકાય છે ! સામાન્ય રીતે ભારતમાં મકાન કે કોઈ પણ ઈમારતના બાંધકામ માટે આધુનિક ટેક્નિકના બદલે પરંપરાગત રીતોનો ઉપયોગ કરવામાં આવે છે અને તેના કારણે પાણી, શ્રમ અને પૈસાનો ઘણો વ્યય થાય છે. સમસ્યાનું નિવારણ લાવવા અને પાણીની બચત કરવા અમદાવાદના એક સ્ટાર્ટઅપે નવી ટેક્નિકની શોધ કરી છે, જેનાથી લગભગ ૮૦% પાણીની બચત થાય છે. ગ્રીન વેંચરની સ્થાપના વર્ષ ૨૦૧૬માં અભિષેક માંડલિયાએ કરી હતી. અભિષેકે શોધેલી રીતમાં પાણી, ધીરે ધીરે, એક એક ટીપા સ્વરૂપે, RCCની પટ્ટીઓ પર ટપકાવવામાં આવે છે. સતત પાણી ટપક્યા કરે છે. અભિષેક કે જેઓ સિવિલ એન્જિનિયર છે તેઓ કહે છે, "ડ્રીપ ઈરીગેશન ટેક્નિક પરથી મને પ્રેરણા મળી જેનો ઉપયોગ સામાન્ય રીતે ખેતરોમાં કરવામાં આવે છે. તેમાં પાણીનો વપરાશ નિયંત્રણમાં રહે છે અને માત્ર ‚રિયાત પૂરતું પાણી ઉપયોગમાં આવે છે, જેનાથી પાણી અને પૈસા બંનેની બચત થઇ શકે છે. પહેલાં અભિષેક વિદેશમાં પ્રોજેકટ મેનેજર તરીકે કામ કરતા હતા. માત્ર ભારતમાં નહીં પરંતુ મિડલ ઇસ્ટ અને આફ્રિકાના કેટલાયે દેશોમાં પરંપરાગત પદ્ધતિથી કામ કરવામાં આવે છે. અભિષેકે સંદર્ભે લાંબા સમય સુધી રીસર્ચ કર્યું અને એક વર્ષની મહેનત બાદ પોતાના એક મિત્ર જીતેન્દ્ર કેડિયાની મદદથી ટેક્નિક પર કામ કરવાનું શરૂ કર્યું. ટેક્નિકમાં એક મલ્ટી લેયર શીટ દ્વારા પાણી નાખવામાં આવે છે. શીટ્સમાં વોટર પોકેટ્સ લાગેલા હોય છે, જેમાં ધીરે ધીરે કરીને પાણી જમા થવા લાગે છે અને જેનાથી નરમાશ મળતી રહે છે. પટ્ટીઓનું તાપમાન પણ નિયંત્રિત રહે છે. જ્યાં પરંપરાગત ટેક્નિકમાં લગભગ ૧૦૦૦ લીટર પાણીનો વપરાશ થાય છે ત્યાં ટેક્નિકમાં માત્ર એક ડોલ પાણીના ઉપયોગથી એટલી નરમાશ પ્રાપ્ત કરી લેવાય છે. શીટ્સને ઘણી સરળતાથી વાયર કે બેલ્ટ દ્વારા બાંધી શકાય છે. જ્યારે શીટ્સ પાણીથી ભરાઈ જાય છે ત્યારે જાતે RCC બ્લોકસને નરમાશ મળવા લાગે છે. આટલું નહીં, તેની સાથે વીજળીની બચત થાય છે, કારણ કે પાણીનો છંટકાવ કરવા માટે પણ મોટર પણ ચલાવવી પડે છે.

