સમીકરણ : સવા બે લાખ શેલ (બનાવટી) કંપનીઓને તાળાં બ્લેક મનીના મૂળ પર કેન્દ્ર સરકારનો ઘા

    ૨૬-નવેમ્બર-૨૦૧૭


 

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સત્તામાં આવી પછી દેશમાં એક જબરદસ્ત પરિવર્તનનો પવન ફૂંકાયો છે. નરેન્દ્ર મોદી સરકારના આગમન પહેલાંના દસ વર્ષના શાસન દરમિયાન દેશમાં બેફામ ભ્રષ્ટાચાર થયો અને બ્લેક મનીનું સમાંતર નેટવર્ક ફૂલ્યુંફાલ્યું. ભાજપે લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન બ્લેક મનીના દૂષણને નાથવાનું વચન આપેલું ને સાડા ત્રણ વર્ષના શાસનમાં ભાજપે દિશામાં જેટલાં નક્કર કદમ ઉઠાવ્યાં છે તેટલાં નક્કર કદમ બીજી કોઈ સરકારે પહેલાં નહોતાં ઉઠાવ્યાં.

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે બ્લેક મનીના દૂષણે નાથવાની દિશામાં સૌથી મોટી કામગીરી શેલ અથવા બોગસ કંપનીઓ સામે કરી છે. શેલ કંપની એટલે એવી કંપની કે જે માત્ર કાગળ પર અસ્તિત્વ ધરાવતી હોય. આવી કંપનીઓ સામાન્ય કંપનીની જેમ કામ નથી કરતી અને માત્ર કાગળ પર હોય છે. ભેજાબાજ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની મદદથી આવી કંપનીઓ ચાલે છે. કંપનીઓનું કામ બ્લેક મનીને વ્હાઇટ કરવાનું છે ને માટે કંપનીઓ હવાલાથી માંડીને વિદેશી બેંકોમાં ખાતાં ખોલાવવા સુધીના બધા ગોરખધંધા કરે છે. એક રીતે પ્રવૃત્તિ દેશદ્રોહની પ્રવૃત્તિ છે. શેલ કંપનીઓની કંપની રજિસ્ટ્રારમાં નોંધણી થયેલી હોય છે, તેમનાં સરનામાં પણ અપાયેલાં હોય છે પણ વાસ્તવમાં રજિસ્ટર્ડ ઓફિસના સરનામે બીજાં કામ થતાં હોય છે.

ગોરખધંધા કરનારા સાવ નાની ઓરડીમાં મોટી કંપની બતાવી દેતા હોય છે. ૧૦ બાય ૧૦ની ઓફિસમાં આવી કંપનીઓ ઓપરેટ થતી હોય છે. ઘણા કિસ્સામાં તો સરનામાં પણ ખોટાં હોય છે. ટૂંકમાં કાગળ પર બોગસ કંપનીઓ ઊભી કરી દેવાય છે ને કોઠાંકબડાં કરનારા લોકો આવી કાગળ પરની કંપનીઓની મદદથી કાળાં નાણાંને સફેદ કરવાનો ખેલ કરતા હોય છે. મોદી સરકારે આવી શેલ કંપનીઓને શોધી શોધીને બંધ કરવા માંડી છે કે જેથી કાળાં નાણાંના ગોરખધંધાનું મૂળ કપાઈ જાય.

છેલ્લાં સાડા ત્રણ વરસમાં બે વર્ષ અથવા તો તેનાથી વધારે સમયથી નિષ્ક્રિય રહેલી .૨૪ લાખ કંપનીઓને બંધ કરી દેવામાં આવી છે. જે શેલ કંપનીઓ પકડાઈ છે તેમાથી ૬૦ ટકા કંપનીઓ તો ફકત કાગળ પર છે અને તેમની ઓફિસ નથી. કંપનીઓના રજિસ્ટ્રેશન વખતે જે ઓફિસનું સરનામું અપાયું છે ત્યાં બીજી કંપનીઓની ઓફિસ છે, અથવા તો એક સરનામે અનેક કંપનીઓનું રજિસ્ટ્રેશન કરાવેલું છે. સત્તાવાર રીતે જાહેર થયા મુજબ રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ (આરઓસી) ,૨૪,૦૩૨ કંપનીઓની તપાસ કર્યા પછી તે બોગસ હોવાનું બહાર આવતાં બંધ કરી દેવામાં આવી છે. પૈકી મુંબઈમાં ૭૧,૫૩૦ કંપની, દિલ્હીમાં ૨૬,૦૨૧ કંપની, હૈદરાબાદમાં ૨૪,૩૩૮ કંપની, કોલકાતામાં ૧૧,૯૫૫ કંપની, પટણામાં ૧૧,૨૬૫ કંપનીઓ બંધ થઈ છે. બીજાં બધાં શહેરોમાં પણ વત્તાઓછા પ્રમાણમાં આવી કંપનીઓ ચાલતી હતી. મોદી સરકારે ૫૬ બેંકો પાસેથી બોગસ કંપનીઓની માહિતી મેળવી અને પછી સપાટો બોલાવ્યો.

