સમાચાર : કેરલનાં મંદિરોમાં ૬ દલિતો પૂજારી બન્યા

    ૧૮-નવેમ્બર-૨૦૧૭

 
ત્રાવણકોર દેવસ્વોમ (મંદિર) નિયુક્તિ બોર્ડે દલિત સમુદાયના ૬ વ્યક્તિઓને પૂજારી બનાવી ઇતિહાસ સર્જ્યો છે. બોર્ડ દ્વારા બહાર પડાયેલ યાદીમાં ૩૬ ગેરબ્રાહ્મણ પૂજારીઓનાં નામ છે. સૌપ્રથમ વખત બોર્ડ દ્વારા દલિતોને પૂજારી બનાવાયા છે. પૂજારીઓની પસંદગી લેખિત પરીક્ષા અને રૂબરૂ મુલાકાત થકી કરવામાં આવી હતી. આ પસંદગીનું મોડેલ બિલકુલ રાજ્ય લોકસેવા આયોગ જેવું જ છે.

 
જે શીખને પોસ્ટરમાં આતંકી ચીતર્યા હતા તે જ હોબેકન શહેરના મેયર બન્યા
 
અમેરિકાના ન્યૂજર્સી સ્થિત હોબેકન શહેરના મેયર પદના ટસોટસના મુકાબલામાં મૂળ ભારતીય શીખ રવિન્દ્રભલ્લાએ બાજી મારી લીધી છે. ભલ્લા હવે હોબેકન શહેરના પ્રથમ ભારતીય શીખ મેયર બની ગયા છે. મેયર પદની આ મુકાબલો ત્યારે રસપ્રદ બની ગયો હતો, જ્યારે તેમના વિરોધીઓએ પોસ્ટરમાં તેમની સરખામણી એક આતંકવાદી તરીકે કરી હતી. ઉલ્લેખનીય છે કે ભલ્લા સાત વર્ષથી વધુ સમય અહીંની નગર પરિષદનો હિસ્સો રહી ચૂક્યા છે.
કર્ણાવતી ખાતે જગદ્ગુરુનાં વિચારો જનજનમાં પહોંચાડવા માટે ડાયરાનું આયોજન
 
ભારત જ નહીં, વિશ્ર્વભરમાં ચિંતકો જેમનાં તત્ત્વજ્ઞાનને વાંચી રહ્યા છે અને રાષ્ટ્રને અખંડિત રાખવામાં મહત્ત્વનું યોગદાન આપનારા જગદ્ગુરુનું આદિ શંકરાચાર્યજીના જીવનનાં વિચારોને ‘ડાયરા’ રૂપે રજૂ કરી નવી પેઢી અને જનસામાન્ય સુધી પહોંચાડવાનો આ શ્રેષ્ઠ પ્રયાસ છે. આજનો દિવસ ખૂબ જ ઐતિહાસિક છે. રાષ્ટ્રની એકતા માટે અને સંસ્કારોનાં સિંચન માટે જે વિચાર આપ્યા તે સ્મરણ કરવાનો દિવસ છે, એમ દ્વારકા શારદાપીઠ અને જ્યોતિષ્પીઠાધીશ્ર્વર જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વ‚પાનંદ સરસ્વતીજીના શિષ્ય, દંડી સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજે ૧૧ નવેમ્બરના રોજ અધ્યાત્મ વિદ્યા મંદિર દ્વારા આયોજિત ભગવાન આદિ શંકરાચાર્યજીના જીવનવૃત્ત ઉપર આધારિત એક ભવ્ય ડાયરા દરમિયાન જણાવ્યું હતું. અમદાવાદનાં વસ્ત્રાપુર સ્થિત એમ્ફી થિયેટરમાં આયોજિત આ ડાયરા પ્રસંગે અધ્યાત્મ વિદ્યામંદિર, અમદાવાદના પૂજ્ય સ્વામી વિદિતાત્માનંદજી સહિત મોટી સંખ્યામાં સાધુ-સંતો અને નગરજનો ઉપસ્થિત રહ્યાં હતા. ઉલ્લેખનીય છે કે રસપ્રદ લોકશૈલીમાં ‘ડાયરા’ રૂપે હાસ્ય કલાકાર સાંઈરામ દવે અને પ્રસિદ્ધ ગુજરાતી કવિ તુષાર શુક્લએ રજૂ કર્યું હતું. વિશેષતા એ રહી કે જગદ્ગુરુનાં કાર્યને લોકભોગ્ય બનાવવા માટે આ બંને કલાકારોએ ભક્તિસેવા આપી હતી.
આતંકી વિચારધારાને ખતમ કરીને જ આતંકવાદને ખતમ કરાશે : શ્રી અરુણકુમારજી
 