પ્યૂનથી પ્રોફેસરબનવાની અનોખી સફર


 

નસીબનું પાંદડું ક્યારે ફરે અને ક્યારે તમારી જિંદગી બદલાઈ જાય તે કહેવું કોઈના પણ માટે મુશ્કેલ છે. એવા કેટલાયે લોકો છે જે કારકિર્દી બનાવવા મહેનત કરતા હોય પણ યોગ્ય સલાહ-સહકાર, સુવિધા, સાચી દિશાના અભાવે તેમની જિંદગીની નૈયા ડામાડોળ થઈ જતી હોય છે. પણ આવા સમયે કોઈ યોગ્ય સલાહકાર અને હિતેચ્છુ મળી જાય તો જિંદગીને નવું જોમ મળી જાય છે ને જિંદગીના ખરા લક્ષ્યાંકનો અહેસાસ થતાં તે દિશામાં નવી પહેલ કરી શકાય છે.. ને સફળતાને નવા આયામ સુધી લઇ જઈ શકાય છે. જો તમારી દિશા અને લક્ષ્યાંક યોગ્ય હશે તો દંભી અને સ્વાર્થી લાગતી દુનિયા પણ સારી અને સ્વચ્છંદિત લાગવા લાગે છે. સફળતાની પહાડીનો સૌથી સરળ રસ્તો મહેનત છે.

વાત છે વિરમગામ-માંડલ નજીકના નાનકડા ગામ સોલના એક યુવાનની. જેણે પોતાની જિંદગીમાં મહેનત થકીપ્યૂનથી પ્રોફેસરસુધીની લાંબી મંજિલ કાપી છે. અસામાન્ય લાગતી વાતને સુરેશભાઈ ચૌહાણે સામાન્ય અને સફળ કરી બતાવી છે.

બારમા ધોરણ સુધી માંડલના સોલ ગામમાં ભણેલા સુરેશભાઇના પરિવારની આર્થિક પરિસ્થિતિ સામાન્ય હતી. બારમા પછી જેમ તેમ કરી પરિવારે પૈસા ભેગા કરીને પીટીસીમાં એડમિશન અપાવ્યું પણ સમય અને સંજોગોની થપાટે પરિવારની આર્થિક પરિસ્થિતિ બગડતાં તેઓે ભણતર છોડવાનો સમય આવ્યો, ત્યારબાદ તેમને ગાંધીનગરની એક મેનેજમેન્ટ ઇન્સ્ટીટ્યુટમાં પ્યૂન તરીકેની નોકરી મેળવી ઘરનાને આર્થિક સહાય‚ બનતા થયા. નોકરી દરમિયાન ઓફિસમાં કામ કરતા અધિકારી લકુમ મુકેશભાઈએ સુરેશભાઇની ઉંમર જોઈને તેમના ભણતર અને તે છોડવાના કારણ વિશે પૂછ્યું, જોકે મદદરૂપ થતા અને યુવાનોના ભણતર વિશે ખાસ ધ્યાન આપનારા મુકેશભાઈએ યુવાન સુરેશને નોકરી છોડાવી અમદાવાદની આર્ટસ કૉલેજમાં બી..માં એડમિશન અપાવ્યું. કોલેજમાંથી મળતી શિષ્યવૃત્તિને પગલે સુરેશભાઈને પણ નોકરી કરવાની કોઈ જરૂર રહી હતી. સાથે કૉલેજમાં પ્રોફેસરોએ પણ તેમને થતી તમામ સહાય આપી. તે ભણતરની હોય કે પછી કૉલેજની ફીની..એક ખરા ગુરૂ તરીકેની તમામ જવાબદારી કૉલેજના બે પ્રોફેસર્સે યુવાન પ્રત્યે નિભાવી. જેમ તેમ કરીને ત્રણ વર્ષનો બી..નો અભ્યાસ પૂર્ણ કરીને માસ્ટર્સ માટે અમદાવાદની એચ. કે કૉલેજમાં એડમિશન લીધું.

ભણતર પ્રત્યે ધ્યાન કહો કે જીવનની ‚રિયાત સમજો. ભણતર અને જ્ઞાનને પોતાની જિંદગી બનાવી લીધી.. કેમ કે પોતાની સાથે પરિવારને પણ સારી જિંદગી આપવાની હતી. સારા સ્વભાવને કારણે પ્રોફેસર્સ સાથે સંબંધ પણ સમન્વયના રહ્યા હતા. જોકે કૉલેજ પૂર્ણ થયા બાદ એચ.કે તરફથી તેમને લેક્ચરર તરીકે આવવા આમંત્રિત કરાયા હતા. સુરેશભાઈના જિંદગીની સૌથી સુખદ પળ હતી. એક તો પરિવાર માટે આવક ઊભી થવાની હતી. સાથે જીવનનો નવો આયામ મેળવવાની પણ ખુશી હતી. એક સમય એવો હતો જ્યાં ભણતર છોડવું પડે તેવી પરિસ્થિતિ આવી હતી ત્યારે એક સજ્જનની મુલાકાતે આખી જિંદગીની દિશા અને દશા બંને બદલી નાખી હતી.

