@@INCLUDE-HTTPS-REDIRECT-METATAG@@ ભાજપે એક સાથે ૭૦ ઉમેદવારો જાહેર કર્યા વાંચો કોણ કોણ છે આ યાદીમાં...

ભાજપે એક સાથે ૭૦ ઉમેદવારો જાહેર કર્યા વાંચો કોણ કોણ છે આ યાદીમાં...

 


 
 
આજે ભાજપે એક સાથે ૭૦ ઉમેદવારો જાહેર કર્યા છે. પ્રથમ યાદી મુજબ મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ પશ્ચિમથી ચૂંટણી લડશે. જયારે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ મહેસાણાથી ચૂંટણી લડશે. જયારે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણી ભાવનગર પશ્ચિમથી ચૂંટણી લડશે. ગુજરાતમાં ૧૮ર બેઠકો માટે ૯ ડિસેમ્બર અને ૧૪ ડિસેમ્બરે મતદાન થશે. ૭૦ ઉમેદવારોની યાદીમાં પ્રથમ તબક્કાની ચૂંટણી માટેના ૪પ ઉમેદવારો છે જયારે બીજા તબક્કાની ચૂંટણી માટેના રપ ઉમેદવારો છે.
 
ભાજપે જે ૭૦ ઉમેદવારો જાહેર કર્યા છે તેમાં ચાર મહિલાઓને ટીકીટ આપવામાં આવી છે. ત્રણ વર્તમાન ધારાસભ્યો પૈકી ભાવનગર પુર્વમાંથી વિભાવરીબેન દવે, વડોદરા શહેરથી મનીષાબેન વકીલ, લીંબાયતથી સંગીતાબેન પાટીલ અને અગાઉ ખેડબ્રહ્માથી હારી ગયેલા રમીલાબેન બારાને ફરીથી ટીકીટ આપવામાં આવી છે. ભાજપ સરકારના મંત્રી ભુપેન્દ્રસિંહ ધોળકા, શંકરસિંહ ચૌધરી વાવ, દિલીપ ઠાકોર ચાણસ્મા, ચીમન શાપરીયા જામજોધપુર, જશાભાઇ બારડ સોમનાથ, જયદ્રથસિંહ પરમાર હાલોલ, ગણપત વસાવા માંગરોળ, રાજેન્દ્ર ત્રિવેદીને રાવપુરા બરોડાથી ટીકીટ આપવામાં આવી છે. હવે ટુંક સમયમાં ભાજપ બીજી યાદી જાહેર કરશે.