ભારતીય જનસંચાર સંસ્થાનમાં આયોજિત યુવા વિમર્શ સંમેલનના સમાપન અવસર પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય સહસંપર્ક પ્રમુખ અરુણકુમારજીએ ચીન પાકિસ્તાનની ભારતને લઈને રણનીતિ અને આતંકવાદ જેવા સંવેદનશીલ મુદ્દે ઉદ્બોધન આપ્યું હતું. તેઓશ્રીએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓનો સફાયો ખૂબ જ જ‚રી છે, પરંતુ તેનાથી પણ જરૂરી તેમની ખતરનાક વિચારધારાને ખતમ કરવાની છે. આતંકી વિચારધારાનો પ્રસાર કરતા લોકો સુધી પહોંચવું પડશે. આઈએસ સાથે વિશ્ર્વભરના લોકો જોડાયા છે. તે માત્ર બંદૂકનાં બળે નથી થયું. તેઓએ તેમના દિમાગ પર એક રીતે કબજો જમાવી દીધો છે. સોશિયલ મીડિયા અને મીડિયા મારફતે પાકિસ્તાન આસાનીથી આપણે ત્યાં અશાંતિ ફેલાવી શકે છે. સહારનપુર તેનું ઉદાહરણ છે. ત્યારે જો આપણે આપણા નાનાં-નાનાં મૂલ્યોને બનાવી રાખીશું, તેના પર કાયમ રહીશું તો કોઈ તાકાત આપણને આપણા માર્ગથી ડગાવી નહીં શકે. રાષ્ટ્રીય સુરક્ષા માટે આપણે ખુદ પણ જાગૃત રહેવું પડશે અને સમાજની જાગ‚કતા માટે અભિયાન ચલાવવું પડશે.
 
યોગ શીખવનાર મુસ્લિમ યુવતીનો મૌલવીઓને જડબાતોડ જવાબ
 
ઝારખંડમાં યોગ શીખવનાર મુસ્લિમ યુવતી રાફિયા નાઝને ખુદના જ સમુદાયના લોકો તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. તેના સમુદાયના કેટલાક લોકો દ્વારા તેને વારંવાર યોગ ન શીખવવાની ધમકીઓ મળી રહી છે. પોતાના પરિવારમાં એક માત્ર કમાનાર આ મુસ્લિમ યુવતીને મળી રહેલી ધમકીથી તેનો પરિવાર ડરેલો છે. જો કે રાફિયાએ તેનો વિરોધ કરતા ફતવા પાડનારાઓ અને ધમકીઓ આપનારને જડબાતોડ જવાબ આપતાં કહ્યું છે કે, હું મારા જીવનના છેલ્લા શ્ર્વાસ સુધી યોગ શીખવાડતી રહીશ.
ભારતે કર્યું ‘નિર્ભય’ મિસાઈલ પરીક્ષણ
 
