શ્રીલંકા સામેની વન ડે સીરીઝમાં વિરાટ કોહલીને ટીમમા જગ્યા નહિ…!!

    ૨૭-નવેમ્બર-૨૦૧૭

 
 
શ્રીલંકા સામેની અંતિમ ટેસ્ટ અને વન ડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મહત્વની વાત એ છે કે વન ડે સિરીઝ માટે વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે અને હિટમેન રોહિત શર્માને વન ડે ટીમની કમાન સોપવામાં આવી છે
 
ભારતની વન ડે ટીમ:
 
રોહિત શર્મા (કેપ્ટન),
શિખર ધવન,
અજિંક્ય રહાણે,
શ્રેયસ અય્યર,
મનિષ પાંડે,
કેદાર જાધવ,
દિનેશ કાર્તિક,
એમએસ ધોની,
હાર્દિક પંડ્યા,
અક્ષર પટેલ,
કુલદીપ યાદવ,
યુઝવેન્દ્ર ચહલ,
જસપ્રિત બુમરાહ,
ભૂવનેશ્વર કુમાર,
સિદ્ધાર્થ કૌલ
 
વિરાટને કેમ આરામ કેમ ?
 
જ્યારે શ્રીલંકા વિરૂદ્ધ ટેસ્ટ સિરીઝમાં હાર્દિક પંડ્યાને આરામ આપવામાં આવ્યો છે તેવી વિરાટે જાહેરાત કરી તો વિરાટે કહ્યું હતું કે - હું રોબોટ નથી, કાપીને જોઇ લો, મારી અંદરથી પણ લોહી નીકળશે. મારે પણ આરામની જરૂર છે. જો કે આ વાત વિરાટે હસતા હસતા કહી હતી અને પછી કેટલાક ક્રિકેટ જગતના દોગ્ગજોએ વિરાટની તરફેણ અને ટીકા બન્ને કરી હતી.
બીજી વાત એ છે કે દરેક ક્રિકેટર વર્ષમાં 40 મેચ રમે છે. જે લોકો પર કામની વધુ જવાબદારી હોય છે, તેમને આરામની વધુ જરૂર હોય છે. વિરાટ કોહલીએ આ વર્ષે ત્રણેય ફોર્મેટ માં 44 મેચ રમી છે. મહત્વપૂર્ણ છે કે હાર્દિક પંડ્યાએ આ વર્ષે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં મળીને કુલ 36 મેચ રમી છે. તે કેપ્ટન વિરાટ કોહલી (44 મેચ) બાદ ત્રણેય ફોર્મેટમાં સૌથી વધુ મેચ રમનાર ભારતીય છે.