જ્યારે આશિષ નહેરાએ મહેન્દ્રસિંહ ધોનીને કહ્યું“….હાથ મેં દૂ તુમ્હારી…સીધી કેચ નહિ પકડતે યાર…”

    ૦૪-નવેમ્બર-૨૦૧૭

 
 
આશિષ નેહરા, ભારતીય ટીમનો દબોડી ઝડપી બોલર. ગઈ એક નવેમ્બરે જ ન્યુઝીલેન્ડ સામેની ટી૨૦ મેચ તેની છેલ્લી મેચ હતી. તે હવે નિવૃત થયો છે. આ સાથે જ નેહરા સાથે જોડાયેલા ક્રિકેટ જગતના રોચક કિસ્સાઓ સામે આવવા લાગ્યા છે. આ બધાની વચ્ચે એક એવો વિડીઓ પણ સામે આવ્યો છે જેમા કેચ છુટવાના કારણે આશિષ નહેરા મહેન્દ્રસિંહ ધોનીને અપશબ્દો કહે છે.
 
આ વિડીઓ પર નિવૃતિ પછી ખૂદ નેહરાએ પણ પ્રતિકક્રિયા આપી છે. હમણાં જ સ્ટાર સ્પોર્ટસ પર તેની એક મુલાકાત આવવાની છે. આ મુલાકાત દરમિયાન ખૂદ નેહરાએ આ વિષે કહ્યું કે કેમ ધોનીને અપશબ્દો કહેવા પડ્યા?
પણ આ પહેલા આપને જણાવી દઈએ કે વર્ષ ૨૦૦૫માં ભારત – પાકિસ્તાન વચ્ચે એક મેચ રમાઈ રહી હતી. શાહિદ આફ્રિદી બેટીંગ કરી રહ્યો હતો તે દરમિયાન નેહરાએ બોલ નાખ્યો અને વિકેટની પાછળ ખૂબ સરળ કેચ ધોનીએ છોડી દીધો અને ગુસ્સામાં આવી ને નેહરાએ ધોનીને અપશબ્દો કહ્યાં. સામે આવેલા વિડીઓમાં એવું તો સંભળાય છે કે
“….હાથ મેં દૂ તુમ્હારી…સીધી કેચ નહિ પકડતે યાર…”
આ બાબતે સફાઈ આપતા આ મુલાકાતમાં નેહરાએ જણાવ્યું કે વો તો “હીટ ઓફ ધી મૂમેંન્ટ થા” નેહરાએ વધુમાં જણાવ્યું કે આ વિડીઓ ત્યારે વધુ વાઈરલ થયો હતો જ્યારે ધોનીને સફળતા મળી.
આજે નહેરાએ નિવૃતિ લીધી છે તો ફરી એક વાર આ વિડિઓ વાઈરલ થયો છે, જુવો…