હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું આયોજન

    ૦૯-નવેમ્બર-૨૦૧૭

 
 

આપણો હિન્દુ સનાતન ધર્મ આધ્યાત્મિક અને સેવાને કારણે વિશ્ર્વનો પથદર્શક બની રહેલ છે. આપણા પૂર્વજો સાધુસંતોએ હંમેશા સમાજની અને તેની પરંપરાઓની ચિંતા કરી છે, જે તેમના જીવન પર્યંતના સેવાકાર્યોથી આપણને જાણવા મળે છે. આજે પણ આપણા સાધુસંતો આપણી સંસ્કૃતિ અને જીવનમૂલ્યો ટકી રહે તે માટે અનેકવિધ સેવાકાર્યો કરી રહ્યા છે.

પૂ. મા. અમૃતાનંદમયી પોતાના સેવાકાર્યોની સુવાસ દેશ-વિદેશમાં ફેલાવી રહ્યા છે, જ્યારે પૂ. શ્રી શ્રી રવિશંકરજી આર્ટ ઑફ લીવીંગના માધ્યમથી લોકોના મનમાં રહેલા માનસિક વિકારોને દૂર કરી રહ્યા છે.

પૂ. બાબા રામદેવજી યોગના માધ્યમથી લોકોને સ્વસ્થ જીવન આપવાનો માત્ર પ્રયાસ નહીં પરંતુ સંપૂર્ણ સમાજને રાષ્ટ્રભક્ત બનાવવાનું બીડું ઝડપ્યું હોય તેમ રાત-દિવસ પ્રયત્નશીલ છે. આપણા ગુજરાતમાં પણ પૂજ્ય મોટા, પૂ. ડોંગરેજી મહારાજ, પૂ. પુનીત મહારાજ, પૂ.રણછોડદાસજી મહારાજ જેવા અનેક પૂજ્ય સંતોની હારમાળા જોવા મળી છે. સાંપ્રતકાળમાં વિચાર કરીએ તો પૂ. અણદાબાવા, સ્વામીનારાયણ સંપ્રદાયના પૂ. સંતો, પૂ. જૈન આચાર્ય ભગવંતો તેમજ મહારાજ સાહેબો અને અનેક સંતો સમાજની સુખાકારી માટે સતત પ્રયત્નશીલ રહે છે.

હિન્દુ આધ્યાત્મિક સંસ્થાઓ માનવતા માટે સાંસ્કૃતિક સુમેળ સાધી શકે તેમજ સેવાકીય કાર્યોને પ્રોત્સાહન આપી શકે માટે વિવિધ ફાઉન્ડેશન દ્વારા (Hindu Spiritual Service Foundation - HSSF) હિન્દુ આધ્યાત્મિક એવં સેવા ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી હતી. (જેમાં હિન્દુ, બૌદ્ધ, જૈન, શીખ, ઇસ્લામ, ખ્રિસ્તી અને જુડાઈઝમના આગેવાનો તેમજ સંસ્થાઓ એકત્રિત થયા હતા.) ‘આત્માનો મોક્ષાર્થમ્, જગત હિતાયાચ્જે પ્રાચીન વૈદિક સિદ્ધાંતના આધારે લોક કલ્યાણ અને સેવાને ભારતના રાષ્ટ્રીય સંત સ્વામી વિવેકાનંદે પ્રોત્સાહિત કરી હતી.

હિન્દુ આધ્યાત્મિક સંસ્થાઓમાં સેવાકીય અભિગમના ધ્યેયને પ્રોત્સાહિત કરવાનું હિન્દુ આધ્યાત્મિક એવમ્ સેવા ફાઉન્ડેશને લક્ષ્ય બનાવ્યું છે. આધ્યાત્મ નિ:સ્વાર્થ સેવા માટેનું ઉચ્ચ માધ્યમ છે, એવી ખાતરી સાથે બહોળા સમય અને શક્તિનો ઉપયોગ કરી આધ્યાત્મિક સંસ્થાઓમાં પણ સેવાકીય માનસિકતા જાગૃત કરવા નવીન અને સુધારાવાદી અભિગમથી છેલ્લા સાત વર્ષથી HSSF કાર્યરત છે. અભિગમમાં અમોને સારી એવી સફળતા પણ પ્રાપ્ત થઈ રહી છે, જે અંતર્ગત પહેલા મેળામાં ૨૦ આધ્યાત્મિક સંસ્થાઓએ ભાગ લીધો હતો.

સફળતાના આધારે હિન્દુ આધ્યાત્મિક સંસ્થાઓમાં સેવાકીય માનસિકતાને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યને આગળ વધારી, હવે આજના સમયના સમાજ અને વિધના પડકારો માટે હિન્દુ દર્શન અધ્યાત્મ અને જીવનશૈલીની ઉપયોગીતાને જોડવાનો વિચાર કરવા HSSF પોતાના કાર્યોને વિસ્તરી રહ્યું છે.