હવે તો નોકરી પણ હતી અને ભણવાનું કારણ પણ હતું. તેમણે એમ.ફીલ પૂર્ણ કરીને પી.એચડી.માં એડમિશન મેળવ્યું. હાલ સુરેશભાઈ અમદાવાદ વિદ્યાપીઠમાંથી સમાજશાસ્ત્ર વિષય પર પી.એચડી. કરી રહ્યા છે.

પોતાના તાલુકામાં પ્રોફેસર થયા !

એક સમયે ભણતર માટે ધોરણ ૧૨મા પછી તાલુકો છોડવો પડ્યો હતો, તે તાલુકામાં એમ.ફીલ પછી કોલેજમાં પ્રોફેસર તરીકેની નોકરી મળી હતી. પોતાના વતનમાં પ્રોફેસર બનવાનો મોકો મળે તે કોઈ પણ વ્યક્તિના જીવનની અનમોલ યાદગીરી હોય છે. હાલ સુરેશભાઇ ૨૭ વર્ષની ઉમરે પીએચ. ડી. કરવા સાથે બે કૉલેજમાં લેક્ચરર તરીકે કામગીરી કરી રહ્યા છે.

પોતાના જેવા બીજાને પણ ભણાવવાની ખેવના

પોતાના જીવનમાં જે રીતે સજ્જન આવ્યા ને મારી જિંદગી બદલાઇ તેવી રીતે હું પણ મારા જેવા અનેક ‚રિયાતમંદોને મદદ કરીને તેમનું કરિઅર બનાવવામાં મદદ કરવા માગું છે. હાલ પણ સુરેશભાઈ કૉલેજમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે સલાહકાર તરીકે કરિઅર માટેની સાચી દિશાનું માર્ગદર્શન પૂરું પાડે છે.

લો ગઈ, સબ કો લુભાને ખીચડી : રમવાની ઉંમરે ભૂલકાં ભૂખ્યાં સૂવે એટલે

ભાવનગરના મિત્રોએ દોડાવ્યોખીચડી રથ

 

