કવર સ્ટોરી : ડબ્બાબંધ અને સિલબંધ ખોરાક સેહત કે લિયે તૂ તો હાનિકારક હૈ

    ૨૫-નવેમ્બર-૨૦૧૭


ભારતીય ખાદ્ય નિયામક સંસ્થા ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટેર્ડ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયા દ્વારા ખાન-પાનની સામગ્રીના પેકેજિંગને લઈને નવા નિયમ બહાર પાડવાના નિર્દેશ આપ્યા છે તે સરાહનીય છે, પરંતુ જે રીતે આપણા દેશમાં પરંપરાગત ભારતીય ખોરાકની રીતોને બદલે ડબ્બાબંધ અને સિલપેક ખોરાકની બોલબાલા વધી રહી છે. તે સ્વસ્થ સમાજ માટે હાનિકારક છે. શું છે ડબ્બાબંધ અને સિલબંધ ખોરાકની અસલિયત? કેવી રીતે આપણે ખુદ એને આરોગી શરીરમાં ઝેર નાખીએ છીએ ? શું છે ખોરાકના ખતરા અને શું કરે છે આપણી ભારતીય પરંપરા... પ્રસ્તુત છે અંગે વિશેષ અહેવાલ...

વર્તમાન વ્યસ્ત જીવનશૈલીમાં કહેવાય છે કે, માણસને ખાવાનો પણ પૂરતો સમય મળતો નથી ત્યારે ભોજન બનાવવાનો સમય કાઢવો પણ એક સમસ્યા બની રહી છે. સ્વાભાવિક રીતે આવા સમયે લોકો બજારમાં મળતા તૈયાર ભોજન પ્રત્યે આકર્ષાય. લોકો હોંશે હોંશે બજારમાં ઉપલબ્ધ ડબ્બાબંધ ખોરાક ખરીદે છે અને લિજ્જતથી આરોગે પણ છે. સિલબંધ ખોરાક જમવાની પદ્ધતિ પશ્ર્ચિમના ધમાલિયા જીવનનો ભાગ બની છે. જ્યાં પરિવારના બંને નોકરી કરતા હોય ત્યાં તૈયાર ફૂડ ખવાય. આપણા દેશમાં આવું નથી પરંતુ પરંપરા હાલ ભારતમાં ખાસ કરીને મોટાં અને ઠીક-ઠીક પ્રમાણમાં મધ્યમ કદનાં શહેરો-નગરોમાં પાંગરી રહી છે. આજે આવાં શહેરોમાં લાખો પરિવારો હશે જેઓ સંપૂર્ણ રીતે પેકડ ફૂડ એટલે કે તૈયાર ડબ્બાબંધ ભોજન પર નિર્ભર બની ચૂક્યા છે, પરંતુ લોકોને વાતની બિલકુલ ખબર નથી કે તેઓ પ્રકારનો ખોરાક ખાઈ પોતાના સ્વાસ્થ્ય સાથે કેટલી મોટી છેતરપિંડી કરી રહ્યા છે કે પછી તેઓ જાણી જોઈને બાબતને નજરઅંદાજ કરી રહ્યા છે કે પછી નજરઅંદાજ કરવા મજબૂર છે.

