ધોનીએ હાર્દિક પંડ્યાને ૧૦૦ મીટરની રેસમાં હરાવ્યો

    ૧૪-ડિસેમ્બર-૨૦૧૭

 
 
મહેન્દ્રસિંહ ધોનીની નિવૃતિને લઈને અનેલ દિગ્ગ્જોના અલગ અલગ મંતવ્ય છે. પણ તેના ફિટનેસ પર એક પણ શંકા કરી શકાય તેમ નથી. તેની ફિટનેસને લઈને ધોની સભાન છે તેવું તેણે સાબિત પણ કરી દીધું છે. કોહલી અને ધોનીની રનીંગ મેચ દરમિયાન જોવા જેવી હોય છે. હમણા જ બીસીઆઈએ તેના ઓફિસિયલ ટીવટર પેજ પર એક વીડિયો મુક્યો છે. આ વિડીઓ ધોનીની ફિટનેસ પર સવાલ ઉભો કરનારાઓ માટે એક જવાબ છે. આ વીડિઓમાં પ્રેક્ટીસ સેશન દરમિયાન મહેન્દ્રસિંહ ધોની અને યુવા ખેલાડી હાર્દિક પંડ્યા વચ્ચે ૧૦૦ મીટરની દોડની રેસ લાગી. ધોની અને પંડ્યા એક સાથે દોડ્યા પણ રેસની અંતમાં ધોનીએ પંડયાને હરાવી દીધો. ઉલ્લેખનીય છે કે ધોનીની ઉમર ૩૬ વર્ષની છે અને હાર્દિક પંડ્યાની ઉમર ૨૪ વર્ષની છે. આ વિડીઓ જોઈને લાગે કે ધોની ફિટનેસમાં યુવા ખેલાડીઓથી કમ નથી…જુવો