અવસર : હિન્દુ આધ્યાત્મિક સેવા મેળામાં રજૂ થનાર જીવન મૂલ્યો અને સંસ્કાર

    ૩૦-નવેમ્બર-૨૦૧૭


 
 
5 જાન્યુઆરીથી શહેરમાં ચાર દિવસીય મેળાનું 90,000 ચો.મી.ના ભવ્ય સંકુલમાં ઉદ્‌ઘાટન થશે : સંતો-મહંતો પધારશે 

આગામી ૫મી જાન્યુઆરી, ૨૦૧૮થી ૫મી જાન્યુઆરી, ૨૦૧૮ સુધી અમદાવાદમાં આયોજિત હિન્દુ આધ્યાત્મિક મેળામાં હિન્દુ આધ્યાત્મિક અને હિન્દુ જીવન ધર્મનાં વ્યવહારિક મૂલ્યો (થીમ) આધારિત સંસ્કારની રજુઆત થવાની છે. સંસ્કારોને ઊંડાણપૂર્વક અહીં પ્રસ્તુત કરીએ છીએ.

સંસ્કાર તથા પ્રતીકોનો ત્રિકોણ

IMCT (Initiative for Moral and Cultural Training Foundiation) સમાજશાસ્ત્રીય તથા મનોવૈજ્ઞાનિક આધાર ઉપર સંસ્કારોનું પ્રશિક્ષણ આપવાની એક ‚પરેખા તૈયાર કરી છે, જેનાથી ભારતીય યુવાનોને જીવનમૂલ્યોના નિર્માણનું પ્રશિક્ષણ આપી શકાય.

સંસ્કારો દ્વારા માનવમૂલ્યોનું નિર્માણ

IMCTએ મૂલ્યોના નિર્માણ માટે સંસ્કારોની એક યાદી બનાવી છે. ખાસ પસંદ કરેલાં પ્રતીકોના માધ્યમ દ્વારા સંસ્કાર આપવામાં આપવામાં આવી શકે છે.

. વનો તથા વન્ય જીવોના સંરક્ષણનો વિચાર વનો પ્રત્યે શ્રદ્ધાના સંસ્કાર દ્વારા પ્રદાન કરી શકાય છે. આના માટે વૃક્ષ, તુલસી વંદના, નાગ-વંદનાને પ્રતીક બનાવી શકાય છે. વૃક્ષ, વન તથા નાગ વન્ય જીવનના પ્રતીક છે.

. ગજ વંદના, ગો વંદનાનાં પ્રતીકોથી પર્યાવરણના સંરક્ષણનો વિચાર કરી શકાય છે. ગાય તથા હાથી સમસ્ત જીવધારીઓના પ્રતીક છે તથા તુલસીનો છોડ તમામ પ્રકારના વૃક્ષ-વેલના પ્રતીક છે.

. ગંગાવંદના તથા ભૂમિવંદનાના સંસ્કારોથી પર્યાવરણ સંરક્ષણનો વિચાર આપી શકાય છે. ગંગા તથા ભૂમિ-જળ તથા ધરતીનાં પ્રતીકોના માધ્યમથી પંચમહાભૂતો (પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ તથા આકાશ)નો વિચાર સમજાવી શકાય છે. પંચતત્ત્વો થકી પર્યાવરણનું નિર્માણ થાય છે.

. માતા-પિતા તથા આચાર્યવંદનાના પ્રતીકોથી માનવી તથા પારિવારિક મૂલ્યોનો વિચાર આપી શકાય છે. માતા-પિતા, ગુરુજનો પ્રત્યેનો શ્રદ્ધા-ભાવ સમાજમાં માનવમૂલ્યોનાં સર્વોચ્ચ માનબિંદુઓ છે.

. ક્ધયાવંદના તથા સુવાસિની વંદનાનાં પ્રતીકોથી નારી-સન્માન તથા ક્ધયા-સન્માનના વિચારો આપી શકાય છે. સૃષ્ટિના મૂળમાં માતૃત્વ છે જેને કુમારિકા તથા નારીનાં પ્રતીકો દ્વારા વ્યક્ત કરી શકાય છે.

. દેશભક્તિનો ભાવ જાગૃત કરવા માટે માતૃ-ભૂમિ પ્રત્યે શ્રદ્ધાના સંસ્કારો જાગૃત કરવા પડશે. ભાવને ભારતમાતા વંદનાના પ્રતીકથી આપી શકાય છે. જે મહાન વીરોએ પોતાની માતૃ-ભૂમિ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા છે, તે પરમવીરોની વંદના, ભારતમાતા તથા મહાન નાયક રાષ્ટ્રના આત્માના પ્રતીક છે.