જીવનને સરળ બનાવતી ચીજ-વસ્તુઓનો ઉપયોગ કરવો ખોટું નથી, પરંતુ જીવનને સ્વસ્થ રાખનાર ચીજવસ્તુઓનો ઉપયોગ કરવો અને સ્વાસ્થ્યને હાનિ પહોંચાડતી ચીજવસ્તુઓથી બચવું પણ એટલું રૂરી છે. હાલના સમયમાં ડબ્બાબંધ ખોરાક રૂરી પણ છે, પરંતુ તેની આદત પડી જાય આપણા સ્વાસ્થ્ય માટે રૂરી છે સૂત્રને યાદ રાખી આવા ખોરાકનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો જોઈએ. આપણામાનાં મોટાભાગના લોકો જ્યારે કોઈ ડબ્બાબંધ કે પેકડફૂડ ખરીદી લાવે છે ત્યારે તેના પર લખાયેલ લેબલમાં ટ્રાન્સફર, પ્રિઝર્વેટિવ કે મોનોસોડિયમ ગ્લૂટામેટ એટલે કે એમએસજીનો ઉપયોગ થયો નથી, પરંતુ ખોરાકમાં એવાં અનેક છૂપાં તત્ત્વો પણ હોય છે જેને કારણે તૈયાર ભોજનના એકધાર્યા અને લાંબાગાળાના ઉપયોગને કારણે ડાયાબિટીઝ, મેદસ્વિતા ત્યાં સુધી કે કેન્સર જેવા ગંભીર રોગો થવાની શક્યતા પણ અનેકગણી વધી જાય છે.

સિલબંધ ખોરાકની હકીકતને જાણો

સિલબંધ ખોરાકની પ્રક્રિયા એવી હોય છે કે લાંબા સમય સુધી તેને સ્ટોર કરી (સંગ્રહી) શકાય અને ખાવા યોગ્ય અને સ્વાદિષ્ટ રહી શકે, પરંતુ યાદ રહે કે પ્રક્રિયા દરમિયાન તેમાં તાજા બનેલા ખોરાક જેટલું પોષણ જાળવી રાખવું અશક્ય છે. મોટી અને જાણીતી બ્રાન્ડ તો પોતાના ઉત્પાદનોમાં ખાંડ-મીઠું અને ફેટ જેવી ચીજો સારી ક્વોલિટીની વાપરતી હોય છે. જ્યારે નાની અને ઓછી જાણીતી બ્રાન્ડમાં ગુણવત્તાની કોઈ ગેરંટી હોતી નથી. આવી કંપનીઓ પોતાનાં ઉત્પાદનો લાંબા સમય સુધી તાજાં દેખાય તે માટે તે રંગ અને ફ્લેવર જાળવી રાખવા માટે કૃત્રિમ સુગર, મીઠું, વગેરેનો મોટા પાયે ઉપયોગ કરે છે.

તૈયાર સિલબંધ ખોરાકમાં હાનિકારક તત્ત્વો

કૃત્રિમ સુગર

આપણે બજારમાંથી જ્યારે કોઈ તૈયાર ફૂડ (ખોરાક) ખરીદી લાવીએ છીએ ત્યારે તેના પર લાગેલ સુગર ફ્રીના લેબલથી સંતોષ માની લઈએ છીએ, પરંતુ આપણે એવું ક્યારેય વિચારતાં નથી કે આમાં કૃત્રિમ સુગરનો ઉપયોગ થયો છે. ડાયાબિટીઝવાળા લોકો આવા ખોરાકને પોતાને માટે વરદાન માની હોંશે હોંશે ખાતા હોય છે, પરંતુ તેમને વાતનો જરા સરખો અંદાજ નથી હોતો કે, સેક્રીન, એસ્પારેટમ અને ફૂક્ટોસ જેવી કૃત્રિમ સુગર તેમાં ભેળસેળ હોય છે. સરળતાથી અને એકદમ ઓછી કિંમતે મળી રહેવાને કારણે વસ્તુનો ઉપયોગ લગભગ દરેક બ્રાન્ડમાં થતો હોય છે. સંશોધનોમાં સાબિત થયું છે કે લાંબાગાળે તત્ત્વો તમને કેન્સરના મુખમાં ધકેલી દે છે.

મોનોસોડિયમ ગ્લૂટામેટ એટલે કે એમએસજી

તત્ત્વ કૃત્રિમ અને પ્રાકૃતિક એમ બન્ને રીતે મળી રહે છે. મોનોસોડિયમ ગ્લૂટામેટ મોટાભાગે ફ્લેવર વધારવા માટે વપરાય છે, પરંતુ તેની સૌથી મોટી સમસ્યા છે કે, તેના વધુ પડતા સંપર્કને કારણે માઈગ્રેનની બીમારી થાય છે.

