ગુજરાતના વનવાસીઓ કહી રહ્યા છે... આને કહેવાય વિકાસ

    ૦૪-નવેમ્બર-૨૦૧૭

 
રાજ્ય સરકારે વનબંધુઓને વનઅધિકાર અધિનિયમ હેઠળ જમીનના હક્ક આપવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે, જે હેઠળ ૮૦,૦૦૦ વનવાસી ખેડૂતોને મંજૂર થયેલ જમીનોની માપણી શીટ અને નોંધ ૭/૧૨ અને ૮/અ નકલો આપીને જમીનને મહેસૂલી હક્ક આપવામાં આવ્યા છે. આ ઉપરાંત, પેસા નિયમોના અમલ સાથે રાજ્યના ૫૦ વનવાસી તાલુકાઓની ૨,૫૮૪ ગ્રામ પંચાયતોની ૪,૫૦૩ ગ્રામસભાઓને ગૌણ વનપેદાશો અને ગૌણ ખનિજ સહિત વિકાસના નિર્ણયો સ્થાનિક કક્ષાએથી જ કરવાનો વિશેષ અધિકાર આપવામાં આવ્યો છે. તો સિકલસેલ એનિમિયાના દર્દીઓ માટે સુરત, વલસાડ, નવસારી, વડોદરા અને અમદાવાદ ખાતે સારવારની વિશેષ સુવિધાવાળા અલગ વોર્ડની રચના અને દર્દીઓને દર મહિને નાણાકીય તથા તબીબી સહાય આપી રહી છે. રાજ્યમાં કુલ ૮૮ લાખ વનવાસીઓનું સિકલસેલ એનિમિયાવાહક પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ યોજનાઓ દ્વારા પ્રગતિના પંથે આગળ વધેલા વનવાસી બંધુઓનાં ઉદાહરણો અનેક છે.
ડાંગ જિલ્લાના શુકરભાઈ, નર્મદા જિલ્લાનાં હીરાબહેન અને સાબરકાંઠા જિલ્લાના શારદાબહેન વચ્ચે આમ જુઓ તો સેંકડો કિલોમીટરનું અંતર છે અને આ લોકો એકમેકને નજરે જોયે પણ ઓળખતાં નથી કે કોઈ એકમેકનાં સગાં-સંબંધી પણ નથી. આમ છતાં આ સૌ વચ્ચે એક ગજબનું સામ્ય છે. આ સામ્ય એટલે આ સૌ વનવાસી-વનવાસી પરિવારમાંથી આવે છે. આ તમામ લોકો વનવિસ્તારમાં જ નિવાસ કરી રહ્યાં છે અને ગુજરાત સરકારની વનબંધુ કલ્યાણ યોજના હસ્તક ચાલતી ૫૦થી વધુ જુદા જુદા પ્રકારની યોજનાઓના લાભો મેળવી મેળવીને પોતે પગભર પણ થયા અને પરિવારને બેઠો કરવાનું ઉદાહરણ‚રૂપ-પ્રેરણા‚રૂપ કાર્ય પણ કરી બતાવ્યું છે.
ડાંગ જિલ્લાના વધઈ-સાપુતારા રોડ નજીક આવેલ મુરબી ગામે રહેતા શુકરભાઈ ધવડેભાઈ રિંગણની ખેતી કરીને મહિને રૂપિયા ૧૫,૦૦૦ કમાઈ લે છે. રાજ્ય સરકારની વાડી યોજના હેઠળ તેમણે પોતાના નાનકડા ખેતરમાં આંબાની કલમો લગાવી છે જે હવે મોટા થઈ ગયા છે, તો કાજુના રોપા પણ લગાવ્યા છે.
નર્મદા જિલ્લાના અંતરિયાળ અને અવિકસિત એવા સાગબારા-ડેડિયાપાડા તાલુકાના મનકપાડા ગામમાં રહેતાં હીરાબહેને ગુજરાત સ્ટેટ લાઈવલીહુડ પ્રમોશન કંપની લિ. અને રાજ્ય સરકારની અન્ય સલાહ-સહાય તથા માર્ગદર્શન મેળવીને સખી મંડળની રચના કરી તથા વનવિસ્તારમાં પેદા થતી કુવાડા વનસ્પતિ અને કેસુડા વગેરે એકત્ર કરીને તેની આયુર્વેદિક ઔષધિઓ બનાવવાની કામગીરી કરી રહ્યાં છે.
૭૦ બહેનો તેમની સાથે સખી મંડળમાં આ કાર્યમાં જોતરાઈ છે. તેમને સૌને મહિને બે હજારથી અઢી હજાર રૂપિયા રોજગારી‚રૂપે મળી રહ્યા છે.
