ગ્રામવિકાસ અને કુટુંબપ્રબોધનનાં કાર્યોને સંઘ ગતિ આપશે

    ૧૧-નવેમ્બર-૨૦૧૭


 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની બે તૃતીયાંશ શાખાઓ ગામડાઓમાં અને એક તૃતીયાંશ નગરોમાં ચાલે છે. ભારતમાં લગભગ ૬૦ ટકા સમાજ આજે પણ ગામડાંઓમાં રહે છે. વર્તમાન સમયમાં સમાજ અનેક પ્રકારના પડકારોનો સામનો કરી રહ્યો છે. માટે સંઘની અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠકમાં શાખાઓના માધ્યમ થકી ગામડાંઓમાં હજુ વધુ કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો. ગ્રામીણક્ષેત્રે સમરસતા એક મોટો પડકાર છે. સંચાર માધ્યમોની ઉપલબ્ધતા છતાં પણ ગ્રામીણ ક્ષેત્રોમાં સાચી અને ઉપયોગી જાણકારીઓનો અભાવ છે. ગામડાંઓમાં સાચી જાણકારી અને દૃષ્ટિકોણ પહોંચાડવાનો પ્રયાસ કરવો જોઈએ. અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠકના સમાપન અવસરે સંઘના કાર્યવાહ શ્રી સુરેશ ભૈય્યાજી જોશીએ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન ત્રણ દિવસીય બેઠકમાં લેવાયેલ પ્રમુખ નિર્ણયોની જાણકારી આપતાં વાત કરી હતી.

સરકાર્યવાહ શ્રી ભૈય્યાજી જોશીએ જણાવ્યું હતું કે, અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠકમાં ગ્રામવિકાસ અને કુટુંબ પ્રબોધનના વિષય પર વિચાર-વિમર્શ કરી કાર્ય કરવાની યોજના બનાવવામાં આવી છે. ગત કેટલાક સમયથી ગામ અને ખેડૂતો અનેક પ્રશ્ર્નો સામે ઝઝૂમી રહ્યાં છે. સંઘનો વિચાર છે કે ખેડૂતને સ્વાવલંબી બનાવવાની દિશામાં કાર્ય કરવું જોઈએ. ખેડૂતોના પ્રશ્ર્નોને સમજી તેને અનુકૂળ નીતિ સરકારે બનાવવી જોઈએ. બેઠકમાં કૃષિ અંગે પણ વિચાર કરવામાં આવ્યો છે. સંઘ ખેડૂતોને જૈવિક ખેતી તરફ વાળવાનો પ્રયાસ કરશે. સંઘે દિશામાં યોજનાઓ પણ બનાવી છે. તેઓએ જણાવ્યું હતું કે ખેડૂતોને આર્થિક રૂપે સક્ષમ બનાવવાની જરૂર છે. તેના માટે સરકારે ખેડૂતોને તેમના પાક.નું યોગ્ય મૂલ્ય મળી રહે તેવી નીતિ બનાવવી જોઈએ. તેઓએ જણાવ્યું હતું કે, ગ્રામવિકાસ ક્ષેત્રમાં કાર્ય કરવા માટે સંઘ ૩૦-૩૫ ઉંમરની યુવાવર્ગની વ્યક્તિઓને પોતાની સાથે જોડશે.