સોડિયમ નાઈટ્રેટ

ડબ્બાબંધ કે સિલબંધ ખોરાકને લાંબા સમય સુધી તાજો રાખવા માટે તેમાં સોડિયમ નાઈટ્રેટ ભેળવવામાં આવે છે. સોડિયમ નાઈટ્રેટવાળી ચીજવસ્તુઓ ખાવાથી વાળ ખરવાની, ચામડીમાં એલર્જી, માથાનો દુખાવો અને પેટની સમસ્યાઓ થઈ શકે છે. સિલબંધ ખોરાકની જેમ સિલબંધ સલાડની પણ હાલ બોલબાલા થઈ રહી છે, પરંતુ જાણકારો અને તબીબો પ્રકારના સલાડ ખાવા સામે ચેતવે છે, તે કહે છે કે સલાડનાં લીલાં પાંદડાંમાં થોડાક સમયમાં બેક્ટેરિયા પેદા થઈ જાય છે અને તેના સેવનથી ફૂડ પોઈઝનિંગ પણ થઈ શકે છે. તમને જાણીને આશ્ર્ચર્ય થશે કે પ્રકારનાં ઉત્પાદનોનાં લેબલ પર પ્રાકૃતિક શબ્દના ઉપયોગ માટે એફડીઆઈ દ્વારા કોઈ માનદંડ કે દિશાનિર્દેશ નથી, છતાં પણ કંપનીઓ દ્વારા બેધડક તેમના ઉત્પાદન માટે પ્રાકૃતિક શબ્દનો ઉપયોગ થતો હોય છે. પરિણામે ગ્રાહકો ભોળવાઈ જાય છે. ફૂડ પેકેજિંગ એક્ટ મુજબ આવા પ્રત્યેક ઉત્પાદન પર બેચ નંબર, પેકિંગની તારીખ અને ઉપયોગ કરવાનો સમયગાળો લખવો ફરજિયાત છે, પરંતુ કેટલી કંપનીઓ તેનું પાલન કરતી હશે ? તો કેટલા ગ્રાહકો ખરીદી વખતે તેની ઝીણવટપૂર્વક તપાસ કરતા હશે મોટો સવાલ છે.

મહિલાઓની પ્રજનનક્ષમતા પર અસર

જર્મનીના હેલ્મહોલ્ટજ રીસર્ચ સેન્ટરનું માનીએ તો ડબ્બાબંધ કે સિલબંધ ખોરાક જેટલો સ્વાસ્થ્યને નુકસાન કરે છે. તેનાથી અનેકગણું નુકસાન તેને સિલ કરવા માટે પેકિંગમાં જે પ્લાસ્ટિક વપરાય છે તેના થકી થાય છે. ફૂડ પેકેજિંગ પ્લાસ્ટિકમાં ડાઈ એથિલ ટેક્સિલર, પેથલેટ (ડીઈએચપી) મળી આવે છે. તેનો ઉપયોગ પ્લાસ્ટિકને મુલાયમ બનાવવા માટે થાય છે, જે માનવશરીરમાં પહોંચી તેના હોર્મોન્સ સંતુલનને બગાડી નાખે છે. પરિણામે શરીરનું વજન વધવા લાગે છે અને દમની બીમારી પણ વધારી દે છે. પ્લાસ્ટિકમાં બેજોફિનાન નામનું રસાયણ મહિલાઓની માતૃત્વ ધારણ કરવાની ક્ષમતા પર પણ અસર પાડે છે. રસાયણના વધુ પડતા સંપર્કથી મહિલા હંમેશ માટે માતૃત્વ ધારણ કરવાની ક્ષમતા ખોઈ બેસે છે.