સાબરકાંઠા જિલ્લાના ભિલોડા તાલુકાના છેવાડાના એવા ઓડ ગામની અભણ મહિલા શારદાબહેન ભરાડા આમ તો ગામની બીજી મહિલાઓની જેમ જ પતિ સાથે ગામ બહાર જઈને છૂટક મજૂરી યા પરચૂરણ કામ કરીને ઘર ચલાવતી. હવે વનબંધુ કલ્યાણ યોજના અને રાજ્ય સરકારની વિવિધ સહાય યોજનાઓની મદદથી માત્ર તેમના જ નહીં, તેમના જેવી સંખ્યાબંધ મહિલાઓના પરિવારોના દિવસો ફરી ગયા છે. એ સૌના જીવનમાં સોનાનો સૂરજ ઊગ્યો છે. આ મહિલાઓએ સહકારી ધોરણે મંડળી બનાવીને પોતાના ગામ પાસે રાજ્યના વનવિભાગની પડતર રહેલી ૮૦૦ હેક્ટર જમીન ઉપર વૃક્ષોનું વાવેતર કરવાનું કામ હાથ ધર્યું. વન વિભાગના માર્ગદર્શન અને અન્ય ખાનગી સંસ્થાની મદદથી વનમંડળી બનાવી તેના મીઠાં ફળ આજે હવે આ મહિલાઓ અને તેમના પરિવારો ચાખી રહ્યાં છે. ૭૩ મહિલાઓથી શરૂ થયેલી વનમંડળીએ સાગ, ટીમ‚, ઉબીયો, કણજી, દૂધી, કકડાયા વૃક્ષોનું વાવેતર કર્યું, જેનાથી પ્રથમ વર્ષે ગૌણપેદાશો જેવી કે ગુંદર, રાળ, લાખ, દૂધી અને ટીમ‚ પાનના વેચાણથી મંડળીને આવક થવા લાગી. આજે હવે આ મહિલાઓને દર મહિને પંદરસો ‚પિયાથી વધુની આવક મળી રહે છે.
વનબંધુ કલ્યાણ યોજના હેઠળ સને ૨૦૦૭-૦૮થી દૂધ સંજીવની યોજના શરૂ કરવામાં આવી છે. રાજ્યના તમામ ૪૯ વનવાસી તાલુકાઓની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં ૧૧ લાખ વિદ્યાર્થીઓને દૂધ સંજીવની યોજના હેઠળ દૈનિક ૨૦૦ એમ. એલ. ફોર્ટિફાઈડ ફલેવર્ડ દૂધ આપવામાં આવે છે. શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ હેઠળ કીડની, કેન્સર, હૃદયના મળીને ૬.૮૩ લાખથી વધુ વનવાસી દર્દીઓને નિ:શુલ્ક દવાઓ અને સારવાર તથા દર મહિને આર્થિક સહાય આપવામાં આવે છે.
આજનો વનવાસી વિદ્યાર્થી ભણતરથી સામાજિક, આર્થિક પ્રગતિ કરી રહ્યો છે. સને ૨૦૦૧માં વનવાસી સાક્ષરતા દર ૪૭.૭% હતો, જે સને ૨૦૧૧માં વધીને ૬૨.૫% થયો છે. તેમજ શાળાઓમાં ડ્રોપ આઉટ રેટ વર્ષ ૨૦૧૪-૧૫માં ઘટીને ૧.૯૭% (કુમાર ૧.૯૪%, કન્યા ૨.૦૦%) થયો છે. રાજ્ય સરકાર દ્વારા સુરત, વડોદરા, વલ્લભ વિદ્યાનગર, અમદાવાદ, રાજકોટ અને ભાવનગર ખાતે અનુસૂચિત જનજાતિ અને વિકસતિ જનજાતિ કૉલેજ કક્ષાના અને ઉચ્ચ અભ્યાસક્રમોમાં ભણતા વિદ્યાર્થીઓ માટે નિ:શુલ્ક ધોરણે રહેવા-જમવા માટે સમરસ છાત્રાલયો શરૂ કરવામાં આવ્યાં છે.
