કવર સ્ટોરી : ભાજપ સરકાર + મજબૂત વિપક્ષ = અડીખમ ગુજરાત

    ૨૧-ડિસેમ્બર-૨૦૧૭

 
ગુજરાતમાં ફરી ખીલી ઊઠ્યું કમળ - ચૂંટણી : ૨૦૧૭
ગુજરાત વિધાનસભા પરિણામો : એક વિશ્ર્લેષણ
  • ગુજરાતના સુજ્ઞ-સંસ્કારી-રાષ્ટ્રવાદી મતદારોએ સ્પષ્ટ જનાદેશપૂર્વક, કોંગ્રેસના જ્ઞાતિ-જાતિવાદ-અરાષ્ટ્રીય પરિબળોના સમર્થનની શકુનિ-ચાલને જાકારો આપ્યો છે !
  • ગુજરાતના ભાજપા સરકારના વિકાસ-મૉડેલને, કોંગ્રેસના ‘વિકાસ ગાંડો થયો છે’ જેવા નકારાત્મક અપપ્રચારના વંટોળ વચ્ચે પણ, વિકાસવાંચ્છું ગુજરાતની જનતાએ પુન: સમર્થન આપ્યું છે.
  • ભાજપાના નોટબંધી-જીએસટી જેવાં ભ્રષ્ટાચાર વિરોધી-અરાષ્ટ્રીય પરિબળો વિરોધી, રિફોર્મ્સ તરફી, ક્રાંતિકારી પગલાંઓને ગુજરાતની દેશભક્ત, જાગ્રત જનતાએ વ્યાપક સમર્થન આપ્યું છે.
  • ભાજપા શાસનમાં ગુજરાતના શહેરી વિકાસના સફળ પ્રયોગોને હૈયે ધારણ કરી, ગુજરાતના શહેરી મતદારોએ આ ચૂંટણીમાં ભાજપાને માટે વ્યાપક-પ્રચંડ સમર્થન પ્રગટ કર્યું છે.
  • ગ્રામીણ મતદારોએ પણ ભાજપાના લોકકલ્યાણકારી, ગરીબ તરફી, વિકાસ-પ્રકલ્પોને આ ચૂંટણીમાં એકંદરે ઠીકઠાક સમર્થન કર્યું છે.
  • ભાજપા સરકારની ખેડૂત તરફી - ગરીબ તરફી વિવિધ સરકારી યોજનાઓને આવકારીને ખેડૂતો - આદિવાસીઓએ, દલિતો-ઓબીસી મતદારોએ પણ સમર્થન આપ્યું છે.
  • પાટીદાર-આંદોલનમાં હાર્દિક પ્રકારના આગેવાનોએ, કથિત અનામત જોગવાઈઓને નામે, કોંગ્રેસ પાર્ટી સાથે જે પ્રકારનું મેળાપીપણું અને તકવાદી વૃત્તિ-વલણ દાખવ્યાં છે, તેને જાગ્રત મતદારોએ જાકારો આપ્યો છે.
  • કોંગ્રેસના આગેવાનો સર્વશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થભાઈ પટેલ, તુષારભાઈ ચૌધરી જેવાઓએ પણ પરાજયનો સામનો કર્યો છે. તેવી રીતે ભાજપના સુદીર્ઘ શાસનને કારણે સ્વાભાવિક શાસન વિરોધી લાગણીમાં ભાજપાના મહત્ત્વના આગેવાનો, પ્રધાનોનો પણ પરાજય થયો છે.
  • એ જ રીતે થોડા મહિના અગાઉ યોજાયેલી ગુજરાત માટેની રાજ્યસભા બેઠકોની ચૂંટણી દરમ્યાન ભાજપાએ, કોંગ્રેસમાંથી જે વિધાનસભ્યોને ભાજપામાં આયાત કરેલા અને તેમાંથી જેમને આ ચૂંટણીમાં ભાજપાની ટિકિટો આપેલી, તેમાંથી સાતમાંથી બે જ આ ચૂંટણીમાં ચૂંટાયા છે. આ રીતે ગુજરાતના જાગ્રત મતદારોએ આવી અવસરવાદી રાજનીતિ પ્રત્યેનો જનઆક્રોશ પણ પ્રગટ કર્યો છે.