બ્રિટિશ મેડિકલ જર્નલે પણ પોતાના અહેવાલમાં ચેતવણી આપી છે કે ફૂડ પેકેજિંગ માટે ઉપયોગમાં લેવાતું પ્લાસ્ટિક લોકોના સ્વાસ્થ્ય માટે નુકસાનદાયક છે અને પ્રકારના ખોરાકનો ઓછામાં ઓછો ઉપયોગ કરવાની સલાહ આપી છે.

સ્વાસ્થ્યને કેવું નુકસાન પહોંચાડે છે વાસી-ડબ્બાબંધ ખોરાક

  • લોકો ભૂખ મટાડવા સ્નેક્સ જેવી ચીજવસ્તુઓ ખાતાં હોય છે, પરંતુ તેમાં રહેલી મસાલાની અતિમાત્રા અને આજીનોમોટો નામનું રસાયણ એસિડીટી અને પેટમાં ગેસની સમસ્યા ઉત્પન્ન કરે છે.
  • તૈયાર ખોરાકના વધી રહેલા ચલણને કારણે લોકો ઘરમાં બનેલા સ્વાસ્થ્યપ્રદ ભોજનથી દૂર થઈ રહ્યા છે. જ્યારે સૂપ, સોસ, સ્નેક્સ સહિતના ડબ્બાબંધ ભોજનમાં સોડિયમ, સોડા જેવા કેમિકલનો ઉપયોગ થાય છે, પરિણામે શરીરમાં અનેક બીમારીઓ પ્રવેશી જાય છે.
  • જો પ્રકારનો ખોરાક લીધા બાદ તત્કાલ કોઈ સમસ્યા થાય તો ડૉક્ટર પાસે જવામાં આળસ કરો અને ડૉક્ટરને સાચેસાચી માહિતી જણાવો.
  • અનેક અભ્યાસોમાં દાવો થયો છે કે, ભોજનમાં ૪૦ર થી ૧૪૦ર વચ્ચે બેક્ટેરિયા પેદા થવા લાગે છે. જો તમે બે કલાક પહેલાં બનાવેલ ભોજન પણ જે સાચવીને રાખેલું નથી તે જમો છો તો પણ તમને ફૂડ પોઈઝનિંગ થવાની શક્યતાઓ વધી જાય છે.
  • વાસી ખોરાકમાં રહેલા બેક્ટેરિયા પેટમાં જતાં ખોરાકને સડાવાનું રૂ કરી દે છે, જેને પરિણામે પાચનક્રિયા મંદ પડે છે, માટે બે કલાક પહેલાં બનેલ ખોરાક ખાવાનું બને ત્યાં સુધી ટાળો.

ઊલટી

ભલે ખોરાક જોવામાં કેટલો પણ તાજો હોય ! છતાં તેમાં બેક્ટેરિયા તો પેદા થઈ ચૂક્યા હોય છે. એમાં પણ ખોરાક એક-બે દિવસ પહેલાં બન્યો હોય તો તમને ઊલટી થઈ શકે છે. આવું થવાનું કારણ બેક્ટેરિયા દ્વારા પેદા થયેલ ટોક્સિન અને કેમિકલને કારણે થાય છે.

ડાયરિયા

સમસ્યા ફૂડ પોઈઝનિંગ સાથે સંકળાયેલી છે, તેમાં શરીરમાં પાણીની કમી સર્જાય છે, માટે હંમેશાં તાજું ભોજન લેવાનો આગ્રહ રાખો.

પેટમાં દુખાવો

વાસી ખોરાક ખાવાથી પેટમાં ગેસ, એસિડીટી અને દુખાવો ઊપડે છે. ફ્રિજમાં સાચવી રાખેલ ખોરાકનો વધુ પડતો ઉપયોગ સમસ્યા નોતરી શકે છે.