રાજ્યના વનવાસી વિસ્તારોને સતત વીજ પુરવઠો આપવા છેલ્લા દશકમાં ૧૦૦ નવા સબ સ્ટેશન શરૂ કરવામાં આવ્યાં છે, જેમાં વનવાસી જિલ્લાઓના કુલ ૫૮૮૪ ગામોને ૨૪ કલાક વીજળી પૂરી પાડવામાં આવે છે. કૃષિ ક્ષેત્રે તેનો લાભ આપવામાં આવી રહ્યો છે. વનવાસી વિસ્તારનાં ૮૯,૧૧૧ ખેતરોમાં વીજળીકરણ કરવામાં આવ્યું છે. આ સાથે બાકી રહી ગયેલા અને નવા બી.પી.એલ. કુટુંબવાળા વિસ્તારોમાં તથા ૯૬૫ પેટા વિસ્તારોમાં વીજળીનું કનેક્શન આપવામાં આવ્યું છે.
પૂર્વ પટ્ટીમાં રહેતા ગરીબી રેખા હેઠળના કુટુંબની વનવાસી મહિલાઓને સ્વરોજગારી માટે સંકલિત ડેરી વિકાસ યોજના હેઠળ ૧,૦૪,૦૦૦ દુધાળાં પશુઓ આપી આર્થિક રીતે પગભર કરવામાં આવ્યાં છે. વનવાસી યુવતીઓને રોજગારી માટે વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર અંતર્ગત ૭૦ પૈકી ૪૦ તાલીમ કોર્ષ શરૂ કરવામાં આવ્યા છે, જેમાં આશરે ૫૦૦૦ મહિલાઓને તાલીમ સાથે રોજગારી આપવામાં આવી છે. વન અધિકાર અધિનિયમ હેઠળ વ્યક્તિગત દાવાની મંજૂરીમાં વનવાસી મહિલાઓનાં નામ દાખલ કરીને જમીનની હક્કદાર બનાવવામાં આવી છે. વનવાસી કન્યાઓના શિક્ષણને નિયમિત બનાવવા માટે સરસ્વતી સાયકલ સાધના યોજના હેઠળ સાયકલ સહાય આપવામાં આવે છે. આ સાથે મહિલાઓને પાણી માટે દૂર ન જવું પડે તે માટે તેમના ઘર-ગામ સુધી શુદ્ધ પાણીનું કનેક્શન આપવામાં આવ્યું છે. આજે રાજ્યનાં કુલ વનવાસી વિસ્તાર પૈકી ૫૬ ટકા સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચ્યું છે.
વનબંધુ કલ્યાણ યોજના-૨૦૧૭ એક દસકમાં દેશની બેસ્ટ મોડલ સ્કિમ
વનબંધુ કલ્યાણ યોજનાનો ગુજરાતમાં ૨૦૦૭માં પ્રારંભ થયો. ૨૦૧૭માં રાજ્યમાં આ યોજના લાગુ કર્યાને દસ વર્ષ થયાં છે. ગુજરાતમાં આ યોજનાને મળેલી સફળતા અને પરિણામલક્ષી અસરકારકતાથી પ્રેરાઈને કેન્દ્ર સરકારે પણ સને ૨૦૧૫-૧૬થી સમગ્ર દેશમાં વનબંધુ કલ્યાણ યોજના અમલમાં મૂકી છે. આમ એક દસકમાં ગુજરાતની આ યોજના સમગ્ર દેશ માટે બેસ્ટ મોડલ સ્કિમ બની ગઈ છે. ટ્રાયબલ સબ પ્લાન (ટી.એસ.પી.) હેઠળ ૧૦મી પંચવર્ષીય યોજના (૨૦૦૨-૦૭)માં કરવામાં આવેલી ‚રૂા. ૫,૬૪૦ કરોડની નાણાકીય ફાળવણી વધારીને ૧૧મી પંચવર્ષીય યોજના (૨૦૦૭-૧૨)માં સીધી ‚રૂા. ૧૫૦૦૦ કરોડ કરી દેવામાં આવી. જ્યારે તેની સામે કરવામાં આવેલ વાસ્તવિક ખર્ચનો આંકડો રૂા. ૧૭,૨૦૦ કરોડ સુધી પહોંચ્યો. ગુજરાત સરકારે ૧૨મી પંચવર્ષીય યોજના (૨૦૧૨-૧૭)માં ‚રૂા. ૪૦,૦૦૦ કરોડની સામે ‚રૂા. ૪૨,૭૧૨ કરોડની મહત્ત્વાકાંક્ષી ફાળવણી કરી અને જેના પરિણામે રાજ્યના વનબંધુઓના વિકાસમાં ગુણાત્મક સુધારો થયો છે.
 
વનવાસી મહિલાઓનું સશક્તિકરણ મળ્યું સ્વમાન, સન્માન અને થયાં પગભર
 • વન અધિકાર અધિનિયમ હેઠળ વ્યક્તિગત દાવાની મંજૂરીમાં વનવાસી મહિલાઓનાં નામ દાખલ કરીને જમીનના હક્કદાર બનાવ્યાં.
