ભાજપે એક સાથે ૭૦ ઉમેદવારો જાહેર કર્યા વાંચો કોણ કોણ છે આ યાદીમાં...

    ૧૭-નવેમ્બર-૨૦૧૭
 


 
 
આજે ભાજપે એક સાથે ૭૦ ઉમેદવારો જાહેર કર્યા છે. પ્રથમ યાદી મુજબ મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ પશ્ચિમથી ચૂંટણી લડશે. જયારે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ મહેસાણાથી ચૂંટણી લડશે. જયારે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણી ભાવનગર પશ્ચિમથી ચૂંટણી લડશે. ગુજરાતમાં ૧૮ર બેઠકો માટે ૯ ડિસેમ્બર અને ૧૪ ડિસેમ્બરે મતદાન થશે. ૭૦ ઉમેદવારોની યાદીમાં પ્રથમ તબક્કાની ચૂંટણી માટેના ૪પ ઉમેદવારો છે જયારે બીજા તબક્કાની ચૂંટણી માટેના રપ ઉમેદવારો છે.
 
ભાજપે જે ૭૦ ઉમેદવારો જાહેર કર્યા છે તેમાં ચાર મહિલાઓને ટીકીટ આપવામાં આવી છે. ત્રણ વર્તમાન ધારાસભ્યો પૈકી ભાવનગર પુર્વમાંથી વિભાવરીબેન દવે, વડોદરા શહેરથી મનીષાબેન વકીલ, લીંબાયતથી સંગીતાબેન પાટીલ અને અગાઉ ખેડબ્રહ્માથી હારી ગયેલા રમીલાબેન બારાને ફરીથી ટીકીટ આપવામાં આવી છે. ભાજપ સરકારના મંત્રી ભુપેન્દ્રસિંહ ધોળકા, શંકરસિંહ ચૌધરી વાવ, દિલીપ ઠાકોર ચાણસ્મા, ચીમન શાપરીયા જામજોધપુર, જશાભાઇ બારડ સોમનાથ, જયદ્રથસિંહ પરમાર હાલોલ, ગણપત વસાવા માંગરોળ, રાજેન્દ્ર ત્રિવેદીને રાવપુરા બરોડાથી ટીકીટ આપવામાં આવી છે. હવે ટુંક સમયમાં ભાજપ બીજી યાદી જાહેર કરશે.
 
        • રાજકોટ પશ્ચિમ - વિજયભાઈ રૂપાણી
        • મહેસાણા - નીતિનભાઈ પટેલ
        • ભાવનગર પશ્ચિમ - જીતુભાઈ વાઘાણી
        • અંજાર - વાસણભાઈ આહીર
        • વાવ - શંકરભાઈ ચૌધરી
        • થરાદ - પરબતભાઈ પટેલ
        • દિયોદર - કેશાજી ચૌહાણ
        • ચાણસ્મા - દિલીપજી વીરજી ઠાકોર
        • ખેરાલુ - ભરતસિંહ ડાભી
        • હિંમતનગર - રાજેન્દ્રકુમાર રણજીતસિંહ ચાવડા
        • ખેડબ્રહ્મા - રમીલાબેન બેચરભાઈ બારા
        • ભીલોડા - પી. સી. બરંડા
        • મોડાસા - ભીખુસિંહ ચતુરસિંહ પરમાર
        • દશક્રોઈ - બાબુભાઈ જે. પટેલ
        • ધોળકા - ભુપેન્દ્રસિંહ ચુડાસમા
        • લીંબડી - કીરીટસિંહ રાણા
        • વઢવાણ - ધનજીભાઈ પટેલ
        • જસદણ - ભરતભાઈ બોઘરા
        • જેતપુર - જયેશભાઈ રાદડીયા
        • જામનગર ગ્રામ્ય - રાઘવજીભાઈ પટેલ
        • જામનગર ઉત્તર - ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા (હકુભા)
        • જામજોધપુર - ચિમનભાઈ સાપરીયા
        • ખંભાળીયા - કાલુભાઈ ચાવડા
        • દ્વારકા - પબુભા વીરમભા માણેક
        • માંગરોળ - ભગવાનજીભાઈ કરગટીયા
        • જૂનાગઢ - મહેન્દ્રભાઈ મશરૂ
        • સોમનાથ - જશાભાઈ માણાભાઈ બારડ
        • તાલાળા - ગોવિંદભાઈ પરમાર
        • ધારી - દિલીપભાઈ સંઘાણી
        • અમરેલી - બાવકુભાઈ ઉંધાડ
        • રાજુલા - હીરાભાઈ સોલંકી
        • મહુવા - રાઘવજીભાઈ મકવાણા (આર.સી.)
        • ભાવનગર ગ્રામ્ય - પરસોતમભાઈ ઓધવજીભાઈ સોલંકી
        • ભાવનગર પૂર્વ - વિભાવરીબેન દવે
        • ગઢડા - આત્મારામભાઈ પરમાર
        • અમરેઠ - ગોવિંદભાઈ રાઈજીભાઈ પરમાર
        • સોજીત્રા - વિપુલભાઈ વિનુભાઈ પટેલ
        • મહેમદાબાદ - અર્જુનસિંહ ચૌહાણ
        • ઠાસરા - રામસિંહ પરમાર
        • બાલાસિનોર - માનસિંહ ચૌહાણ
        • ગોધરા - જેઠાભાઈ આહિર
        • હાલોલ - જયદ્રથસિંહ પરમાર
        • સાવલી - કેતનભાઈ ઈનામદાર
        • જેતપુર (પાવી) - જયંતિભાઈ રાઠવા
        • વડોદરા શહેર - મનીષાબેન વકીલ
        • રાવપુરા - રાજેન્દ્રભાઈ ત્રિવેદી
        • માંજલપુર - યોગેશભાઈ પટેલ
        • પાદરા - દિનેશભાઈ પટેલ
        • કરજણ - સતીશભાઈ બાલુભાઈ પટેલ
        • નાંદોડ - શબ્દશરણભાઈ તડવી
        • ડેડીયાપાડા - મોતીભાઈ પી. વસાવા
        • વાગરા - અરૂણસિંહ રાણા
        • જાઘડીયા - રવજીભાઈ વસાવા