છણાવટ : કેજરીવાલની ખોવાયેલી કાર તો જડી ગઈ, પણ ખોવાયેલી કારકિર્દીનું શું ?

    ૨૬-નવેમ્બર-૨૦૧૭


 

 

તમે ફિલ્મનાયકજોઈ હશે. તેમાં એક ટી.વી. રિપોર્ટર એક મિનિસ્ટરની પોલ ઉઘાડી પાડે છે ત્યારે નેતાજી પેલા ટીવી રિપોર્ટરને ચેલેન્જ કરે છે કે ‘... ફક્ત એક દિવસ માટે તું ચીફ મિનિસ્ટર તો બની જો એટલે ખબર પડે કે વહીવટ કેવી રીતે ચલાવાય છેઅને પેલો ટી.વી. રિપોર્ટર અનિલ કપૂર ઉર્ફ શિવાજીરાવ ગાયકવાડ એક દિવસ માટે ચીફ મિનિસ્ટર બની જાય છે. ૨૦૦૧માં આવેલી ફિલ્મનાયકમાં એક દિવસનો મુખ્યમંત્રી કેવાં કરતબ કરે છે તેની રસપ્રદ કથા અહીં બતાવવામાં આવી છે. આવી ફિલ્મ દિલ્હીમાં ભજવાય છે. તેમાં અનિલ કપૂરને બદલે અરવિંદ કેજરીવાલ છે. અન્ના હજારેએ છેડેલા અભિયાનમાં અન્નાના સહયોગી બની કેજરીવાલ નાટકના સેન્ટર સ્ટેજ પર આવી જાય છે. સત્તાથી દૂર રહી લોક આંદોલન વડે રાજશક્તિને સીધીદોર કરવાના વિશુદ્ધ આશયથી રૂ થયેલા આંદોલનનો વધતો જતો પ્રભાવ જોઈ અરવિંદ કેજરીવાલના મનમાં છુપાયેલો સત્તાનો કીડો સળવળે છે અને શિવાજીરાવ ગાયકવાડની માફક પોતે પણ ચમત્કારિક પરિવર્તનો લાવશે તેવી દૃઢ શ્રદ્ધા લોકોમાં જગાવી પોતે દિલ્હીના મુખ્યમંત્રી બની જાય છે, પણ નવી ફિલ્મનો હીરો અંતે નાયક નહીં પણ ખલનાયક સ્વ‚પે લોકોને છેતરતો દેખાય છે.

કેજરીવાલ દિનાંક જાન્યુઆરી, ૨૦૧૪ના રોજ દિલ્હી વિધાનસભામાં વિશ્ર્વાસનો મત જીતી વહીવટની ધડબડાટી બોલાવવાની શુભ આત કરે છે. બિલકુલ પેલા નાયકના હીરોની જેમ. આવતાંની સાથે રોબર્ટ વાડ્રા, શિલા દીક્ષિત સામે તપાસ કરવાનું જાહેર કરે છે. ‘આપપાર્ટીની ફિકરમાં શેરબજારનો સેન્સેક્સ ૪૮૫ પોઇન્ટ ગબડી જાય છે. ગુગલ ન્યૂઝ પર કેજરીવાલ, મોદીજી, મનમોહનસિંહ કરતાં પણ આગળ નીકળી જાય છે. વિવિધ માધ્યમોએ શપથના એક મહિનામાં રાહુલ ગાંધીના ૫૮,૦૦૦ સમાચારો છાપ્યા. મનમોહનસિંહના ૬૦,૧૦૦ સમાચાર, નરેન્દ્ર મોદીના ૮૦,૭૦૦ સમાચાર છાપ્યા. જ્યારે અરવિંદ કેજરીવાલના ,૭૮,૦૦૦ સમાચાર છાપ્યા. સમાચારોના જગતમાં કેજરીવાલ છવાઈ ગયા. કેજરીવાલ પોતાની પાર્ટીનેકહ્યું તે કરનાર પાર્ટીતરીકેનો વિકલ્પ ઊભો કરવામાં સફળ રહ્યા.