ડબ્બાબંધ જ્યૂસ પીવાથી પણ નુકસાન

ડબ્બાબંધ અને સિલબંધ ખાદ્ય પદાર્થોમાં જ્યુસ પણ આવી જાય છે. લોકો હવે સમયનું બહાનું કાઢીને ઘર પર તાજો રસ બનાવવાનું ટાળતા હોય છે. તેના બદલે બજારમાંથી તૈયાર પેકડ જ્યુસ ખરીદવાનો આગ્રહ રાખતા થયા છે, પરંતુ સ્ટેટ્સ બતાવવાની લાયમાં લોકો તેમના ખુદના શરીર અને સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરતા હોય છે. સર્વવિદિત છે કે બજારમાં જે જ્યુસ ઉપલબ્ધ છે તે ૧૦૦એ ૧૦૦ ટકા ફળોના જ્યુસ હોતા નથી. એટલે કે ૧૦૦ ટકા પ્રાકૃતિક નથી . કથિત હેલ્ધી જ્યૂસમાં સોર્બિટોલ નામની સુગર ભેળવવામાં આવે છે, જે સરળતાથી પચતી નથી જે પીનારને ગેસ, ઝાડા પેટમાં ઊથલ-પાથલ અને ડાયરિયાની ભેટ આપે છે. જ્યુસને બનાવતા પહેલાં તેને ઉકાળવામાં આવે છે. જેથી કરી તેમાં રહેલા બેક્ટેરિયાનો નાશ કરી શકાય અને તે લાંબા સમય સુધી તાજું રાખી શકાય પરંતુ આમ કરવા જતાં જે તે ફળના રસનાં કુદરતી વિટામિન તત્વ ખતમ થઈ જાય છે. પરિણામે શરીરને ફાયબર પહોંચતું નથી અને જે શક્તિ મળવી જોઈએ તે મળતી નથી. પ્રકારના જ્યુસ મેદસ્વિતાને આમંત્રણ આપતા હોવાનું જાણકારો માને છે. ડાયાબિટીઝના દર્દીઓએ તો પ્રકારના પેકડ જ્યુસથી દૂર રહેવું જોઈએ. પ્રકારના જ્યુસ રિફાઈન્ડ સુગરથી બનેલા હોય છે, છતાં તેમાં સુગરફ્રી લખેલું હોય છે. કંપનીઓ જ્યૂસમાં જે તે ફળોના જેવો રંગ બનાવવા નકલી કલરનો ધૂમ ઉપયોગ કરે છે, જે પીનારના સ્વાસ્થ્ય માટે કોઈપણ રીતે યોગ્ય નથી.

અહીં કહેવાનો અર્થ નથી કે પેકડ જ્યૂસને હાથ અડાડો પરંતુ જો તમે નિયમિત રીતે આવા જ્યૂસનો ઉપયોગ કરી રહ્યા હોય તો તમારા ખુદના સ્વાસ્થ્ય ખાતર ચેતી જવામાં સાર છે.

ભારતીય સંસ્કૃતિ અને ભોજન

સંસ્કૃતમાં એક શ્ર્લોક આવે છે.

યાતયામં ગતરસ યૂતિ પર્યુષિત પત્

ઉચ્છષ્ટમપિ ચામેધ્યં

ભોજન તામસપ્રિયમ્ ૧૦

અર્થાત્ એક પ્રહર વીતી ગયેલું રસ વિનાનું, ગંધાતું, ઊતરી ગયેલું એઠું તથા બુદ્ધિ બગાડનારું ભોજન તામસી લોકોને પ્રિય હોય છે. શ્ર્લોકમાં જે જે લક્ષણો બતાવ્યાં છે તે મોટેભાગે બગડી ગયેલા, ફેંકી દેવા જેવા ભોજનના છે. આવું ભોજન ગરીબ ભિક્ષુકો લાચારીથી ખાતા હોય છે. શ્ર્લોક મુજબ એક પ્રહર વીતી ગયો હોય તેવું. એક પ્રહર એટલે કે ત્રણ કલાક બાદ ભોજન ખાવું જોઈએ. અર્થાત્ ભોજન બનાવ્યાના ત્રણ કલાક પછી ભોજન ખાવા યોગ્ય રહેતું નથી.