હિન્દુ આધ્યાત્મિક અને હિન્દુ જીવન ધર્મની વ્યવહારીક રજૂઆત, નીચેના મૂલ્યો (થીમ) આધારિત સંસ્કારની રજૂઆત કરવામાં આવી.

  • વનોનું સંરક્ષણ તથા વન્યજીવોની સુરક્ષા
  • પર્યાવરણની સુરક્ષા
  • જીવ સૃષ્ટિનું સંતુલન
  • માનવીય તથા પારિવારિક મૂલ્યોનું સંરક્ષણ
  • રાષ્ટ્રભક્તિ જાગરણ

આધુનિક અને વૈશ્ર્વિક વિચારોના સતત મારને કારણે વિદ્યાર્થીઓ અને યુવાધનમાં પર્યાવરણ અને સમગ્ર જીવો પ્રત્યે દુર્લક્ષ્યના કારણે પારિવારિક અને સામાજિક મૂલ્યોનું ધોવાણ થઈ રહ્યું છે. માતા-પિતા, વડીલો, ગુરુજનો અને સ્ત્રી સન્માનમાં ઉણપ દેખાઈ રહી છે અને રાષ્ટ્ર પ્રત્યેના પ્રેમમાં અભાવ વર્તાઈ રહ્યો છે. સમસ્યાને ધ્યાનમાં રાખી મુખ્ય વિચારને આધારસ્તંભ બનાવી વાર્ષિક મેળાનું આયોજન કરાય છે.

સંસ્કૃતિક, પર્યાવરણીય અને જૈવિક અવગતિથી માનવ જાતને બચાવવા સમગ્ર આધ્યાત્મિક અને સેવાકીય સંસ્થાઓ જીવનશૈલી બદલવા આગળ આવે માટે અમે તેમને પ્રોત્સાહિત કરીએ છીએ.

શા માટે HSSF દ્વારા પહેલ થઈ ?

ભારતમાં ધર્માદા પ્રવૃત્તિ અને પરોપકાર વૃત્તિની ઉણપ છે એવી ટીકા વિદેશોમાં થઈ રહી હતી જેથી પહેલ કરવામાં આવી. ભારત અને ભારતનું દર્શન ધર્માદાવૃત્તિથી પર છે. આવી ધારણા ઉભી કરવામાં આવી છે અને પૂર્વગ્રહ બંધાયો છે. ભારતીય વેપારીઓમાં દયા-કરુણાનો અભાવ છે એવા આક્ષેપો સાથેનો લેખ ૨૦૦૯માંવોલ સ્ટ્રીટ જર્નલના કટાર લેખકે લખ્યો હતો ખરેખર તો ભારતની ધર્માદા પ્રવૃત્તિ-કરુણા આવી આફવાથી તદ્ન વિપરીત છે PRIA એક સ્વયંસેવી સંસ્થા છે. જે ભારત સરકારના યોજના યોગ દ્વારા સ્થપાઈ છે, તેણે તારવ્યું છે કે . કરોડ ઘરેલું ભારતીયો ૪૧% અને એમાંથી પણ / ગામડાનાં ઘરો પૈસા રોકડ અથવા વસ્તુ સ્વ‚પે દાન કરે છે. PRIAના અભ્યાસ પરથી એવું તારણ આવ્યું છે, કે કુલ દાન પૈકીના / ભાગ એવી વ્યક્તિઓની સહભાગિતા છે. જેમની માસિક આવક ૮૦૦૦ રૂપિયાથી ઓછી છે અને ચોથો ભાગ એમનો છે જેમનું શૈક્ષણિક સ્તર પ્રાથમિક કક્ષાનું છે. ઙછઈંઅના ઉચ્ચ અધિકારી જણાવ્યું છે કે કોઈ પણ જાહેરાત વગર એક વ્યક્તિ બીજી વ્યક્તિને મદદ કરે છે.

એવી રીતે Honson Report ૨૦૧૦માં નોંધ્યું છે કે દાન ભારતની પૌરાણિક પરંપરા છે, ધાર્મિક પ્રવૃત્તિઓ અહીંની પરંપરામાં છે. જે ૪૦%થી વધુ ઘરોમાં છે. ૯૬% મધ્યમવર્ગીય અને ઉચ્ચ મધ્યમવર્ગીય વર્ગો દાન કરે છે. એશિયાના વેપારીઓનો અમેરિકનો કરતાં સંપત્તિ દાનમાં પણ વધુ ફાળો છે.

ભારતીય આધ્યાત્મિક સંસ્થાઓ દ્વારા વિપુલ પ્રમાણમાં અજાણ રહી થતું (ગુપ્ત) દાન.