જય રાજ્યગુરુ, અલ્પેશ કાપડી અને કૌશિક વાઘેલા. ત્રણેય મિત્રોની એક અનોખી પહેલ આજે ભાવનગર શહેરના કેટલાંયે બાળકોને રાત્રે ભૂખ્યા સૂવાથી બચાવે છે. જય અને અલ્પેશ બંને કોન્ટ્રાક્ટ પર નોકરી કરે છે અને બંનેનો પગાર દર મહીને ‚રૂ.૧૩ હજારથી વધારે નથી કે નથી બંનેની પોતાની ઑફિસ અને ત્રીજા મિત્ર કૌશિક ફાઈનાન્શિયલ ક્ધસલ્ટિંગનું કામ કરે છે. પણ ત્રણેય પોતપોતાનાં કામકાજ પતાવી દરરોજ સાંજે વાગ્યે એક અન્ય મિત્રની ઓફિસ પર ભેગા થાય છે અને ચલાવે છેખીચડી રથ’. ખીચડી રથ ભાવનગર અને અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ફરીને આશરે ૧૦૦૦ જેટલાં બાળકોને ગરમાગરમ મસાલા ખીચડી પીરસે છે. જય રાજ્યગુરુ, અલ્પેશ કાપડી અને કૌશિક વાઘેલા- મિત્રો છેલ્લાં વર્ષોથી ભાવનગરમાં મફતમાં બાળઆનંદની પ્રવૃત્તિ ચલાવે છે. ભાવનગર શહેરમાં એક સ્થળે બાળકો અને વાલીઓને ભેગાં કરી કંઈક નવીન રમતગમતોનું આયોજન કરવાનું અને પણ મફતમાં અને સાથે નાસ્તો પણ ખરો. એક દિવસ ઇવેન્ટ પત્યા બાદ, સાંજના સમયે, ત્રણેય મિત્રો ખીચું ખાવા ગયા. તેવામાં બે બાળકો તેમની પાસે ભીખ માગવા આવ્યા. અંગે વધુમાં જય જણાવે છે, બસ, તે દિવસની ઘટના બાદ અમે મિત્રોએ નિર્ણય કર્યો કે એક એવા કાર્યક્રમનું આયોજન કરીએ જે ‚રિયાતમંદ બાળકો અને તેમના પરિવાર માટે હોય. ત્યારબાદ અમે બાળકો માટે સર્વે કરવાનું ‚ કર્યું. તેમના સર્વે મુજબ ભાવનગરમાં દરરોજ ૫૦૦ જેટલાં બાળકો ભૂખ્યાં સૂવે છે. ત્રણેય મિત્રોનું માનવું છે કે જ્યારે કોઈ બાળકને આપણે પૈસા આપીએ છીએ તે તેમના માટે હોતા નથી. તેમનાં મા-બાપ પૈસા લઈ લે છે. એવામાં જો બાળકોનું પેટ ભરાય એવું કંઈ કરવામાં આવે તો તેમના સ્વાસ્થ્ય માટે ઘણું સારું રહે છે. ખીચડી રથની ‚આત તો થઈ ગઈ. રોજના ૩૦૦ બાળકો સુધી પહોંચવાના લક્ષ્ય સાથે કામગીરીનો આરંભ તો થઈ ગયો પણ તેમની પાસે એટલું ફંડ નહોતું કે દરરોજ આટલાં બાળકો સુધી પહોંચે. દાતાઓ પાસેથી ઇવેન્ટ પૂરતું માંડ માંડ ફંડ મળતું અને જો ઘટે તો ત્રણેય મિત્રો તેમના પગારમાંથી ભંડોળ ભેગું કરતા. વધુમાં જય જણાવે છે, "તમે નહીં માનો પણ સૌના સુખદ આશ્ર્ચર્ય વચ્ચે પ્રથમ મહિનાનો તમામ ખર્ચ ભાવનગર શહેરના ક્ધિનરો આપવા તૈયાર થયા અને રથનો પ્રારંભ કરવામાં આવ્યો. ‘ખીચડી રથનો પ્રારંભ કર્યા બાદ અમે ચોખા, દાળ, તેલ, શાકભાજી, ગેસનો બાટલો જેવી વસ્તુઓનું દાન સ્વીકારવાનું પણ શરૂ કર્યું અને ધીમે ધીમે કાર્ય આગળ ચાલવા લાગ્યું.

ગુજરાત સરકારે વખાણ્યો પ્રયાસ

ત્રણેય મિત્રોના પ્રયાસનેસક્ષમ ભાવનગરપ્રોજેક્ટ હેઠળ કલેકટર તથા ગુજરાત સરકાર દ્વારા જિલ્લામાં ગરીબ, ભિક્ષુક તેમજ નિરાધાર બાળકો માટેની શ્રેષ્ઠ કામગીરી માટે જિલ્લા કક્ષાનો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. અંગે જય રાજ્યગુરુ કહે છે, "લોકો અમને એવું પણ કહે છે કે બાળકોને શિક્ષણ આપો, પરંતુ અમારું માનવું છે કે જ્યાં સુધી પેટ ખાલી હોય ત્યાં સુધી કોઈ પણ બાળક કે મનુષ્ય સારી રીતે કામ ના કરી શકે. કહેવાય છે ને કેભૂખ્યા ભજન થાય’. અમે બાળકોને જે ખીચડી પીરસીએ છીએ તે સાત્ત્વિક અને પોષકતત્ત્વોથી ભરપૂર હોય છે. કઠોળમાં સૌથી વધુ પ્રોટીન હોય છે અને એટલે અમે ખીચડીમાં વિવિધ પ્રકારની દાળ ઉમેરીએ છીએ.