પરિણામે અનેક પ્રબુદ્ધ લોકો આપ પાર્ટીમાં જોડાવા લાગ્યા. ડેક્કન એરવેઝના સ્થાપક કેપ્ટન ગોપીનાથ, રોયલ બેન્ક ઑફ સ્કૉટલેન્ડના પૂર્વ સીઈઓ મીરા સાન્યાલ, સ્ટાર ઇન્ડિયાનાં સીઈઓ સમીર નાયર, લાલબહાદુર શાસ્ત્રીના પૌત્ર આદર્શ શાસ્ત્રી, ગુજરાતનાં મલ્લિકા સારાભાઈ જેવી અનેક સેલિબ્રિટીઓ આપમાં જોડાવા લાગી. ટીવી એન્કર આશુતોષ આપમાં જોડાયા. ‘મૈં હૂં કેજરીવાલલખેલી ટોપીઓની USP એકદમ વધી ગઈ અને આપ પાર્ટીનું ઝાડુ આમ આદમીને આકર્ષી ગયું. વીજળીના બિલમાં ૫૦%ની રાહત, ૬૬૭ લીટર પાણી વિનામૂલ્યે વગેરે લોકરંજક જાહેરાતોએ આકર્ષણ જમાવ્યું. જમાતે ઇસ્લામીએ કોંગ્રેસને બદલે કેજરીવાલને સમર્થન આપવાની વાત કરી તો શિવસેનાએ કહ્યું, ‘અમારી પાર્ટી પણ આમ આદમી પાર્ટી છે.’ TIME કરેલા સર્વે મુજબ આઠ મેટ્રો સીટીમાં ૮૧% લોકો કેજરીની સાથે છે તેવું તારણ નીકળ્યું. સી વોટરના યશવંત દેશમુખ દ્વારા થયેલા સર્વેક્ષણ મુજબ ૨૪ રાજધાનીઓના ૪૪% લોકોએ કહ્યું, સી.એમ. કેજરીવાલ જેવો જોઈએહવે દેશમાં વિપક્ષોના પ્રોગ્રામ પણ કેજરીવાલના પ્રોગ્રામના આધારે નક્કી થવા લાગ્યારાબડીદેવીએ એકવાર લાલુજીને પૂછ્યું, ‘કાલે તમારો શો પ્રોગ્રામ છે ?’ તો લાલુએ કહ્યું, ‘મને પૂછવાને બદલે અરવિંદ કેજરીવાલને પૂછ.’ કેજરીવાલે સાદાઈનો એજન્ડા લાઇમલાઇટમાં લાવી દીધો. હવે રૂ થઈ કેજરીવાલ ઇફેક્ટ.

 • છત્તીસગઢના મુખ્યમંત્રી શ્રી રમણસિંહે જાહેર કર્યું કે હવે કોઈ VIPને બંદૂકની સલામી નહીં આપવામાં આવે.
 • દિલ્હીના પગલે મહારાષ્ટ્ર સરકારે વીજદરમાં ૨૦%નો ઘટાડો કર્યો.
 • ઓરિસ્સાના મુખ્યમંત્રી શ્રી નવીન પટનાયકે કાર્યકરોને પોતાની ગાડીઓ પરથી હોદ્દા ભૂંસી નાખવા સૂચના આપી.
 • મુલાયમસિંહે પોતાની સરકાર સામે વૉચ ડોગ બનવા કાર્યકરોને હાકલ કરી. કોંગ્રેસના સંજય નિરૂપમ મુંબઈમાં પોતાની સરકાર સામે વીજદર ઘટાડવાની માંગ સાથે ધરણા પર બેઠાપરંતુ માત્ર સત્તા આવી જવાથી સંગઠન બની જાય છે તે વાત ખોટી. અને સંસ્કાર વગર સંગઠન નિષ્ફળ જાય છે તે હકીકત છે. આંદોલન ચલાવવું એક બાબત છે અને વહીવટ ચલાવવો તે બીજી બાબત છે. સત્તાપ્રાપ્તિ કર્યાના થોડાક દિવસોમાં ડખા ‚ થઈ ગયા. અબ્રાહમ્ લિંકને યોગ્ય કહ્યું હતું કે if you want to test a men’s character, give him power.