દાનની જાહેરાત કરવાના ધાર્મિક સંસ્કારો (આદેશ) અનુસાર હિન્દુ આધ્યાત્મિક સંસ્થાઓ ખૂબ મોટી માત્રામાં દાન પ્રવૃત્તિ સાથે જોડાઈ છે, પણ વિદેશોમાં તેની જાણ નથી કે પછી મહત્ત્વની અને વિશાળ દાનવૃત્તિને જાણી જોઈને નકારવામાં આવે છે. પરિણામે ભારતની છબી દેશ-વિદેશમાં ખરડાય છે.

હિન્દુ આધ્યાત્મિક સેવાકીય મેળા

હિન્દુ આધ્યાત્મિક સંસ્થાઓની સેવાકીય પ્રવૃત્તિઓની વિશ્ર્વને જાણ કરવા તેમજ પ્રોત્સાહિત કરવા ૨૦૦૯થી HSSF આવા આધ્યાત્મિક અને સેવાકીય મેળાનું આયોજન કરે છે.

ભારતનું આધ્યાત્મ માનવીય કરુણાની ઉણપ ધરાવે છે અને માત્ર અન્ય સાંસારિક વિષયો તરફ સંબંધ રાખે છે. એવી માન્યતા દૂર કરવા, ભારતના ઉદ્યોગ જગતનાં લોકો ઓછી દાનવૃત્તિ વાળા છે એવી છબી દૂર કરવા, વિશ્ર્વ તેમજ દેશમાં ભારતની સાચી છબી ઉપસાવવા ચેન્નઈથી આવા મેળાઓની ‚આત થઈ જેમાં પહેલાં મેળામાં ૩૦ સંસ્થાઓ ભાગ લીધો.

હિન્દુ આધ્યાત્મિક મૂલ્યો અને પારંપારિક હિન્દુ જીવનશૈલીમાં આજના સમયના ભારતના તેમજ વિશ્ર્વના પડકારો જેવા કે પર્યાવરણ, જીવ-દયા સમાનતા, પ્રદૂષણ, માનવીય મૂલ્યો, સ્ત્રી સન્માન, રાષ્ટ્રપ્રેમનું સમાધાન છે. જેને વિવિધ કાર્યક્રમોમાં દર્શન દ્વારા તેમજ પ્રયોગાત્મક રીતે દર્શાવવામાં આવે છે.

કાર્યક્રમના ઉત્તમ પ્રકારના આયોજન અને તેના કારણે થતા દિવ્ય દર્શનના કારણે કાર્યક્રમની સ્વીકૃતિ વધતી ગઈ. અત્યાર સુધી ૧૧ રાજન્યોમાં ૨૦ જેટલા મેળા થઈ ચૂક્યા છે અને જેમાં ૨૮૫૦ સંસ્થાઓ ભાગ લીધો. આપણા ગુજરાત રાજ્યમાં - અમદાવાદ પણ દિનાંક ૫થી જાન્યુઆરી, ૨૦૧૮ દરમ્યાન કાર્યક્રમનું આયોજન થયું છે. સાધુ સંતો તેમના મઠ-મંદિરોના માધ્યમથી સમાજને આધ્યાત્મિક ઊર્જા તો પૂરી પાડે છે. સાથે સાથે તેમની સંસ્થાઓ દ્વારા સામાજિક સેવાકાર્યો પણ કરે છે. દિવસો દરમ્યાન તેમના સેવાકાર્યોનું નિદર્શન કરવામાં આવશે. સાથે આપણા રાજ્યની અગ્રગણ્ય સેવાકીય સંસ્થાઓ પણ તેમના સેવાકાર્યો સમાજ સમક્ષ મુકશે. કુલ મળી ૩૦૦ સંસ્થાઓ કાર્યક્રમમાં જોડાશે.

કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે ૫૦૦ જેટલી શાળા-કૉલેજોમાં ભારતીય પરંપરાગત રમતોની સ્પર્ધા થશે, જેની અંતિમ સ્પર્ધા મેળા દરમ્યાન થશે. મેળા દરમ્યાન ક્ધયાવંદન, માતૃવંદના, આચાર્ય વંદન, ગંગા-તુલસી વંદન, વીર વંદન જેવા કાર્યક્રમો થશે. ઉપરાંત રોજ રાત્રે ભારતીય જેમાં ખાસ કરીને ગુજરાતના લોકજીવનનો ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન થઈ રહ્યું છે.

૨૩ ડિસેમ્બર, ૨૦૧૭ના રોજ રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે પરમવીર વંદનાનો કાર્યક્રમ થશે, જેમાં ખ્યાતનામ કલાકારો દ્વારા દેશભક્તિના ગીતો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા સામૂહિક વન્દેમાતરમ્નું ગાન થશે.