બહેનની ખરાબ તબિયતે ઋષિને આપ્યો સ્ટાર્ટઅપનો આઇડિયા, આજે છે અરબપતિ


 

૧૦ વર્ષ પહેલાં કોલેજ છોડી ચૂકેલા ઋષિ શાહ આન્ત્રપ્રેન્યોર બનવાનું સપનું બહુ લાંબા સમયથી જોઈ રહ્યા હતા અને સપનું એવું જોયું કે અરબપતિ બનીને માન્યા. પોતાની મિત્ર સાથે મળીને શરૂ કરેલી કંપની આજે જે ઊંચાઈઓ પર પહોંચી ગઈ છે ત્યાં પહોંચવું બિલકુલ સરળ હતું. પણ જો મહેનત અને લગન ઋષિ જેવી હોય તો કંઈ પણ અશક્ય નથી. ભારતીય અમેરિકન ઋષિ શાહની સ્ટાર્ટઅપ કંપનીઆઉટકમ હેલ્થએક સોફ્ટવેરનો ઉપયોગ કરીને ફિઝિશિયન્સને સેવા આપવાની સાથે સાથે દર્દીઓના ઉપચાર સાથે જોડાયેલી જાણકારીઓ પણ આપે છે. કંપની ઉપચારથી લઈને મેડિકલ વોર્નિંગ જેવી ઘણી વાતો જણાવે છે. આજે આઉટકમ હેલ્થ માત્ર સૌથી નવી યૂનિકોર્ન કંપનીનો દરજ્જો હાંસલ કરી શકી છે પણ એક બિલિયન ડૉલર મૂલ્યની નજીક પહોંચનારી ૨૦૦ કંપનીઓની યાદીમાં ટોપ ૩૦માં સામેલ થઈ ચૂકી છે. ઋષિ છે કે "ડૉક્ટર્સની ઓફિસમાં ક્ધટેન્ટ પૂરી પાડતી કંપનીનો શરૂઆતી વિચાર મને મારી બહેનની પ્રેરણાથી આવ્યો. મારી બહેનને ટાઇપ ડાયાબિટીઝ છે. તેને ઇન્સૂલિન પંપ મળે તો તેની બ્લડ સુગર કાબૂમાં રહે છે. ડિવાઈસ બનાવતી, ઇન્સૂલિન બનાવતી, બ્લાસ ગ્લૂકોમીટર, ડૉક્ટર સૌ કોઈ ફાયદામાં છે પણ સૌથી વધુ ફાયદો છે દર્દીનો. ખાસ કરીને મારી બહેનને ખૂબ ફાયદો થયો.

શોખને વેપારમાં બદલીને હવે મચાવી રહ્યા છે.. ‘સિટીશોર

 

ઘણા લોકો એવાં હોય છે કે જેઓ વર્ષો સુધી એક શહેરમાં રહેતા હોવા છતાં પણ તે શહેરની ખૂબીઓ વિશે અજાણ હોય છે. તે શહેરની ખાસ જગ્યાઓ વિશે નથી જાણતા હોતા કે જે તેમની આસપાસ હોય છે. આવો અનુભવ અમદાવાદના પલ્લવ પારેખ અને પંકજ પાઠકને થયો હતો. જ્યારે તેમણે નરેન્દ્ર મોદીનું ભાષણ સાંભળ્યું કે જેમાં તેમણે જસુબેનના પિત્ઝાનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારે તેમને એમ લાગ્યું હતું કે આપણે વર્ષોથી અહીં રહેતા હોવા છતાં જગ્યા વિશે અજાણ છીએ, તેને શોધી નથી શક્યા અને આવા શહેરમાં કેટલાય લોકો હશે કે જેઓ જગ્યા વિશે નહીં જાણતા હોય. બસ ત્યારથી તેમણે અમદાવાદમાં એવી જગ્યાઓની શોધ શરૂ કરી દીધી કે જે ખાસ હોય પરંતુ તેના વિશે વધારે લોકો જાણતા હોય.

સિટીશોરશરૂ કરનારા પલ્લવ અને પંકજ બંનેના શોખ અલગ-અલગ છે. પલ્લવને હરવા-ફરવાનો શોખ છે તો પંકજને લખવા-વાંચવાનો. ઉદ્યોગસાહસિક બન્યા પહેલાં તેઓ બંને એક કંપનીમાં સાથે કામ કરતા હતા. આજે બંને સાથે મળીને વેપાર ચલાવી રહ્યા છે. લોકોની ટીમમાં ચાર વધુ એવા લોકો છે કે જે તેમને કામમાં મદદ કરે છે, જેમાં ચાહત શાહ, નિર્જરી શાહ, રાહુલ તેમજ શેખર નિર્મલનો સમાવેશ થાય છે. તમામ લોકો નવી જગ્યા અને નવા લોકોની શોધમાં હોય છે કે જેઓ એકદમ ખાસ હોય. તેમના વિશેની માહિતી તેઓસિટીશોરમાં આપે છે.