શ્રી ભૈય્યાજી જોશીએ જણાવ્યું હતું કે, પરિવાર વ્યવસ્થાને સુદૃઢ બનાવવા માટે સંઘે કુટુંબ પ્રબોધનનું કામ હાથમાં લીધું છે. વ્યક્તિના નિર્માણમાં તેના પરિવારની ભૂમિકા ખૂબ મહત્ત્વપૂર્ણ રહેલી છે. બાળકોને સંસ્કાર અને જીવનદૃષ્ટિ પરિવારમાંથી મળે તો તેમનો વિકાસ યોગ્ય રીતે થાય છે. પરિવાર સમાજ જાગરણનું કેન્દ્ર બને તેના માટે સંઘના સ્વયંસેવકો કાર્ય કરી રહ્યા છે. સંઘ કાર્યના માધ્યમ થકી લગભગ ૨૦ લાખ પરિવારો સુધી પહોંચ્યો છે. એક અનુમાન મુજબ સવા કરોડ લોકો સંઘના સંપર્કમાં આવ્યા છે. સમાજમાં સકારાત્મક વાતાવરણનું નિર્માણ કરવા માટે કુટુંબ પ્રબોધનના કાર્યને આગળ વધારવાની જરૂર છે.

રોહિંગ્યા શરણાર્થી મુદ્દે તેઓશ્રીએ જણાવ્યું હતું કે, રોહિંગ્યા એક ગંભીર પ્રશ્ર્ન છે. આપણે વિચારવું જોઈએ કે આખરે મ્યાંમારથી તેઓને કેમ નિષ્કાચિત કરવામાં આવી રહ્યા છે ? મ્યાંમારની સરહદો અન્ય દેશો સાથે પણ જોડાયેલી છે, છતાં તે દેશોએ તેમને શરણ કેમ આપ્યું ? પણ જોવું રહ્યું કે અગાઉ આવેલા રોહિંગ્યાઓ દેશના કયા વિસ્તારમાં વસ્યા છે. તેઓએ જમ્મુ-કાશ્મીર અને હૈદરાબાદને પસંદ કર્યા છે. જે રોહિંગ્યા અત્યાર સુધી અહીં આવ્યા છે તેમના વ્યવહારથી બિલકુલ નથી લાગતું કે તે અહીં શરણાર્થી તરીકે આવ્યા છે. શરણાર્થીઓ સંબંધે સરકારે નીતિમાં બનાવવી જોઈએ જેમાં તેમને શરણ આપવાની નીતિ સ્થાન અને સમયગાળો નક્કી હોય અને સમયબાદ શરણાર્થીઓને પરત મોકલવાની નીતિ બને. ભારતે હંમેશા શરણાર્થીઓનું સ્વાગત કર્યંુ છે, પરંતુ જેમને શરણ અપાઈ રહ્યું છે. તેઓની પૃષ્ઠભૂમિ પણ ધ્યાનમાં લેવી જોઈએ. માનવતાને નાતે વિચાર કરવાની પણ એક મર્યાદા હોય છે અને જે લોકો રોહિંગ્યાનું સમર્થન કરી રહ્યા છે. તેઓની પૃષ્ઠિભૂમિને પણ જોવી અને સમજવાની ‚ છે.

રામમંદિર સંબંધિત પ્રશ્ર્નના જવાબમાં તેઓએ કહ્યું હતું કે, સંઘ ઇચ્છે છે કે પહેલાં તમામ અવરોધો દૂર થાય ત્યાર બાદ રામમંદિરનું નિર્માણ થાય. અવરોધોને દૂર કરવા માટે સરકારે પ્રયત્નો કરવા જોઈએ. હાલ કારસેવકપુરમમાં રામમંદિર નિર્માણની તૈયારીઓ ચાલી રહી છે. જેવા અવરોધો દૂર થશે કે તરત મંદિર નિર્માણનું કામ શરૂ થઈ જશે. આરક્ષણ અંગે તેઓએ જણાવ્યું હતું કે, ડૉ. બાબાસાહેબ આંબેડકરજીએ જે ઉદ્દેશ્યથી આરક્ષણની વ્યવસ્થા કરી છે તે ઉદ્દેશ્યની પૂર્તિ સુધી આરક્ષણ રહેવું જોઈએ. આરક્ષણ મેળવતાં સમાજે નક્કી કરવું રહ્યું કે તેઓને ક્યાં સુધી આરક્ષણની રૂરિયાત છે.

પ્રસંગે અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ ડૉ. મનમોહનજી વૈદ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા.