રોહિત શર્માએ મારી ત્રીજીવાર બેવડી સદી, જુવો ૧૨ પાવરફૂલ સિકસ

    ૧૩-ડિસેમ્બર-૨૦૧૭

 
 
 
"હિટમેન" રોહિત શર્માએ હાલ રમાય રહેલી ભારત-શ્રીલંકા વચ્ચેની વન ડે મેચમાં ત્રીજીવાર બેવડી સદી ફટકારી છે. રોહિતે ૧૫૩ બોલમાં ૧૩ચોક્કા અને ૧૨ સિક્સની મદદથી ૨૦૯ રન બનાવ્યા છે અને શ્રીલંકાને ૩૯૩ રનનો ટાર્ગેટ આપ્યો છે.
 
આંતરરાષ્ટ્રીય વન દે ક્રિકેટમાં અત્યાર સુધી માત્ર ૭ બેવડી સદી થઈ છે જેમાંથી પાંચ બેવડી સદી તો ભારતીય ખેલાડીઓએ જ મારી છે. અને એમાય ત્રણ તો માત્ર રોહિત શર્માએ મારી છે. જેમાં વર્ષ ૨૦૧૪માં ૨૬૪ રન શ્રીલંકા સામે, ૨૦૧૩ માં ૨૦૯ રન ઓસ્ટ્રેલિયા સામે અને હાલ ફરી ૨૦૮ રન શ્રીલંકા સામે બનાવ્યા છે.
 
આ ઉપરાંત અન્ય બેવડી સદી ફટકારનાર ખેલાડીઓની વાત કરીએ તો એક વિરેન્દ્ર સહેવાગ (૨૧૯) અને એક સચિન તેંદુલકરે (૨૦૦) બેવડી સદી મારી છે. બેવડી સદી મારનાર સચિન પહેલો ખેલાડી છે અને જો બીજી ટીમના ખેલાડીઓની વાત કરીએ તો આ સફળતા ન્યુઝીલેન્ડના માર્ટિન ગપ્ટિલ (૨૩૭) અને વેસ્ટ ઈન્ડીસના ક્રિસ ગેલ (૨૧૫) મળી છે.
 
વિડીઓ જોવા આ લિંક પર ક્લિક કરો....
 
https://www.hotstar.com/2001606317