શેલ કંપનીઓના ગોરખધંધા અને કાળાં નાણાંનો કાળો કારોબાર કેટલા મોટા પાયે ચાલતો હતો તેનો અંદાજ વાત પરથી આવે કે, નોટબંધીના ગાળા દરમિયાન કંપનીઓના માધ્યમથી મોટા પાયે બ્લેક મની જમા કરાવાયા હતા. સરકારની તપાસમાં બહાર આવ્યું છે કે આવી ૩૫૦૦૦ બનાવટી કંપનીઓ દ્વારા કુલ ૧૭૦૦૦ કરોડ ‚પિયા જમા કરવામાં આવ્યા હતા. હવે આટલી રકમ તો જમા કરાવાઈ ને તેના પરથી ખરેખર કેટલા બ્લેક મનીનો વહીવટ કંપનીઓના માધ્યમથી થતો હશે તે સમજી જાઓ.

ગોરખધંધો કેટલા મોટા પાયે ચાલતો હતો તેનો અંદાજ વાત પરથી આવે કે એક કંપનીનાં તો ૨૧૩૪ બેંક ખાતાં હતાં. એક નેગેટિવ ઓપનિંગ બેલેન્સવાળી કંપનીએ નોટબંધી દરમિયાન રૂપિયા ૨૪૮૪ કરોડ બેંકમાં જમા કર્યા હતા અને પછીથી ઉપાડી લીધા હતા. તો બે ઉદાહરણ આપ્યાં પણ ધંધો વરસોથી ચાલતો ને રીતે કેટલાં બ્લેક મનીનો વહીવટ થયો હશે તેની કલ્પના કરી જુઓ. મોદી સરકારે ધંધો બંધ કરાવી દીધો છે.

મોદી સરકારે આવી કંપનીઓ સામે કઠોર કાર્યવાહી કરીને તેમનાં બેંક ખાતાં ફ્રીઝ કરી દીધાં છે. સરકારની મંજૂરી વગર કંપનીઓ પોતાની સંપત્તિને વેચી નહીં શકે અથવા તો ટ્રાન્સફર કરી શકશે નહીં. રાજ્ય સરકારોને પણ આવા લેવડદેવડના રજિસ્ટ્રેશનને રોકી દેવા માટે કેન્દ્ર સરકાર તરફથી સૂચના આપવામાં આવી છે.

મોદી સરકાર ખાલી કંપનીઓ પર તવાઈ લાવી છે એવું નથી. કોર્પોરેટ બાબતોના મંત્રાલયે છેલ્લાં ત્રણ નાણાંકીય વર્ષથી કંપની વિશેની નાણાકીય માહિતી આપનાર .૦૯ લાખ કંપની બોર્ડ ડિરેક્ટર્સને પણ ગેરલાયક જાહેર કરી દીધા છે અને તેમની સામે કાનૂની કાર્યવાહી ‚ કરી છે. કેન્દ્ર સરકારે બંધ કરાવેલી શેલ કંપનીઓના ડિરેક્ટરોને ગેરકાયદેસર રીતે કરેલી નાણાકીય લેવડદેવડ માટે જેલભેગા કરવાની દિશામાં પણ કદમ ઉઠાવ્યાં છે. કંપનીઓ હવે બિઝનેસ તો નહીં કરી શકે પણ શેલ કંપનીઓના ડિરેક્ટરોએ જો ત્રણ વર્ષના રીટર્ન ફાઈલ નહીં કર્યાં હોય તો તેઓ બીજી કંપનીમાં પણ ડિરેક્ટર પદે રહી શકશે નહીં અથવા ડિરેક્ટર બની શકશે નહીં. કંપની એક્ટ ૨૦૩ હેઠળ નાણાકીય માહિતી આપવાની બાબત ફરજિયાત છે પણ લોકો માહિતી નહોતા આપતા તેથી સરકારે ડંડો ચલાવીને તેમને સીધા કરવા કમર કસી છે.

