@@INCLUDE-HTTPS-REDIRECT-METATAG@@ છણાવટ : કેજરીવાલની ખોવાયેલી કાર તો જડી ગઈ, પણ ખોવાયેલી કારકિર્દીનું શું ?

છણાવટ : કેજરીવાલની ખોવાયેલી કાર તો જડી ગઈ, પણ ખોવાયેલી કારકિર્દીનું શું ?


 

 

તમે ફિલ્મનાયકજોઈ હશે. તેમાં એક ટી.વી. રિપોર્ટર એક મિનિસ્ટરની પોલ ઉઘાડી પાડે છે ત્યારે નેતાજી પેલા ટીવી રિપોર્ટરને ચેલેન્જ કરે છે કે ‘... ફક્ત એક દિવસ માટે તું ચીફ મિનિસ્ટર તો બની જો એટલે ખબર પડે કે વહીવટ કેવી રીતે ચલાવાય છેઅને પેલો ટી.વી. રિપોર્ટર અનિલ કપૂર ઉર્ફ શિવાજીરાવ ગાયકવાડ એક દિવસ માટે ચીફ મિનિસ્ટર બની જાય છે. ૨૦૦૧માં આવેલી ફિલ્મનાયકમાં એક દિવસનો મુખ્યમંત્રી કેવાં કરતબ કરે છે તેની રસપ્રદ કથા અહીં બતાવવામાં આવી છે. આવી ફિલ્મ દિલ્હીમાં ભજવાય છે. તેમાં અનિલ કપૂરને બદલે અરવિંદ કેજરીવાલ છે. અન્ના હજારેએ છેડેલા અભિયાનમાં અન્નાના સહયોગી બની કેજરીવાલ નાટકના સેન્ટર સ્ટેજ પર આવી જાય છે. સત્તાથી દૂર રહી લોક આંદોલન વડે રાજશક્તિને સીધીદોર કરવાના વિશુદ્ધ આશયથી રૂ થયેલા આંદોલનનો વધતો જતો પ્રભાવ જોઈ અરવિંદ કેજરીવાલના મનમાં છુપાયેલો સત્તાનો કીડો સળવળે છે અને શિવાજીરાવ ગાયકવાડની માફક પોતે પણ ચમત્કારિક પરિવર્તનો લાવશે તેવી દૃઢ શ્રદ્ધા લોકોમાં જગાવી પોતે દિલ્હીના મુખ્યમંત્રી બની જાય છે, પણ નવી ફિલ્મનો હીરો અંતે નાયક નહીં પણ ખલનાયક સ્વ‚પે લોકોને છેતરતો દેખાય છે.

કેજરીવાલ દિનાંક જાન્યુઆરી, ૨૦૧૪ના રોજ દિલ્હી વિધાનસભામાં વિશ્ર્વાસનો મત જીતી વહીવટની ધડબડાટી બોલાવવાની શુભ આત કરે છે. બિલકુલ પેલા નાયકના હીરોની જેમ. આવતાંની સાથે રોબર્ટ વાડ્રા, શિલા દીક્ષિત સામે તપાસ કરવાનું જાહેર કરે છે. ‘આપપાર્ટીની ફિકરમાં શેરબજારનો સેન્સેક્સ ૪૮૫ પોઇન્ટ ગબડી જાય છે. ગુગલ ન્યૂઝ પર કેજરીવાલ, મોદીજી, મનમોહનસિંહ કરતાં પણ આગળ નીકળી જાય છે. વિવિધ માધ્યમોએ શપથના એક મહિનામાં રાહુલ ગાંધીના ૫૮,૦૦૦ સમાચારો છાપ્યા. મનમોહનસિંહના ૬૦,૧૦૦ સમાચાર, નરેન્દ્ર મોદીના ૮૦,૭૦૦ સમાચાર છાપ્યા. જ્યારે અરવિંદ કેજરીવાલના ,૭૮,૦૦૦ સમાચાર છાપ્યા. સમાચારોના જગતમાં કેજરીવાલ છવાઈ ગયા. કેજરીવાલ પોતાની પાર્ટીનેકહ્યું તે કરનાર પાર્ટીતરીકેનો વિકલ્પ ઊભો કરવામાં સફળ રહ્યા.

પરિણામે અનેક પ્રબુદ્ધ લોકો આપ પાર્ટીમાં જોડાવા લાગ્યા. ડેક્કન એરવેઝના સ્થાપક કેપ્ટન ગોપીનાથ, રોયલ બેન્ક ઑફ સ્કૉટલેન્ડના પૂર્વ સીઈઓ મીરા સાન્યાલ, સ્ટાર ઇન્ડિયાનાં સીઈઓ સમીર નાયર, લાલબહાદુર શાસ્ત્રીના પૌત્ર આદર્શ શાસ્ત્રી, ગુજરાતનાં મલ્લિકા સારાભાઈ જેવી અનેક સેલિબ્રિટીઓ આપમાં જોડાવા લાગી. ટીવી એન્કર આશુતોષ આપમાં જોડાયા. ‘મૈં હૂં કેજરીવાલલખેલી ટોપીઓની USP એકદમ વધી ગઈ અને આપ પાર્ટીનું ઝાડુ આમ આદમીને આકર્ષી ગયું. વીજળીના બિલમાં ૫૦%ની રાહત, ૬૬૭ લીટર પાણી વિનામૂલ્યે વગેરે લોકરંજક જાહેરાતોએ આકર્ષણ જમાવ્યું. જમાતે ઇસ્લામીએ કોંગ્રેસને બદલે કેજરીવાલને સમર્થન આપવાની વાત કરી તો શિવસેનાએ કહ્યું, ‘અમારી પાર્ટી પણ આમ આદમી પાર્ટી છે.’ TIME કરેલા સર્વે મુજબ આઠ મેટ્રો સીટીમાં ૮૧% લોકો કેજરીની સાથે છે તેવું તારણ નીકળ્યું. સી વોટરના યશવંત દેશમુખ દ્વારા થયેલા સર્વેક્ષણ મુજબ ૨૪ રાજધાનીઓના ૪૪% લોકોએ કહ્યું, સી.એમ. કેજરીવાલ જેવો જોઈએહવે દેશમાં વિપક્ષોના પ્રોગ્રામ પણ કેજરીવાલના પ્રોગ્રામના આધારે નક્કી થવા લાગ્યારાબડીદેવીએ એકવાર લાલુજીને પૂછ્યું, ‘કાલે તમારો શો પ્રોગ્રામ છે ?’ તો લાલુએ કહ્યું, ‘મને પૂછવાને બદલે અરવિંદ કેજરીવાલને પૂછ.’ કેજરીવાલે સાદાઈનો એજન્ડા લાઇમલાઇટમાં લાવી દીધો. હવે રૂ થઈ કેજરીવાલ ઇફેક્ટ.

 

નાદાન હૈ જો કરતા હૈ અપની બુલંદી પે ગુરુર

હમને ચઢતે હુએ સૂરજ કો ડૂબતે હુએ દેખા હૈ.’