આપણે ત્યાં કહેવાયું છે જેટલી વાર જમો ગરમ જમો. ગરમ ભોજન વધુ ખવાય તો છે , સાથે સાથે પચવામાં પણ સરળ રહે છે, જેને કારણે પેટની બીમારીઓ દૂર તો રાખી શકાય છે, સાથે સાથે ઊંઘ પણ સારી આવે છે, જેને કારણે મોટા ભાગની બીમારીઓ શરીરમાં પ્રવેશતી નથી. સૂર્યાસ્ત પહેલાં જમી લેવાની આપણી પૌરાણિક સલાહ અને માન્યતા પાછળ પણ ગરમ જમવાનું વિજ્ઞાન છુપાયેલ છે. જો કે વર્તમાન સમયમાં સંપૂર્ણપણે પરંપરાનું પાલન કરવું શક્ય નથી, પરંતુ ખુદના સ્વાસ્થ્ય ખાતર વધુમાં વધુ વખત ગરમ ખોરાક લેવાનો આગ્રહ રાખીએ.

સીધી વાત છે કે સિલ અને ડબ્બાબંધ ખોરાકનો ઓછામાં ઓછો ઉપયોગ કરો અને તેને ખરીદતી વખતે વાત રૂયાદ રાખો તે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તમે જેટલા વધુ તેના સંપર્કમાં આવશો તેનો સ્વાદ તમારી દાઢે વળગશે અને તમને તેનું એક પ્રકારે વ્યસન થઈ જશે. સ્વાદ બાબતે ભલે ઘરે બનેલ ભોજન ડબ્બાબંધ ભોજનથી ઉતરતું હોય પરંતુ સ્વાસ્થ્ય બાબતે તો તે હંમેશા તેનાથી ઉત્તમ રહેવાનું છે.

દેશમાં ૫૦ અરબ ડૉલરનું ડબ્બાબંધ ખાદ્ય બજાર

એક સર્વેક્ષણ મુજબ દેશમાં ડબ્બાબંધ, સીલબંધ ખોરાકનું બજાર ૫૦ અરબ ડૉલરનું છે. છેલ્લાં બે વર્ષમાં આમાં ૧૮ અરબ ડૉલરનો ઉછાળો આવ્યો છે. એટલે કે ૨૦૧૫માં બજાર ૩૨ અરબ ડૉલર હતું. એસોચૈમના સર્વેક્ષણ મુજબ છેલ્લા દાયકામાં મહાનગરમાં વસતા નાગરિકોની ખાણી-પીણીની આદતોમાં મોટું પરિવર્તન આવ્યું છે. સર્વેમાં મહાનગરોનાં ૭૬ ટકા કામકાજી માતા-પિતા પોતાનાં બાળકોને કોઈ ને કોઈ રીતે મહિનામાં ૧૦થી ૧૨ વખત આસાનીથી બની જતા તૈયાર ભોજન ખવડાવે છે. એસોચૈમના મહાસચિવ ડી.એસ. રાવત જણાવે છે કે શહેરી વિસ્તારોમાં મુખ્યત્વે મહાનગરોમાં ડબ્બાબંધ ખોરાકનું ચલણ વધુ છે. અહેવાલ મુજબ મહાનગરો, નગરો અને ગ્રામીણ ક્ષેત્રોમાં બાબતે ખૂબ અંતર જોવા મળે છે. નગરો-મહાનગરોમાં ડબ્બા બંધ ખાદ્યપદાર્થોનું ચલણ ૮૦ ટકા છે. અહેવાલ મુજબ ચલણ વધવાનું એક કારણ માઈક્રોવિભક્ત કુટુંબો છે. શહેરોના ૭૬ ટકા એકલ પરિવારોને સ્વીકાર્યું હતું કે તેમની પાસે રસોઈ બનાવવાનો સમય ખૂબ ઓછો હોય છે કે પછી હોતો નથી.