કાર્યવાહી બહુ મોટા પાયે છે ને તેના કારણે અર્થતંત્રની મોટા પાયે સાફસૂફી થશે નક્કી છે. અલબત્ત આટલા મોટા પાયે કાર્યવાહી થાય એટલે રાતોરાત પરિણામ ના મળે પણ દેશમાં એક બહુ મોટી આર્થિક ક્રાંતિની દિશામાં સરકારે નક્કર કદમ ઉઠાવ્યું છે તેમાં શંકા નથી.

જો કે તો હજુ રૂઆત છે અને કેન્દ્રની મોદી સરકારે હવે ગોરખધંધાને જડમૂળથી બંધ કરી દેવા માટે અભિયાન રૂ કર્યું છે. કેન્દ્ર સરકારે પોતાની તપાસ એજન્સીઓને કામે લગાડી તેમની તપાસમાં બહાર આવેલી વિગતો પ્રમાણે દેશમાં ૧૦ લાખથી વધુ શેલ કંપનીઓ કાર્યરત હતી. મોદી સરકારે સાડા ત્રણ વર્ષમાં ૨૫ ટકા શેલ કંપનીઓનાં પાટિયાં ઉતરાવી દીધાં પછીય સાડા સાત લાખ શેલ કંપનીઓ હજુ કામ કરે છે ને હવે પછીનો તબક્કો તેમની શોધ કરીને તેમને સકંજામાં લેવાનો છે.

કેન્દ્ર સરકારે બંધ થઈ ગયેલી શેલ કંપનીઓની ઓળખ કર્યા પછી હવે કંપનીઓની સાથે જોડાયેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (સીએ), કંપની સેક્રેટરી અને કોસ્ટ એકાઉન્ટન્ટની શોધ કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. લોકોની મદદ વિના ગોરખધંધો ચાલી ના શકે તેથી સરકારે તેમને પકડવા માંડ્યા છે.

કેન્દ્ર સરકારે આવી શેલ કંપનીઓનો સબંધ રાજકીય નેતાઓ કે મોટા કોર્પોરેટ દિગ્ગજો સાથે છે કે કેમ તે દિશામાં પણ તપાસ આદરી છે. જે લોકોએ બ્લેક મનીનું સર્જન કરવા માટે અને તેનો નિકાલ કરીને ટેક્સચોરી કરીને દેશને ચૂનો લગાડવાનું દેશવિરોધી કૃત્ય કરવા આવી શેલ કંપનીઓને ઊભી કરી છે, તેવા લોકોનું બેકગ્રાઉન્ડ સરકાર તપાસી રહી છે. ઘણા કિસ્સામાં આવી શેલ કંપનીઓ આઈપીઓ લાવીને લોકોના પૈસા પણ ઓળવી ગઈ છે. સરકાર આવી કંપનીઓના નાણાકીય વ્યવહારો વગેરેની ઊંડી તપાસ કરાવી રહી છે ને જે કંપનીઓ રોકાણકારોના હજારો કરોડો ‚પિયા સ્વાહા કરી ગઈ છે તેમને પણ સકંજામાં લેવાશે. શેલ કંપનીઓના તાર સ્ટોક માર્કેટ સાથે જોડાયેલા છે કે નહીં તે તપાસવા હમણાં આવકવેરા વિભાગે મુંબઈ અને કોલકાતામાં દરોડા પડ્યા હતા. ક્રમ આગળ વધશે તેમ તેમ વધારે વિગતો બહાર આવશે. સરકાર અને સેબીના ધ્યાને વાત પણ આવી છે કે એવી કેટલીય કંપનીઓ છે જેનું સ્ટોક માર્કેટમાં લિસ્ટિંગ કરાવ્યાં પછી આવી કંપનીઓના શેરોમાં કેટલાય વર્ષોથી ટ્રેડિંગ થયું નથી, આવી કંપનીઓની શોધ કરીને તેમને ખુલ્લી પાડવા પણ સરકારે પગલાં રૂ કર્યાં છે. પરસેવાની કમાણી કરીને બચતનું રોકાણ કરતાં ઈન્વેસ્ટરોના કરોડો રૂપિયા ખાઈ જનારી કંપનીઓ સામે પણ સરકાર પગલાં ભરશે.