 

 • સત્તા પ્રાપ્ત કર્યાના માંડ ૨૦ દિવસ પૂરા થયા ત્યાં તો આપના બિન્નીને કેજરીવાલ સામે વાંધો પડ્યો. આપે વચનો પૂરાં નથી કર્યાંની બુમરાણ રૂ કરી. બિન્ની ધરણા પર ઊતર્યો તે પછી સત્તા મળ્યા પછી એક મહિનામાં શું કર્યું તેનો હિસાબ માંગવા પત્રકાર પરિષદ બોલાવી તો તેમાં કેજરીવાલને જૂઠીસ્તાનનો રેડિયો કહ્યો. આખરે બિન્નીને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો.
 • તે પછી આપના સંસ્થાપક મધુ ભાદુડીએ તા. //૧૪થી આક્ષેપો રૂ કર્યા. આપના સોમનાથ ભારતી સામે અડધી રાત્રે મહિલાના ઘરમાં દરોડા પાડવાની વિરુદ્ધ હોબાળો થયો.
 • આપના ધારાસભ્ય અસિમ અહેમદને લાંચકાંડમાં કેજરીવાલે બરખાસ્ત કર્યા.
 • કેજરીવાલના મંત્રીઓમાંથી ત્રણ મંત્રીઓને માત્ર દોઢ વર્ષમાં બરખાસ્ત કરવામાં આવ્યા. સોમનાથ ભારતી ઘરેલુ હિંસામાં બદનામ થયા. જીતેન્દ્ર તોમર કાનૂનમંત્રીને હટાવવા પડ્યા (ફર્જીવાડાના આરોપમાં) પવનકુમાર ગુપ્તાને જેલ થઈ. સુરેન્દ્રસિંહ સામે મારપીટની ફરિયાદ થઈ. વિધાયક અમાનુલ્લા સામે દુષ્કર્મની ફરિયાદ થઈ. દિનેશ મોહનિયાની એક વૃદ્ધાને મારવા બદલ ધરપકડ થઈ. કુમાર વિશ્ર્વાસ સામે કાળું નાણું સ્વીકારવાનો તથા આપની મહિલા કાર્યકર સાથે કઢંગી હાલતમાં ઝડપાયાનો આક્ષેપ થયો. આપના વિધાયક નારાયણ દત્ત શર્મા પર કર્મચારીઓ સાથે મારામારી કરવા બદલ ૧૪ ઑક્ટો. ૧૭ના રોજ કેસ થયો.
 • કેજરીવાલના ખાસ માણસ અને આપ પાર્ટીના એમએલએ સંદીપકુમારની એક મહિલાના અંગત કામો કરી આપવાના બદલામાં કરેલ દુષ્કર્મની સીડી પ્રગટ થતાં હો હા મચી ગઈ.
 • હિન્દુઓને ભડકાવવા માટે પ્રશાંત ભૂષણે કાશ્મીરને અલગ થવાની છૂટ આપવી જોઈએ તેવું વિધાન કર્યું તો હિન્દુ રક્ષા સેનાએ કેજરીના આપ કાર્યાલય પર તોડફોડ કરી.
 • અન્ના હજારેનું ફંડ India Against Corruptionનો કેજરીવાલે દૂરુપયોગ કર્યો છે, તેવી અન્નાની ટેપ લોકોમાં ફરવા લાગી.
 • કેજરીવાલને ગલ્ફ ક્ધટ્રીઝમાંથી ધન મળે છે અને જે લોકો આપ પાર્ટીને ધન આપે છે તે સંસ્થાઓ અને લોકો ત્રાસવાદીઓને પણ ધન આપે છે. તેવો આક્ષેપ સુબ્રમણ્યમ્ સ્વામીએ કર્યો.
 • બ્લેક મનીનું ફંડ લેતા આપ પાર્ટીના નેતાઓ સીડીમાં ઝડપાયા.
 • તો ચૂંટણી વખતે આરોપ મુકાયો કે આપ પાર્ટી બે કરોડમાં ટિકિટો વેચે છે. ધીમે ધીમે દિલ્હીના વહીવટમાં વધી રહેલા ભ્રષ્ટાચારની બૂમાબૂમ મીડિયાએ પણ રૂ કરી.
