@@INCLUDE-HTTPS-REDIRECT-METATAG@@ મા અન્નપૂર્ણાના પ્રાગટ્યની ધર્મકથા જાણવા જેવી છે

મા અન્નપૂર્ણાના પ્રાગટ્યની ધર્મકથા જાણવા જેવી છે


 

 

 
ધર્મકથા

મા અન્નપૂર્ણાના પ્રાગટ્યની ધર્મકથા પ્રમાણે છે. હિમાલયનાં પુત્રી અને શિવજીના અર્ધાંગિની મા પાર્વતીએ ત્રણે લોકમાં અન્ન-જળનું માહાત્મ્ય સમજાવવા માયા રચી. પાર્વતીજી, જે શક્તિસ્વ‚પા છે, તેમણે ત્રણે લોક ખાસ કરીને પૃથ્વીલોકમાં માયા સ્વ‚પે અન્ન-જળને ધીરે ધીરે અદૃશ્ય કરવા માંડ્યા. પરિણામ સ્વ‚ સર્વત્ર હાહાકાર મચી ગયો. તળાવો-સમુદ્રો સુકાવા માંડ્યા. સૃષ્ટિ પરની વનસ્પતિ નાશ પામવા માંડી. અન્ન-જળ ખૂટવાથી લોકો મરવા માંડ્યા. બધા પૃથ્વીવાસી જીવો ત્રાહિમામ્ પોકારવા માંડ્યા. પૃથ્વી ઉજ્જડ, વેરાન થઈ ગઈ. બધા જીવો આમથી તેમ ભટકવા માંડ્યા. ત્યારબાદ મા પાર્વતીના માયાવી સ્વરૂપથી ખુદ પાર્વતીજી પણ દુ:ખી થયાં. તેમને ધારણ કરેલા માયાવી સ્વરૂપથી જીવો પરના અત્યાચારનો પસ્તાવો થયો. તેથી તેમણે કાશીનગરમાં અન્નક્ષેત્ર ખોલ્યું. ભગવાન શિવજી પણ ભિક્ષાપાત્ર લઈ અન્નક્ષેત્રમાં પહોંચ્યાં અને કહ્યું, ભિક્ષાન દેહી પાર્વતી, તથા પાર્વતીજીના નવા સ્વરૂપ્રાગટ્યનાં દર્શન કર્યાં. સ્વરૂપ્રગટ થયું, જે મા અન્નપૂર્ણા તરીકે પૂજાય છે.

વ્રતકથા

કાશી નગરીમાં એક બ્રાહ્મણ દંપતી રહેતું હતું. ભિક્ષાવૃત્તિથી તેમનું ગુજરાન થતું હતું. આમ કરવા છતાં તેમની ગરીબી દૂર થતી નહોતી. એક દિવસ બ્રાહ્મણીએ બ્રાહ્મણને કહ્યું કે આજે તમારે ભિક્ષાવૃત્તિ માટે જવાનું નથી પણ કોઈ દેવી ઉપર શ્રદ્ધા રાખી પૂજા કરો. બ્રાહ્મણને વાત સાચી લાગી. તે ઘરની પાસે દેવી અન્નપૂર્ણાના મંદિરે જાય છે. બ્રાહ્મણ ભૂખ્યા પેટે ત્રણ દિવસ દેવીની પૂજા-અર્ચના-અનુષ્ઠાન કરે છે. માતા અન્નપૂર્ણા પ્રસન્ન થયાં. માતાએ જણાવ્યું કે શ્રદ્ધાપૂર્વક મારું વ્રત કરવાથી દુ: દૂર થશે. હે બ્રાહ્મણ ! અહીંથી થોડે દૂર આવેલ એક સરોવર છે. ત્યાં ઘણી બહેનો વ્રત કરે છે. તેની વિધિ જાણ. કહે છે. બ્રાહ્મણ ઘેર આવી બ્રાહ્મણ પત્નીને માતા અન્નપૂર્ણાનું વ્રત બ્રાહ્મણ પત્ની અન્નપૂર્ણાનું વ્રત કરે છે. વ્રતના પ્રથમ દિવસે બ્રાહ્મણ દંપતી ઘરની બહાર આનંદથી વાતો કરતાં હતાં. તેવામાં તેમનું ઘર પડી જાય છે. તેમણે વિચાર્યંુ. આમાં માનો કંઈ સંકેત હશે. પતિ-પત્નીએ ઘરનો કાટમાળ ખસેડવા માંડ્યો. તેમાંથી સોનામહોરથી ભરેલો ચરુ મળે છે. તેમાંથી કેટલીક સોના-મ્હોરો વેચીને બ્રાહ્મણ સુંદર નવું મકાન બનાવે છે.