 
સૌરાષ્ટ્ર - કચ્છ
સૌરાષ્ટ્ર-કચ્છમાં, કચ્છની ૬ બેઠકોમાંથી ચાર બેઠકો ઉપર ભાજપાને ભવ્ય જીત મળી છે. તો ગુજરાત કોંગ્રેસના આગેવાન શ્રી શક્તિસિંહ ગોહિલને માંડવીની બેઠક ઉપરથી ભાજપાના ઉમેદવાર શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાએ ૯૦૪૬ મતોથી હરાવીને, કોંગ્રેસને અને તેના ઉમેદવારને તેમનું યોગ્ય સ્થાન દર્શાવી આપ્યું છે !
તો સૌરાષ્ટ્ર-ક્ષેત્રની બાકીની ૪૮ બેઠકોમાંથી ભાજપાની ગઈ ચૂંટણીને મુકાબલે પીછેહઠ થઈ છે. આ ક્ષેત્રમાં કેટલાક જિલ્લાઓમાં પાટીદાર-ફેક્ટર પણ ભાજપાના પરાજયનું કારણ બન્યું છે. આ તરફ સૌરાષ્ટ્રના ભાવનગર, રાજકોટ, પોરબંદર ક્ષેત્રમાં ભાજપાને સારા પ્રમાણમાં જનસમર્થન મળ્યું છે. અહીં રાજકોટ-પશ્ર્ચિમથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ ‚પાણીએ, કોંગ્રેસના સંપન્ન-મજબૂત ગણાતા ઉમેદવાર શ્રી ઇન્દ્રનીલ રાજ્યગુરુને પ્રચંડ બહુમતીથી પરાજિત કર્યા છે. તો પોરબંદર વિધાનસભા બેઠક ઉપરથી મંત્રીશ્રી બાબુભાઈ બોખિરિયાએ પણ કોંગ્રેસના પ્રદેશ આગેવાન શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાને પરાજય આપ્યો છે. ભાવનગર જિલ્લામાં પણ ભાજપાને પ્રચંડ વિજય પ્રાપ્ત થયો છે. અહીં ભાવનગરમાં ભાજપાના પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીનો પણ વિજય થયો છે.
તો આ તરફ સૌરાષ્ટ્રનાં અન્ય મહત્ત્વનાં ક્ષેત્રો..... અમરેલી, ગીર-સોમનાથ, જુનાગઢ, સુરેન્દ્રનગર, મોરબી જેવાં ક્ષેત્રોમાં, કોંગ્રેસે ધારણા કરતા ઘણાં સારો દેખાવ કર્યો છે અને એમ કરીને ભાજપાના સૌરાષ્ટ્રના પરંપરાગત ગઢમાં ઘણા ગાબડાં પાડ્યાં છે, એમ નિ:શંક કહી શકાય.
 ઉત્તર ગુજરાત
 ઉત્તર ગુજરાતની બેઠકોમાં ભાજપાને થોડું નુકસાન થયું છે. જો કે, ઉત્તર ગુજરાતની ભાજપાની આ પીછેહઠ, સૌરાષ્ટ્રની પીછેહઠને મુકાબલે પ્રમાણમાં ઓછી ગણાય. આ ક્ષેત્રમાં પાટીદાર આંદોલન, ઓબીસી આંદોલન, દલિત આંદોલનને કારણે ભાજપને ટક્કર મળી છે. આમ છતાંય, કોંગ્રેસની આગેકૂચ અટકાવવાનો મહત્ત્વપૂર્ણ પ્રયાસ કરનાર દ્વારા થયો છે.
મધ્ય ગુજરાત
મધ્ય ગુજરાતનું આ ક્ષેત્ર અગાઉના દાયકાઓમાં કોંગ્રેસનો પરંપરાગત ગઢ ગણાતો. શ્રી માધવસિંહભાઈ સોલંકીની ‘ખામ’ થિયરી, આ ક્ષેત્રમાં બરાબર કારગત નીવડેલી. પરંતુ આ ચૂંટણીમાં મધ્ય ગુજરાતના શહેરી વિસ્તારો વડોદરા-નડિયાદ વગેરે અને પૂર્વપટ્ટીના આદિવાસી ક્ષેત્રમાં પણ ભાજપાએ મજબૂતાઈ મેળવી છે. પરિણામે આ વખતની જીવસટોસટની ચૂંટણી-સ્પર્ધામાં પણ, મધ્ય ગુજરાતનો ભાજપાનો કિલ્લો અજેય રહ્યો છે !