મોદી સરકારે બનાવટી ડિરેક્ટરોની સમસ્યા પર અંકુશ મૂકવા માટે પણ નવા નિયમો લાગુ કર્યા છે. હવે નવા ડિરેક્ટર્સ આઈડેન્ટીફિકેશન નંબર માટે અરજી કરતી વેળા પેન અને આધાર કાર્ડની બાયોમેટ્રિક મેચિંગ કરવામાં આવશે. તેના કારણે બનાવટી અથવા ડમી ડિરેક્ટરો ઉપર અંકુશ આવી જશે. કેન્દ્ર સરકારે આધાર કાર્ડને પાન કાર્ડ સાથે જોડવાનું ફરજિયાત કર્યું તેના કારણે કોઈ ડિરેક્ટર એક કરતાં વધારે કંપની સાથે સંકળાયેલો હશે તો તરત ખબર પડી જશે. બાકી અત્યાર લગી તો એવું બનતું કે એક ડિરેક્ટર એક કરતાં વધારે બોગસ કંપનીમાં ડિરેક્ટર તરીકે કામ કરતા. અયોગ્ય જાહેર કરવામાં આવેલા ડિરેક્ટરોમાં ત્રણ હજાર ડિરેક્ટરો ૨૦થી પણ વધુ કંપનીઓના બોર્ડ ડિરેક્ટર હતા તેના પરથી દૂષણનો અંદાજ આવે.

બીજી એક તકલીફ પણ છે કે, કંપની મોટા ભાગની શેલ કંપનીઓમાં તેના ડિરેક્ટર્સનાં નામ અને તેમના ઉઈંગ (ડાયરેક્ટર આઇડેન્ટિફિકેશન નંબર) છે, અંગત માહિતી નથી તેથી તેમની શોધ પણ સરળ નથી પણ કામ પણ ચાલી રહ્યું છે. રીતે લોકોને ઉલ્લુ બનાવનારા લાખો ડિરેક્ટર્સની પણ ઓળખ કરાઈ છે. ચેન્નાઈમાંથી ૨૪,૦૦૦ અને અમદાવાદ-અર્નાકુલમમાંથી ૧૨,૦૦૦ કંપનીઓના આવા ડિરેક્ટર્સનાં નામ જાહેર કરવામાં આવ્યાં છે. મોદી સરકારે શેલ કંપનીઓ સામે જે અભિયાન રૂ કર્યું છે તે બહુ મોટું છે. દેશમાં બ્લેકમનીનો ભોરિંગ એટલો બધો મોટો અને ખતરનાક છે કે તેને કાબૂમાં લેવા કે સમાપ્ત કરવા માટે વર્ષો લગી. દેશમાં અગાઉ આવેલી સરકારોએ ભોરીંગને રોકવા કશું ના કર્યું. બલ્કે તેને પોષ્યો તેના કારણે સ્થિતી બગડી. બીજું પણ છે કે સતત બ્લેકમનીનું સર્જન થયા કરે છે. તેના કારણે મોદી સરકારે તેનો ખાતમો કરવા બહુ પ્રયત્નો કરવા પડે એમ છે. કાળું નાણું એકલા ભારત દેશની સમસ્યા નથી, વિશ્ર્વના વિકાસશીલ દેશમાં પણ બ્લેક મની હોય છે તેથી ત્યાંથી પણ બ્લેક મની ઠલવાતા હોય છે તેથી તેના પર અંકુશ મેળવવા ભારે પ્રયત્નો કરવા પડે. મોદી સરકારે શેલ કંપનીઓ પર તવાઈ બોલાવીને દિશામાં નક્કર અને યોગ્ય પગલું ભર્યું છે. પ્રક્રિયા લાંબી છે પણ તેના કારણે બ્લેક મની પર મોટો અંકુશ આવી જશે તેમાં શંકા નથી.