એક દિવસ બ્રાહ્મણ પત્નીએ બ્રાહ્મણને કહ્યું કે માતાજીએ તમને ઘણું ધન આપ્યું છે, પણ ધન વાપરનારની ખોટ છે. તેથી તમે બીજું લગ્ન કરો. બ્રાહ્મણ ના પાડે છે. બ્રાહ્મણીએ કહ્યું કે તમને એમ હોય તો તમે નવી પત્નીને જૂના ઘરમાં રાખજો. મારા માટે નવું ઘર બનાવો. નવા ઘરમાં હું રહીશ. મને ખાધા-ખોરાકી બાંધી આપજો. પત્નીનું માની બ્રાહ્મણ બીજું લગ્ન કરે છે. જૂના ઘરમાં તેની નવી પત્નીને સાથે રહે છે. હવે માગશર માસ આવતાં બ્રાહ્મણ તેની જૂની પત્નીને ત્યાં વ્રત કરવા જાય છે. નવી પત્નીને ગમ્યું નહીં તેથી તેણે પતિના ગળામાં બાંધેલ વ્રતનો દોરો તે ભરનિદ્રામાં હતો ત્યારે તોડી નાંખ્યો. તુરત મા કોપાયમાન થાય છે. મકાનમાં આગ લાગી માંડ માંડ બંને જીવ બચાવી બહાર આવ્યાં.

બાજુ નવી પત્ની સુખની સગી હોવાથી તેના પિયર રહેવા જાય છે. બ્રાહ્મણ ઉદાસ થઈ એકલો બેઠો હોય છે. પત્નીને વાતની જાણ થતાં પતિ પાસે આવે છે. પતિને મા અન્નપૂર્ણાના વ્રતનો દોરો બાંધે છે. શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક માની ક્ષમા માગી મા અન્નપૂર્ણાનું વ્રત કરે છે. માએ બ્રાહ્મણને કહ્યું જા, તને આશીર્વાદ આપું છું. તારી પ્રથમ પત્ની સાથે શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું છે તેથી તારે ત્યાં પારણું બંધાશે. મારી ઉપર શ્રદ્ધા રાખવાની ‚ હતી. તારે બીજાં લગ્ન કરવાની ‚ નહોતી. તારા મુખે સરસ્વતીએ મંત્ર લખ્યો છે. તેથી તારી ખ્યાતિ પણ દેશ-પરદેશમાં વધશે. બ્રાહ્મણના મુખે સરસ્વતી છે, જે તેનું લાલન પાલન કરે છે. બ્રાહ્મણે કદી યાચક બનવું નહીં. બ્રાહ્મણે વિદ્યાદાનથી યજમાન પાસે અન્નદાન કરાવવું અને તેના મોક્ષની પ્રાર્થના કરવી. નવ માસ પૂરા થાય છે. બ્રાહ્મણ-પત્નીની કૂખે પુત્ર જન્મે છે. બંને સુખ-શાંતિથી રહેવા લાગ્યાં. સમય વીતતાં બીજી પત્ની મળવા આવે છે. તે પોતાની ભૂલ કબૂલે છે. તે પણ પ્રથમ પત્ની સાથે મા અન્નપૂર્ણાનું વ્રત કરે છે. આખું કુટુંબ આનંદથી રહેવા લાગ્યું. જે કોઈ મા અન્નપૂર્ણાની વ્રત કથા લખે છે, વાંચે છે, સાંભળે છે તેની પણ સર્વ મનોકામના મા અન્નપૂર્ણા પૂર્ણ કરે છે.

આપણાં પુરાણોમાં કે લોકસાહિત્યમાં જે ધર્મકથાઓ વર્ણવી છે તેમાં રહેલ ઉપદેશ તથા તત્ત્વબોધ મહત્ત્વનાં હોય છે. ઉપવાસ અને અનુષ્ઠાન ઋતુ પ્રમાણે વર્ણવ્યાં છે. તેથી જે તે ઋતુમાં-માસમાં વર્ણવાયેલાં વ્રતો આપણને દાન, સંયમ, સાદગી, સ્વાસ્થ્ય સદાચાર, સંપ તથા સત્ય જેવા ગુણોની પ્રાપ્તિ કરાવતા હોય છે.