વિચારો જે મૂળભૂત મૂલ્યોનું સર્જન કરે છે, તે IMCT દ્વારા આપવામાં આવે છે. કાર્ય માટે સંસ્કારો પ્રશિક્ષણનું માધ્યમ બને છે. પ્રતીક સંસ્કારો અભિવ્યક્તિ કરે છે તથા સંસ્કારોને વિચારો સાથે જોડે છે. વિચાર, સંસ્કાર તથા પ્રતીક ઈંખઈઝના સૈદ્ધાંતિક ત્રિભૂજનું નિર્માણ કરે છે.

સંસ્કારોમાં પ્રતીકોનું મહત્ત્વ

IMCT સંસ્કાર પ્રદાન કરવા માટે પ્રતીકોનો ઉપયોગ શા માટે કરે છે, જાણવા માટે માનવજીવનમાં સંસ્કારોની ભૂમિકા શું છે તે જાણવું અત્યંત આવશ્યક છે.

. જે જ્ઞાન હજારો પાનાં વાંચીને તથા સેંકડો પ્રવચનો સાંભળીને પણ બીજાઓને નથી આપી શકાતું જ્ઞાન આપવા માટે એક પ્રતીકની ક્ષમતા ઘણી વધારે હોય છે.

. એક પ્રતીક મસ્તિષ્કને ઊંડે સુધી અસર કરે છે, આપણા આંતરિક અર્ધચેતન મનને વિચાર આપે છે, અને માત્ર મનુષ્યના વિચારોને નહીં પરંતુ તેના આચરણને પણ પ્રભાવિત કરે છે. પ્રતીક અત્યંત શક્તિશાળી માધ્યમ છે જે સ્મૃતિને વારંવાર આંદોલિત કરે છે.

. જટિલ વિચારો, સૂક્ષ્મ ગુણો તથા અદૃશ્ય ભાવોને પ્રતીકો દ્વારા સરળતાપૂર્વક બીજાઓને સમજાવી શકાય છે, જ્યારે સામાન્ય ભાષાથી કોઈપણ વિચારને સમજાવવા માટે અપેક્ષા કરતાં કઠિન ક્રિયાઓ લાંબી લાંબી ભાષા સંરચનાની રૂરિયાત રહેતી હોય છે.

. જીવનનાં વિવિધ પાસાંઓને સમજાવવા માટે પ્રતીક એક અત્યંત પ્રભાવશાળી તથા તાત્કાલિક ફળ આપતું સાધન છે. દાખલા તરીકે એક કારચાલક પ્રતીકોના માધ્યમથી જાણી શકે છે કે સડક પર ક્યાં વળાંક છે, ક્યાં શાળા કે હૉસ્પિટલ છે અને રીતે પોતાના વાહનને ક્યાં ઊભું રાખવું, ક્યાં ગતિને નિયંત્રિત કરવી વગેરે તે જાણી શકે છે.

. રીતે નું પ્રતીક આપણી સ્મૃતિમાં પૂજા, યોગ તથા વિચાર અને આચરણને પ્રભાવિત કરે છે.

. પ્રતીકો માણસના અંતરમનમાં લગાવેલાં હોય છે. પ્રત્યેક માનવી તેના રોજબરોજના જીવનમાં અર્ધચેતનાવસ્થામાં અનેક પ્રતીકોથી પ્રભાવિત થાય છે.

. સમસ્ત પ્રાચીન સભ્યતાઓ તથા સમાજોમાં પ્રતીકોને સૌથી પ્રભાવશાળી સંચાર માધ્યમ તરીકે સ્વીકારવામાં આવ્યા છે.

. આધુનિક સમાજશાસ્ત્રી તથા મનોવૈજ્ઞાનિક પ્રતીકોને સમયની એરણ પર સૌથી વધુ સાબિત થયેલાં તથા પ્રભાવશાળી માધ્યમ માને છે.

યુવાનોને યોગ્ય સંસ્કારો આપવા માટે એક વૃક્ષના માધ્યમથી સંપૂર્ણ વનને પ્રતીકાત્મક રીતે સમજાવી શકાય છે. એક ગાય સમગ્ર પશુ જાતિનું પ્રતીક છે, પાણીનું એક વાસણ સમસ્ત જળસ્રોતોનું પ્રતીક છે. છેવટે મસ્તિષ્ક વિચારનો અંતરમનમાં સમાવેશ કરી લે છે. આવશ્યકતા વાતની છે કે પ્રતિકોના માધ્યમથી સંસ્કારો આપવામાં આવે તથા પ્રતીકારો સંસ્કારો સાથે જોડવામાં આવે. ટૂંકમાં IMCTનો ઉદ્દેશ્ય છે, જેથી સંસ્કારો આપવા માટે પ્રતીકોનો ઉપયોગ કરવો IMCTનું મુખ્ય લક્ષણ છે. ‘મૂલ્યોનું નિર્માણ રાષ્ટ્રનિર્માણ છે.’