ગુજરાતના હૃદય સમાન અમદાવાદ મહાનગર અને અમદાવાદ જિલ્લાએ, ભાજપાને આ વખતના ખરાખરીના જંગમાં પ્રચંડ સમર્થન આપીને, ભાજપાનો છઠ્ઠી વખતનો વિજય પણ સુદૃઢ કરી બતાવ્યો છે. અમદાવાદનું રિવરફ્રન્ટ હોય કે અન્ય શહેરી વિકાસના પ્રકલ્પો, અમદાવાદે શેષ ગુજરાતને અને શેષ ભારતને સ્વરાજ-સંઘર્ષ વખતથી પ્રેરણા અને શક્તિ પૂરી પાડ્યાં છે.
દક્ષિણ ગુજરાત
દક્ષિણ ગુજરાત ક્ષેત્રની સમગ્ર પૂર્વ પટ્ટી આદિવાસી બહુલ ક્ષેત્ર છે. જ્યારે પશ્ર્ચિમે સમુદ્રની સમાંતર, દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક મહત્ત્વનાં પ્રમુખ શહેરો આવેલાં છે. તેમાં ભરૂચ, અંકલેશ્ર્વર, સુરત, નવસારી, વલસાડ વગેરેનો સમાવેશ થાય છે. તેમાંય સુરત શહેર અને આસપાસના વિસ્તારો વિવિધ ઉદ્યોગો અને કૃષિ-ઉદ્યોગોથી ધમધમતા થયા છે. આ ક્ષેત્રમાં બિનગુજરાતીઓ- ખાસ કરીને ઉત્તર ભારતીય જનસમૂહોની વસ્તી ગણનાપાત્ર છે. હીરા-ઉદ્યોગ વગેરેમાં સૌરાષ્ટ્રથી આવેલા લોકોની પણ અહીં ગણનાપાત્ર હાજરી છે. પરિણામે આ ક્ષેત્રનું પ્રાદેશિક અને રાષ્ટ્રીય રાજકારણમાં પણ અત્યંત મહત્ત્વ છે.
સુરત ક્ષેત્રની કુલ ૧૬ બેઠકોમાંથી ૧૫ બેઠકો અને ૫૬% મત સાથે જીતીને, ભાજપાએ તેના વિજય-પથને મજબૂતાઈથી કંડાર્યો છે. રાહુલ ગાંધીએ GSTની ‘ગબ્બર સિંહ ટેક્સ’ કહીને ઉગ્ર આલોચના કર્યા છતાંય, અને આ ક્ષેત્રમાં વગદાર વેપારી-વર્ગમાં એ નિમિત્તે જે સાચો-ખોટો અસંતોષ હતો એમ છતાંય, સુરત ક્ષેત્રમાં ભાજપાએ વિજય પરચમ લહેરાવીને; એક તરફ રાહુલ ગાંધીના અપપ્રચારને તો બીજી તરફ હાર્દિક પ્રકારના બિનજવાબદાર અને બચકાનાં તત્ત્વોને ભારે શિકસ્ત આપી છે ! એ જ રીતે દક્ષિણ ગુજરાતની સમગ્ર પૂર્વ-પટ્ટીના આદિવાસી ક્ષેત્રમાં પણ વ્યાપક જનસમર્થનની લહેર, ત્સુનામીમાં ‚પાંતરિત થઈને, કોંગ્રેસને આ ત્સુનામીની પ્રચંડ લહેરમાં ડુબાડીને, ગાંધીનગર સ્થિત સત્તા કબજે કરવાના કોંગ્રેસના ખ્વાબને, મુંગેરીલાલના સપના જેવી હાસ્યાસ્પદ સ્થિતિમાં ફેરવી નાખેલ છે !
ઉપસંહાર
આ રીતે જનતાએ તો તેનો સ્પષ્ટ જનાદેશ ભાજપાની તરફેણમાં છઠ્ઠી વખત આપી જ દીધો છે. હવે આગામી પાંચ વર્ષો દરમ્યાન ગુજરાતની જનતાને સુશાસન પ્રદાન કરવાનો પડકાર અને સુઅવસર ભાજપાને પુન: આવી મળ્યો છે. આવતા સોળ મહિનામાં ગુજરાતની ભાજપા સરકાર જે પણ કૌવત દાખવશે તેના આધાર ઉપર જ, ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં મોદીજી - ભાજપાનો વિજયપથ પ્રશસ્ત થઈ રહેશે... એવી ગુજરાતના જનમનની અપેક્ષા સફળ થાય એ માટે, આગામી ગુજરાતની સરકારને આ વિજયીક્ષણોમાં અભિનંદન શુભકામનાઓ ! આ સંદર્ભમાં અધિર વિપક્ષ અને બધિર સરકારને બદલે, ગુજરાતમાં લોકાભિમુખ - સંવેદનક્ષમ - વિકાસક્ષમ ભાજપા સરકાર અને રણકતા અસંમતિના અવાજયુક્ત કોંગ્રેસરૂપી વિપક્ષનું હોવું સર્વથા આવકાર્ય છે ! વંદે માતરમ્..!

