ઉદ્યોગક્ષેત્રે ધમધમતું ગુજરાત

    ૦૪-નવેમ્બર-૨૦૧૭

 
ઉદ્યોગક્ષેત્રે પણ ગુજરાતની પ્રગતિ નોંધપાત્ર બની છે. ગુજરાત હાલ દુનિયાના દસ રોકાણકેન્દ્રો પૈકીનું એક બન્યું છે. અહીં નોંધ લેવા જેવી બાબત એ છે કે અન્ય રાજ્યોની જેમ પાટનગરની આસપાસના જ ઔદ્યોગિક વિકાસની રીતરસમો ગુજરાતે તોડી છે અને રાજ્યનાં અન્ય મોટાં શહેરોમાં ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપી રહ્યું છે. નેશનલ કાઉન્સિલ ફોર એપ્લાઈડ ઈકોનોમિક રિસર્ચના આંકડા મુજબ ૨૦૧૩-૧૪માં ગુજરાતનું ઔદ્યોગિક ઉત્પાદન ૧૨.૩૧ લાખ કરોડ રૂપિયા હતું, જે ૨૦૧૪-૧૫માં વધીને ૧૨.૭૦ લાખ કરોડ અને ૨૦૧૫-૧૬માં ૧૩.૫૦ લાખ કરોડે પહોંચ્યું હતું. આ આંકડા જ સૂચવે છે કે, ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ બુલેટ ગતિએ આગળ વધી રહ્યો છે. ગુજરાતની ઓળખ ઔદ્યોગિક મૂલ્યવૃદ્ધિઓ સમયગાળા દરમિયાન ૧.૪૮ લાખ કરોડથી વધીને ૧.૭૦ લાખ કરોડ એટલે કે ૩૨ ટકાના દરે વધી છે. ૨૦૦૫ના આર્થિક સર્વે મુજબ ગુજરાતમાં આર્થિક એકમોની સંખ્યા ૨૪ લાખ ૨૬ હજાર હતી, જે ૨૦૧૩માં ૬૩ ટકાના વધારા સાથે ૩૯ લાખ ૯૩ હજાર થઈ છે. આ જ દર્શાવે છે કે ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ શ્રેષ્ઠ સ્તરે છે. ઉદ્યોગ મંત્રાલયના આંકડાઓ મુજબ ૨૦૦૦થી ૨૦૧૬ સુધીમાં ભારત દેશમાં સીધું વિદેશી મૂડી રોકાણ ૧૩.૨૮ બિલિયન ડૉલર હતું, જેમાં એકલા ગુજરાતમાં આ સમયગાળા દરમિયાન ૯૨ હજાર કરોડ ‚પિયાનું સીધું વિદેશી મૂડીરોકાણ આવ્યું છે. રીઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાના આંકડા મુજબ દેશની ‘૫’ ટકાની વસ્તી અને ૬ ટકાનો વિસ્તાર ધરાવતા ગુજરાત રાજ્યનો દેશના ઔદ્યોગિક મૂડીરોકાણમાં જે ભાગ ૯.૫ ટકા હતો, તે વધીને ૧૪.૫ ટકા જેટલો થયો છે.
નાના-મધ્યમ કદના ઉદ્યોગોને પ્રોત્સાહન
રાજ્યમાં રોજગારી આપવામાં નાના, મધ્યમ કદના ઉદ્યોગોની ખૂબ મોટી ભૂમિકા રહેલી છે. રાજ્યમાં નાના અને મધ્યમ ઉદ્યોગોમાં કામ કરતા શ્રમિકોના કલ્યાણ માટે પણ રાજ્ય સરકારે બજેટમાં ઘણી યોજનાઓ અમલમાં મૂકી છે. નાના અને મધ્યમ કદના ઉદ્યોગો માટે એક હજાર કરોડનું પૅકેજ આપ્યું છે. સમગ્ર દેશમાં પ્રથમવાર સુથાર-લુહાર, વાળંદ, મોચી, દરજી, કુંભાર, ધોબી સહિતના પરંપરાગત વ્યવસાયકારો માટે અનેક ઊજળી તકો ઊભી થઈ.
