આ ફોટાએ સ્પર્ધા જીતી લીધી છે પણ દિલ દુઃખી કરી નાખ્યા છે…

    ૦૮-નવેમ્બર-૨૦૧૭

 
આગમાં સળગતુ હાથીનું બચ્ચુ, જેને આપણે મદનિયુ કહીએ છીએ, અને આગળ તેની મા…આ ફોટો જોઈ વિચલીત થવાય પણ આ ફોટાએ વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી સ્પર્ધા જીતી છે. મદનિયું સળગી રહ્યું છે એટલા માટે નહિ પણ આવી ઘટનાઓ બની રહી છે તેને ફોટામાં કંડારી તેને દુનિયા સમક્ષ લઈજવા બદલ આ સ્પર્ધા આ ફોટોએ જીતી લીધી છે. ફોટોગ્રાફર બિપલબ હાજરાએ આ ફોટો નીચે કેપ્શન આપ્યુ છે “Hell is Here”. અથાર્ત નર્ક સમાન….
 
આ તસવીર પશ્ચિમ બંગાળના બાંકુડા જિલ્લાની છે જેને ફોટોગ્રાફર બિપલબ હાજરાએ પોતાના કેમેરામાં કેદ કરી હતી. બિપલબ હાજરાની આ તસવીરને એવોર્ડથી સન્માનિત કરતા સેન્ચ્યુરી મેગેઝીને કહ્યું છે, "આ પ્રકારનું અપમાન... સામાન્ય વાત છે." સેન્ચ્યુરી મેગેઝીને આ ફોટા સાથે લખ્યું છે કે આ પણ હાથીઓ અને લોકો વચ્ચે સંઘર્ષનો એક મામલો હતો.
વિપલબ હાજરાએ જ્યારે તસવીર લીધી હતી ત્યારે "ચીસ પાડતા પાડતા લોકો હાથીઓ પર આગના ગોળા અને ફટાકડા વરસાવી રહ્યાં હતા."

 
 
ઉલ્લેખનીય વાત એ છે કે બાંકુડા જિલ્લાના જે વિસ્તારમાં આ તસવીર લેવામાં આવી છે ત્યાં હાથીઓ અને લોકો વચ્ચે સંઘર્ષ સામાન્ય બાબત છે. બાંકુડાથી હાથિઓનાં હુમલામાં લોકોનાં મૃત્યુના સમાચાર પણ આવતા રહે છે.
આ તસવીર પર સોશિઅલ મીડિયા પર પણ ખૂબ ચર્ચા થઈ રહી છે.