 • વનવાસી કન્યાઓના શિક્ષણને નિયમિત બનાવવા માટે સરસ્વતી સાયકલ સાધના યોજના હેઠળ સાયકલ સહાય.
 • વનવાસી મહિલાઓને નળ કનેક્શન દ્વારા શુદ્ધ પીવાનું પાણી ૩.૯ ટકાથી વધારી ૫૬ ટકા સુધી.
 • વનવાસી મહિલા અને બાળકોને કુપોષણમાંથી મુક્ત કરવા માટે તમામ વનવાસી વિસ્તારમાં દૂધ સંજીવની યોજના હેઠળ પ્રાથમિક શાળા અને આંગણવાડીના લાભાર્થીઓને ફોર્ટિફાઈડ દૂધ.
 • વનવાસી મહિલાઓને સશક્ત કરવા માટે વેજીટેબલ કલેક્શન કમ ગ્રેડીંગ સેન્ટરના સંચાલન માટે ખાસ જોગવાઈ હેઠળ ૧૦૦ પૈકી ૯૪ સેન્ટરોના સંચાલનમાં વનવાસી સખી મંડળો.
 • વનવાસી પરિવારની ક્ધયાઓના ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે ૪૩ જેટલી ક્ધયા સાક્ષરતા નિવાસી શાળાની સ્થાપના કરીને ૧૨,૦૦૦ જેટલી કન્યાઓને શિક્ષણની સુવિધા.
 • નવોદય પેટર્ન મુજબ ૩૧ એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલની શરૂઆત... જેમાં ૧૦,૦૦૦ વનવાસી કુમાર-કન્યાઓને મોડર્ન સુવિધા સાથેનું શિક્ષણ, જેમાં આશરે ૫૦ ટકા કન્યા લાભાર્થીઓ...

આરોગ્યસેવાઓની સરવાણી - ઘરઆંગણે મળી રહે દવા-પાણી
 • વનબંધુઓને પીવાના પાણીની સવલત માટે પરિણામલક્ષી પહેલ
 • કુલ ૩૫ સ્થાનિક પાણી પુરવઠા યોજના હેઠળ રાજ્યના ૧૦૦૫ વનવાસી ગામડાંનો સમાવેશ
 • કુલ ૭૬૯૪ નવા હેન્ડપંપ મીની વોટર સપ્લાય યોજના હેઠળ હેન્ડપંપ નિર્માણની કામગીરી પૂર્ણ.
 • કુલ ૪૪૦ સોલારપંપ લગાડવાની કામગીરી પ્રગતિમાં
 • કુલ ૩૯૪૬ ગામોમાં વોટર સપ્લાય સ્કીમ હેઠળ તથા પાણી સમિતિ દ્વારા લોકભાગીદારીથી કામગીરી પૂર્ણ.
 • સને ૨૦૦૧ સુધીમાં ૪૮,૬૯૮ વનવાસી પરિવારોને (૩.૯%) નળથી પાણી મળતું હતું જે વનબંધુ કલ્યાણ યોજના અમલમાં આવ્યા બાદ ૮.૬૦ લાખ પરિવારો (૫૬.૦૦%)ને નળથી પાણી મળતું થયું.
 • રૂા. ૨૧૬૨ કરોડની ગ્રાન્ટ સામે ‚રૂા. ૧૪૫૫ કરોડનો (૬૭.૩૧%) ખર્ચ
 • નર્મદા આધારિત દાહોદ અને છોટાઉદેપુરનાં ૩૪૩ ગામો અને દેવગઢબારિયા તથા છોટાઉદેપુરના શહેર વોટર સપ્લાય સ્કીમ હેઠળ આશરે ‚રૂા. ૮૯૦ કરોડના ખર્ચે પીવાનું પાણી.
 • વોટર સપ્લાય સ્કીમ અંતર્ગત આશરે ૩૦૯ કરોડના ખર્ચે ડેડિયાપાડા અને સાગબારા (જિ. નર્મદા) અને સોનગઢ (જિ. તાપી)નાં ૨૨૧ ગામોને લાભ.
 • કડાણા ડેમ આધારિત સરાસડી (વંછલા ડુંગર) પ્રાદેશિક વોટર સપ્લાય યોજના અંતર્ગત મહિસાગર જિલ્લાનાં ૨૭ ગામોને આ યોજનાનો લાભ
 • સંખેડા, પાવીજેતપુરને વોટર સપ્લાય યોજના હેઠળ નર્મદા મુખ્ય નહેરમાંથી ભીલોડીયાની પેટા કેનાલ દ્વારા ૬૦ લાખ લોકોને લાભ.