વર્ષ ૨૦૧૭-૨૦૧૮ના ગુજરાતના બજેટમાં ઔદ્યોગિક પ્રોત્સાહન યોજના, સંરક્ષણ અને એરોસ્પેસ અને પ્લાસ્ટિક ઉદ્યોગ માટેની યોજના માટે ‚રૂ. ૨૦૦ કરોડ ફાળવ્યા છે. ટેક્ષટાઈલ પૉલિસીને પ્રોત્સાહન આપવા માટે ‚. ૫૭૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અનુસૂચિત જાતિ-અનુસૂચિત જનજાતિ માટે ડૉ. આંબેડકર ઉદ્યોગ ઉદય યોજના અંતર્ગત નિયત પ્રોત્સાહનો ઉપરાંત મેન્ટરશીપ અને નિર્વાહ ભથ્થાં સહિત વધારાની સહાય પણ ખરી.
નાના-મધ્યમ કદના ઉદ્યોગોને પ્રોત્સાહન આપતી યોજનાઓનો ઝડપથી અમલ કરવા માટે અલાયદી કમિશનર કચેરીની સ્થાપના કરવાની પણ નેમ છે.
વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રોમાં કાર્ય કરતા શ્રમિકો માટે યુ વીન યોજના કાર્યરત છે. તેમને મુખ્યમંત્રી અમૃતમ્ અને મા વાત્સલ્ય યોજના હેઠળ આવરી લેવાયા છે. બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા શ્રમિકોને રાહતદરે પોષણયુક્ત અને ગુણવત્તાયુક્ત ભોજન મળે તે માટે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ કરવામાં આવશે, જેનો લાભ ૧૦ શહેરોનાં ૮૮ કડિયાનાકા ખાતેના ૫૦ હજારથી વધુ બાંધકામ શ્રમિકોને મળશે.
રાજ્યના ઉદ્યોગોને કૌશલ્યવાન યુવાનો પૂરા પાડવા માટે તમામ જિલ્લાઓમાં આઈ. ટી. આઈ. કાર્યરત છે. તેમજ યુવાનોને રોજગારી આપવા માટે રાજ્યભરમાં મેગાજૉબ ફૅરના માધ્યમથી ૫૦ હજારથી વધુ યુવક-યુવતીઓને નોકરી પ્રાપ્ત થઈ છે. આગામી દિવસોમાં રાજ્યની યુવાપેઢીને ઘર-આંગણે નોકરી મળે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.
રાજ્યનો અદ્ભુત ઔદ્યોગિક વિકાસ : ઊડતી નજરે...
  • રાજ્યમાં બિનઅધિકૃત ખનીજ ખોદકામ, વહન, સંગ્રહ સંદર્ભે જુદાં જુદાં માધ્યમોથી મળેલ ફરિયાદો પૈકી ૫૦૦થી વધુ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે.
  • છેલ્લા એક વર્ષમાં ખનીજ વિભાગને લગતી કુલ ૭૩ અપીલોનો નિકાલ કરવામાં આવેલ છે. હ અંબાજી અને ધ્રાંગધ્રા ખાતે સ્ટોન આર્ટિઝન પાર્ક બનાવવામાં આવ્યો છે.
  • રાજ્યમાં સઘન ચેકિંગ હાથ ધરી બિન-અધિકૃત ખનન, વહન, સંગ્રહના ૮,૫૭૭ કેસો કરી ‚રૂ. ૪,૨૪૫.૨૮ લાખની વસૂલાત તથા ૧૨૬ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
  • રાજ્યમાં યોગ્ય પારદર્શક સ્પર્ધાત્મક તેમજ બિનભેદભાવયુક્ત ખનીજ ફાળવણી થાય તે હેતુસર ઈ-ઑક્શન પદ્ધતિથી મુખ્ય ખનીજ લાઇમસ્ટોનના કુલ ત્રણ બ્લૉકની જાહેર હરાજી કરવામાં આવી.