ભારતે સ્વદેશી સબસોનિક ક્રૂઝ મિસાઈલ ‘નિર્ભય’નું સફળ પરીક્ષણ કરીને દુશ્મન દેશોને થથરાવ્યા છે. ૧૦૦૦ કિ.મી.ની ક્ષમતા ધરાવતી આ મિસાઈલ આંખના પલકારામાં આખા કરાચીને નેસ્તનાબૂદ કરી શકે તેમ છે. ૩૦૦ કિ.ગ્રા. દા‚ગોળો લઈ જઈ શકતી આ મિસાઈલનું પરીક્ષણ ઓરિસ્સામાં બાલાસોરના ચાંદીપુર પરીક્ષણ કેન્દ્રથી કરવામાં આવ્યું હતું. રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) નિર્મિત મિસાઈલનું આ પાંચમું પરીક્ષણ હતું. નોંધનીય છે કે વીતેલાં ચાર પરીક્ષણમાંથી માત્ર એક પરીક્ષણ જ સફળ રહ્યું હતું. નિર્ભયનું પહેલું પરીક્ષણ ૨૦૧૨માં કરવામાં આવ્યું હતું. નિર્ભય મિસાઈલ દરેક ઋતુમાં કામ કરી શકતી એક હાઈટેક મિસાઈલ છે. ઓછા ખર્ચે અને લાંબા અંતરની સાથે પરમાણુ હથિયાર લઈ જઈ શકતી આ ક્રૂઝ મિસાઈલ છે. છ મીટર લાંબી અને આશરે ૧૫૦૦ કિલોનું વજન ધરાવે છે.
 
અમરેલીમાં વૈદિક લગ્ન-સંસ્કાર અને બાબરિયાવાડમાં આહિર સમાજના સમૂહ લગ્નમાં ૫૦૦૦ લોકોનો વ્યસનમુક્તિ સંકલ્પ
 
રાજુલાના બાબરિયા વાડમાં બાબરિયાધાર ગામે આહિર સમાજનાં ૨૧ સમૂહલગ્નમાં ખેડૂતોને જળક્રાંતિ ટ્રસ્ટના જામકા અને લુણિધારમાં ચેકડેમ - તળાવ યોજનાથી વાર્ષિક ૧૦-૧૦ કરોડ ‚પિયાન કૃષિ ઉત્પાદન વૃદ્ધિ, ગ્રામ્ય રોજગારી - ઘાસચારામાં બમણી વૃદ્ધિનાં પરિણામો તથા ૧૦ હજાર ગામોમાં લોકોના આંગણે બંધાયેલી ૩ લાખ ગીર - કાંકરેજ - દેશી ગાયો અને ગાય આધારિત કૃષિનાં સફળ પરિણામો વર્ણવી ૫૦૦૦ લોકોને જળરક્ષા ગોપાલન, ગાય આધારિત કૃષિ કરવા અને તમાકુ-માવા-મસાલાને વ્યસનને સંપૂર્ણ તિલાંજલિનો મહાસંકલ્પ લેવડાવ્યો હતો.
મનસુખભાઈ સુવાગીયાના દીકરાના વૈદિક લગ્ન સંસ્કારની પ્રેરણા લઈ લીલીયા તાલુકાના પૂંજાપાદરના અરવિંદભાઈ રામાણીએ પોતાની દીકરીના લગ્ન વૈદિકનો સંકલ્પ કર્યો. કાર્તિકી પૂર્ણિમાની રાત્રિએ યોજાયેલ લગ્નમાં ગાયનું ઘી-દેશી ગોળની મીઠાઈ અને સૌરાષ્ટ્રનું પરંપરાગત પીરસાયું હતું. આ પ્રસંગે ભોજન પ્રેરક પ્રવચનમાં મનસુખભાઈ સુવાગીયાએ દેશી ગાયના દૂધ, ઘીનો આહારનું મહત્ત્વ કરી વ્યસનમુક્તિનો સંકલ્પ લેવડાવ્યો હતો.
આ પ્રસંગે નવદંપતીનું મહાજીવંતિકા વનસ્પતિ, રામાયણ અને ગોસત્વ પુસ્તકથી સમગ્ર દેશને પ્રેરણારૂપ સન્માન કરાયું. તમામ મહેમાનોને મનસુખભાઈ સુવાગીયા લિખિત ‘ગોસત્ત્વ’ પુસ્તક ભેટ આપવામાં આવ્યું હતું. તો, નેસડી ગામે ૫૦૦ ખેડૂતોને વ્યસનમુક્તિ, આંગણે ગોપાલન-ગાય આધારિત કૃષિ અને દેશી આંબાની ઉત્તમ જાતો બચાવવાનો સંકલ્પ લેવડાવ્યો હતો.