@@INCLUDE-HTTPS-REDIRECT-METATAG@@ એટીએમમાંથી ૧૦૦ રૂપિયા ઉપાડ્યા, પણ નીકળી ૫૦૦-૨૦૦ની નોટ

એટીએમમાંથી ૧૦૦ રૂપિયા ઉપાડ્યા, પણ નીકળી ૫૦૦-૨૦૦ની નોટ


 

ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લાના કલવારી વિસ્તારમાં એક એટીએમમાં મોટો ગોટાળો સામે આવ્યો છે. પંજાબ નેશનલ બેન્કના એટીએમમાંથી ૧૦૦ રૂપિયાની નોટ કાઢવા પર ૫૦૦ અને ૨૦૦‚રૂપિયાની નોટ કાઢવા પર ૨૦૦૦ રૂપિયાની નોટ નીકળી રહી છે. એટલે કે જે લોકો પણ ૫૦૦ રૂપિયાથી ઓછી રકમની નોટ કાઢે છે તેને ૫૦૦ અને ૨૦૦૦ રૂપિયાની નોટ મળી રહી છે. સમાચાર વાયુવેગે પ્રસરતાં લોકોની ભીડ લાગી ગઈ.

પૂરા પ્રકરણની જાણકારી બેન્કના બ્રાન્ચ મેનેજરને મળતાંથી સાથે સ્ટાફમાં અફરાતફરી મચી ગઈ. બ્રાન્ચ મેનેજરે તાત્કાલિક એટીએમમાં પહોંચીને તેને બંધ કરી દીધું અને તપાસ રૂ કરી. જણાવવામાં આવી રહ્યું છે કે, બપોરે આશરે બે વાગ્યે પીએનબીમાં પૈસા ઉપાડવા ગયેલા લોકો ત્યારે દંગ રહી ગયા જ્યારે ઓછા પૈસા ઉપાડવા છતાં મશીનમાંથી ૫૦૦ અને હજારની નોટો નીકળવા લાગી.