સિટીશોરજણાવે છે કે અમદાવાદમાં સારામાં સારું ખાવાનું, શાનદાર ફેશન, ફરવા માટેનાં જાણીતાં સ્થળો, શહેરમાં આયોજિત વિવિધ કાર્યક્રમો, ઘરની સજાવટ માટે સારામાં સારો સામાન, તેમજ મનોરંજન માટે કેટલી જગ્યાઓ છે અને તેમની વિશેષતા શું છે. ઉદાહરણ તરીકે, અમદાવાદમાં રહેતા કેટલા લોકો પાંખ વગરના પંખા ક્યાં મળે છે તેના વિશે જાણે છે ? ‘સિટીશોરએક ઓનલાઈન મીડિયા કંપની છે. જેનું લક્ષ્ય પ્રિન્ટ, રેડિયો, તેમજ હોર્ડિંગ્સના અંતરને ઘટાડવા છે, કે જે કોઈ પણ પ્રોડક્ટનો પ્રચાર કરવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. ‘સિટીશોરની ઔપચારિક શરૂઆત ૧૦ એપ્રિલ, ૨૦૧૩ના રોજ કરી દેવામાં આવી હતી. પરંતુ તેમણે તે વર્ષના જાન્યુઆરીથી કામ કરવાનું ‚ કરી દીધું હતું. તેઓ પોતાના માટે અન્ય ઓનલાઈન પાર્ટનર્સ શોધી રહ્યા છે. તેમના માટે ઓનલાઈન જાહેરાત આવકનો મોટો સ્રોત હોવાને કારણે તેઓ જાહેરાતના બજારને બદલવાની કોશિશ કરી રહ્યા છે. તેઓ અમદાવાદમાં રહીને પોતાનું કામ કરતા હોવાને કારણે તેઓને પોતાની ક્ષમતાનો સારી પેઠે અંદાજ છે. હાલ તેમની કોશિશ વિશ્ર્વાસપાત્ર લોકોને પોતાની સાથે જોડવાની છે. ત્યારબાદ તેઓ તેમના વિસ્તરણ વિશે વિચારણા કરશે.

લોકો અમદાવાદનાં દરેક નાકાં અને ખૂણેખાંચરે જઈને તેમનેસિટીશોરસાથે જોડવા માગે છે. ત્યારબાદ અન્ય શહેરોમાં પણ મોડલને અપનાવવાની યોજના છે. હાલમાં તેમણે એક અભિયાન ચલાવીને કેટલાક લોકોને પોતાને ત્યાં નોકરીએ રાખ્યા છે. અભિયાનનું નામ બેસ્ટ જોબ ઇન અમદાવાદરાખવામાં આવ્યું હતું. જેમાં એવા લોકોની શોધ કરી હતી કે જે લોકો ફિલ્મો જોવાના, ખાવા-પીવાના, ખરીદી કરવાના, ટ્વિટર અને ફેસબૂકને પસંદ કરવા ઉપરાંત અન્ય લોકોને મળવાનો શોખ ધરાવતા હોય.

જોબ ઇન્ટરવ્યુમાં પૂરતો સમય મળતાં યુવાનેવીડિયો CVબનાવતી કંપની સ્થાપી દીધી !


 

અમદાવાદમાં રહેતા ૩૩ વર્ષના ભાવેશ દવે એક ઈનોવેટિવ કામના કારણે જાણીતા બન્યા છે. કદાચ તમને ભાવેશ દવે નામ ના યાદ આવે.. પણ હા.. જો તમે એમ સાંભળો કે Mera Videowala CV’ તો તમને તરત યાદ આવી જશે budding.in

budding.in વેબ પોર્ટલ કંપની અને કર્મચારીઓ વચ્ચે સેતુ બને છે. બદલાતા સમયની સાથે ઈન્ટરવ્યુ લેનાર અને ઈન્ટરવ્યુ માટે જનાર બંનેએ પણ બદલાવું જોઈએ આવું માનનારા ભાવેશ દવેએ નવયુવાનો માટે વીડિયો સીવીનો નવો ક્ધસેપ્ટ સૌની સામે મૂક્યો છે.

કેવી રીતે આવ્યો વિચાર ?