 • બધું ચાલવા છતાં કેજરીવાલ પક્ષમાં સર્વેસર્વા બનવા માંડ્યા. તેમના સ્વભાવ અને નીતિ-રીતિને કારણે તેમના અંગત સાથીદારોઆપછોડવા માંડ્યા. પ્રશાંત ભૂષણ, યોગેન્દ્ર યાદવ, શાંતિભૂષણે પાર્ટી છોડી.
 • કેજરીવાલનો છદ્મ ચહેરો લોકો સમક્ષ પ્રગટ થવા માંડ્યોતા. ૨૨/૦૪/૧૫ના રોજ દિલ્હીના જંતરમંતર આગળ આપની કિસાનસભા ચાલતી હતી ત્યારે રાજસ્થાનના કિસાન ગજેન્દ્રસિંહે સભાસ્થાને આવેલા વૃક્ષ પર બધાના દેખતાં ફાંસો ખાધો. સમગ્ર ઘટના ૭૨ મિનિટ સુધી ચાલી પણ દરમ્યાન કિસાનને બચાવવા કેજરીવાલ અને તેના કાર્યકર્તાઓએ કશું કર્યું તેવા આક્ષેપો થયા. કિસાનના મૃત્યુ ઉપર રાજનીતિમાં ફાયદાનો ધંધો કરવા જતાં કેજરીવાલનો બેવડો ચહેરો ખુલ્લો પડી ગયો.
 • બીજો કિસ્સો બન્યો ૧૫ ડિસેમ્બર, ૧૫ના રોજ. કેજરીવાલના સચિવાલયમાં તેમના ચીફ સેક્રેટરીની ઓફિસમાં CBIના દરોડા પડ્યા ત્યારે કેજરીવાલ સહકાર આપવાને બદલે બીભત્સ ગાળો કાઢવા લાગ્યા. ભ્રષ્ટાચાર અને લોકપાલની બાંગ પોકારનાર કેજરીનો અસલી ચહેરો ખુલ્લો પડી ગયો.
 • ત્રીજો કિસ્સો બન્યો લાલુ સાથે. ચારા ગોટાળામાં ભ્રષ્ટ સાબિત થયેલા અને જેમને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકાયો હતો તેવા લાલુ પ્રસાદને એક જાહેરસભામાં કેજરીવાલ હરખભેર ભેટ્યા ત્યારે તો હદ થઈ ગઈ. સ્વચ્છ રાજનીતિની દુહાઈ દેનાર કેજરી એક તદ્દન ભ્રષ્ટ નેતાને ભેટ્યા ત્યારે તેમની પ્રમાણિકતાનો દંભ ખુલ્લો પડી ગયો.
 • જ્યારે કેજરી સરકારે પાર્ટીના નામવાળાં બેનરો દિલ્હી અને દિલ્હી બહાર લટકાવ્યાં તો ૧૮ કરોડ‚રૂપિયા આપ પાર્ટી પાસે વસૂલ કરવાનો ચુકાદો કોર્ટે આપ્યો ત્યારે કાર્યકરોનાં માથાં શરમથી ઝૂકી ગયાં.
 • વધુ એક કિસ્સો દિલ્હીના ચીફ સેક્રેટરી રાજેન્દ્રકુમાર તથા અન્ય પાંચ અધિકારીઓની ૫૦ કરોડના ગોટાળા માટે ધરપકડ થઈ ત્યારે પ્રમાણિક અને પારદર્શક વહીવટનો દાવો કરનાર કેજરીવાલ ભ્રષ્ટ અધિકારીઓનો પક્ષ લઈ બોલી ઊઠ્યા, " કેન્દ્ર સરકાર દિલ્હી સરકારને પાંગળી બનાવવા માગે છે. તે વેર લેવા માંગે છે.
 • સરકારી પૈસે લીલાલહેર કરવા દિલ્હીના ધારાસભ્યોનો પગાર તા. /૧૨/૨૦૧૫ના રોજ ૪૦૦% વધારવામાં આવ્યો.
