કેરળમાંરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાની હત્યા

    ૧૩-નવેમ્બર-૨૦૧૭

 
કેરળમાંરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓની હત્યાઓ રોકાઇ રહી નથી. રવિવારે બપોરે સંઘના વધુ એક કાર્યકર્તાની બપોરે કરપીણ હત્યા કરી દેવામાં આવી છે.પોલીસના જણવ્યા અનુસાર મોટર સાઇકલ પર જઇ રહેલા સંઘ કાર્યકર્તા આનંદન (23 વર્ષ) પર કારમાં સવાર સીપીએમ કાર્યકર્તાઓએ હુમલો કર્યો હતો. અને છરી મારીને તેની હત્યા કરી દેવામાં આવી હતી.
 
ઉપચાર આપવા છતાં ન બચ્યો જીવ…
 
ઘટના રવિવારની છે. આનંદન પોરાની બાઈક લઈ ઘરે જતો હતો. તે સમયે કેટલાંક લોકો તેની પાસે આવ્યા અને અને તેના પર અચાનક હુમલો કરી દીધો. ગંભીર રીતે ઘાયલ આનંદનને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયો પણ તેને બચાવી ન શકાયો. આ સંદર્ભે પોલીશે કેસ નોંધ્યો છે, હત્યારાની તલાશ પોલીસ કરી રહી છે.
 
 
૨૬૭  કાર્યકર્તાની હત્યાઓ
 
એક અહેવાલ પ્રમાણે વર્ષ 2001થી અત્યારસુધીમાં રાજ્યમાં ભાજપના 120 કાર્યકરોની હત્યા કરવામાં આવી છે. કેરળમાં છેલ્લાં ૫૦ વર્ષોમાં આર.એસ.એસ. સાથે સંબંધિત ૨૬૭ લોકોની હત્યાઓ થઈ છે. તેમાંથી ૨૩૨ લોકો સી.પી.એમ. દ્વારા માર્યા ગયા હતા. ૨૦૧૦ પછી, સોળ આર.એસ.એસ. કાર્યકર્તાઓની સીપીએમ દ્વારા હત્યા કરવામા આવી. કોઈના પગ કાપી દેવામાં આવ્યા, તો કોઈની આંખ ફોડી નાંખવામાં આવી. અસંખ્ય કાર્યકર્તાઓને મારપીટ કરી જીવનભર માટે અપંગ બનાવી દેવામાં આવ્યા. આવા ઘાયલોની સંખ્યા માર્યા ગયેલા લોકોની સંખ્યાથી લગભગ છ ગણી છે. ગયા વર્ષે સીપીએમના મુખ્યમંત્રી પી. વિજયનના આવ્યા બાદ રાજ્યમાં 14 હત્યા થઇ છે.