ભાવેશ કહે છે : એક નોકરી માટે મારે મારા વિશે ઘણુ જણાવવું હતું. મારી ક્ષમતા, કાબેલિયત, આવડત બધા વિશે જણાવવું હતું. પણ મને ઈન્ટરવ્યુ લેનારે માટે તક આપી. પરિણામે હું લાયક હોવા છતાં નોકરી મળી. ત્યારે મને થયું કે હું વીડિયો સીવી તૈયાર કરીને જો તેમની સામે મૂકું તો મારે જે કહેવું છે તો હું કહી શકવાનો છું. મને મારા વિશે કહેવાની તક મળી, પણ વિચાર સાથે હું વીડિયો સીવી બનાવતી કંપની સ્થાપી શક્યો છું, જેનાથી હું કંપનીને કર્મચારી સુધી અને કર્મચારીઓને કંપની સુધી પહોંચાડવામાં પણ નિમિત બનું છુ. ૫૦,૦૦૦થી વધારે લોકો budding.in પોર્ટલની મુલાકાત લઈ ચૂક્યા છે.

શું છે વીડિયો સીવી ?

budding.in વેબ પોર્ટલને સર્ફ કરો એટલે તમને સાવ સરળતાથી અને સહજતાથી સમજાઈ જશે કે, શું છે વીડિયો સીવી. હજુ સુધી તમે જે વસ્તુ નથી જાણતા વીડિયો સીવીના ક્ધસેપ્ટનો ઘણા યુવાનો લાભ લઈ ચૂક્યા છે. પોતાનો વીડિયો સીવી બનાવી ચૂક્યા છે.

વીડિયો સીવી.. એક એવું સીવી છે કે જેમાં તમે ખુદ તમારી જાતને રજૂ કરો છો. એમ પણ કહેવાય કે, વીડિયો સીવી તમારી જાતને ઈન્ટરવ્યુ લેનાર સામે મૂકવાની કળા છે. સીવીમાં તમારે તમારા માટે તમામ વિગત ઈન્ટરવ્યુ લેનાર સામે મૂકવાની છે કે જે તમે લેખિતમાં તૈયાર કરાતા સીવીમાં લખો છો. લખાયેલી વિગત સિવાય વીડિયો સીવીનો સૌથી મોટો ફાયદો તમારી પર્સનાલિટીને ઈન્ટરવ્યુ લેનારની સામે મૂકવાનો થાય છે. આમ તો ઈન્ટરવ્યુ માટે તમે સીવી મોકલો એટલે તમારી બધી માહિતી એમાં મળી જવાની છે. પણ ખરેખર તો તમારું ઈન્ટરવ્યુ એટલે લેવાય છે કે જેથી તમારા ભણતર અને અનુભવ સિવાય તમારી પર્સનાલિટી કેવી છે.. તમે કેવા હાજરજવાબી છો.. તમારો આત્મવિશ્ર્વાસ કેવો છે.. તમામ બાબતથી કંપની કે ઇન્ટરવ્યુ લેનાર પરિચિત થઈ શકે. ને બાબત માટે તમને ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવતા હોવાનું માનવામાં આવે છે. જો તમે વીડિયો સીવી www.budding.in પોર્ટલ પર અપલોડ કરેલો હોય તો તમે લિંક કે વીડિયો કંપનીને આપો.. તેને જોઈને તમારી પર્સનાલિટી વિશે તેમજ તમારા આત્મવિશ્ર્વાસ વિશેનો પ્રાથમિક ખ્યાલ કંપની તેમજ ઇન્ટરવ્યુ લેનારને મળી શકે. ભાવેશ દવેએ budding.in તૈયાર કર્યુ તેનું લક્ષ્ય છે કે, તમારી પર્સનાલિટી અને વિશ્ર્વાસ જાણવાનું ઈન્ટરવ્યુ માટેનું જે પહેલું સ્ટેપ જે છે તેને સરળ બનાવવું. અને વારંવાર સ્ટેપ તમારે અનુસરવું પડે તેવી કોઈ વ્યવસ્થા કરવી. આમ કરવાથી ઈન્ટરવ્યુ આપનાર અને લેનાર બંનેનો ઘણો સમય બચી શકે છે અને તેઓ સીધા બીજા સ્ટેપ માટે મળી શકે છે.