 • એક બાજુ આટલા ખર્ચા કરવા અને બીજી બાજુ કેજરીવાલે કહ્યું, મારી પાસે પેન ખરીદવાની પણ સત્તા નથી. ત્યારે વિપક્ષી નેતાઓએ કહ્યું, ‘કેજરીવાલને એક કરોડનાં સમોસાં ખવડાવવાની સત્તા છે પણ પેન ખરીદવાની સત્તા નથી તે કેટલું આશ્ર્ચર્યજનક છે ?’ પ્રારંભમાં કેજરીવાલની ધમાકેદાર Action થઈ, પણ પછી તે Actingમાં ફેરવાઈ ગઈ.
 • કેજરીવાલની નજર હવે દિલ્હી બહાર કેન્દ્રિત થઈ. દિલ્હી હવે તેમને નાનું પડવા લાગ્યું. રાષ્ટ્રીય નેતા થવાના અભરખામાં તેમણે ૧૭ ફેબ્રુઆરી, ૨૦૧૪ના રોજ દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી ભાગેડુ બિરુદ પ્રાપ્ત કરી લોકસભાની ૨૦૧૪ની ચૂંટણીમાં મોદીજી સામે બનારસમાં ઉમેદવાર બન્યા. વધુમાં તેમણે આખા દેશમાં ૪૩૪ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા. પરિણામમાં તેમની કફોડી સ્થિતિ થઈ. પોતે તો બનારસમાં હાર્યા. વધુમાં ૪૩૪ ઉમેદવારોમાંથી ૪૧૪ ઉમેદવારોએ ડિપોઝિટ પણ ગુમાવી દીધી. તેમની પાર્ટીને પૂરો % પણ મત મળ્યા. માત્ર ચાર બેઠકો પંજાબમાં મળી. ગોવામાં પણ વિધાનસભા ચૂંટણીમાં તેમની કફોડી સ્થિતિ થઈ હતીકેજરીવાલના વ્યક્તિત્વ સામે લોકોમાં અનેક પ્રશ્ર્નો જાગ્યા. શું કેજરીવાલ ડાબેરી છે ? શું તે વિદેશી ધનથી રાજનીતિ ચલાવે છે ? શું તેઓ એનાર્કીસ્ટ છે ? સાચા લોકસેવક છે કે પછી તકસાધુ છેકેજરીવાલની પક્ષ પરની પકડ હવે ઢીલી પડવા લાગી. પંજાબમાં ચાર સાંસદો આપમાંથી ચૂંટાયા હતા, પણ પક્ષવિરોધી પ્રવૃત્તિ બદલ કેજરીએ બે સાંસદોને સસ્પેન્ડ કર્યા. પ્રારંભમાં આપેલાં સોનેરી સ્વપ્નો છિન્નભિન્ન થતાં જોઈ તેમના અનેક સહયોગીઓની આશાઓ પર પાણી ફરી વળ્યું.
 • તેમના પ્રારંભકાળના સાથી અને માર્ગદર્શક શાંતિભૂષણ આખરે બોલી ઊઠ્યા, ‘કેજરીવાલ પક્ષ ચલાવવા સક્ષમ નથી. તેઓ મોટા નેતા છે, પણ પાર્ટીને મેનેજ કરવાની ક્ષમતા તેમનામાં નથી. તેઓ મનમાની કરી રહ્યા છે.’
 • મેધા પાટકર બોલી ઊઠ્યાં, ‘આપ પાસે મેં આવી અપેક્ષા નહોતી રાખી.’ (૨૮ માર્ચ, ૧૫)’
 • કર્મઠ ચિંતક એવા યોગેન્દ્ર યાદવે કહ્યું, ‘આપને હું લોકોનું મંદિર સમજતો હતો પણ તે મંદિર નહીં પણ મૂર્તિઓની દુકાન નીકળી. હવે હું નવી પાર્ટી બનાવીશ’. તેમણે આપ પાર્ટી છોડી સ્વરાજ્ય અભિયાન રૂ કર્યું. અત્યારે એવું લાગે છે કે રાજનીતિના આકાશમાં અચાનક ચમકેલો આશાસ્પદ સૂર્ય હવે અસ્તાચળ તરફ જઈ રહ્યો છે ! એક શેર યાદ આવે છે...

નાદાન હૈ જો કરતા હૈ અપની બુલંદી પે ગુરુર

હમને ચઢતે હુએ સૂરજ કો ડૂબતે હુએ દેખા હૈ.’