 
ગુજરાતની ભાજપા સરકારે નરેન્દ્ર મોદીની ભાવિ રાજકીય સફળતામાં મહત્ત્વની ભૂમિકા ભજવવાની રહેશે : ડૉ. વિદ્યુત જોશી
 
સતત ૨૨ વર્ષના શાસન પછી ગુજરાતમાં ભાજપાની છઠ્ઠી વખતની જીતે પુરવાર કર્યું છે કે, ગુજરાતમાં ભાજપાનાં મૂળિયાં સુદૃઢ છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં તમામ ૨૬ બેઠકો જીતીને પણ ભાજપે વિક્રમ સર્જ્યો હતો!
આ વખતે પાટીદાર ફેક્ટરે સૌરાષ્ટ્રમાં ભાજપાને વ્યાપક નુકસાન પહોંચાડ્યું, પરંતુ સુરત-ક્ષેત્રમાં એ જ પાટીદારો ભાજપા સાથે શા માટે રહ્યા ? તેનું કારણ જ્ઞાતિ ઉપરાંત વ્યવસાય પણ મહત્ત્વનું ફેક્ટર હોઈ શકે...
એ જ રીતે આ ચૂંટણીમાં શહેરી-ગ્રામીણ ક્ષેત્રો વચ્ચેની વિભાજક-રેખા વધુ ગાઢ બની છે. શહેરી ક્ષેત્રોમાં ભાજપાને વ્યાપક સમર્થન મળ્યું છે. પરંતુ ગ્રામીણ ક્ષેત્રોમાં કોંગ્રેસે શાસન વિરોધી-લાગણીને પોતાના તરફ વાળવાનો પ્રયાસ કર્યો છે. તો આ તરફ આદિવાસી ક્ષેત્રમાં ભાજપાના જ્વલંત વિજય પાછળ, સંઘ-પરિવારના સેવા-કાર્યો પણ મહત્ત્વનું કારણ હોઈ શકે. ભાજપાએ સંઘ-પરિવાર બહારનાં તત્ત્વોને માટે પોતાના બારણાં ખોલીને એક પ્રકારની અવસરવાદિતા દાખવી છે. આના પરિણામે આજે અને આવતીકાલે ભાજપા માટે સમસ્યાઓ સર્જાઈ શકે તેમ છે. ભાજપાએ તેની ડૉ. મુખર્જી અને પં. દીનદયાલ ઉપાધ્યાયજીની પરંપરાને આગળ વધારવી હશે તો, આ પ્રકારનાં અવસરવાદી તત્ત્વોને ભાજપામાં પનપવા દેવાની લાલસા ઉપર સમયસર અંકુશ મૂકવો જરૂરી છે.
ભાજપાએ ગુજરાતના ત્રણ આંદોલનના યુવાનેતાઓ સાથેના વ્યવહારમાં ઘણી સાવધાની, રાજનયિક, સમજદારી, સલૂકાઈ, અને કૌશલ્ય દાખવવાની જરૂર છે. આ ચૂંટણીમાં પ્રમાણમાં મજબૂત થયેલી કોંગ્રેસ પાર્ટી, આ ત્રણેય યુવા નેતાઓને આગળ કરી, ભાજપાને માટે અવનવા સંકટો પેદા કરી શકે તેમ છે. આ સંદર્ભમાં ભાજપાએ કોંગ્રેસની આ પ્રકારની વ્યૂહરચના સામે અદકેરી વ્યૂહરચના અને દૃષ્ટિવંત અભિગમ સવિશેષ કેળવવાની જરૂર છે. તો ભાજપાની નવી સરકારે તેના વિકાસ-એજન્ડાને વધુ સમજદારી, લોકાભિમુખતા અને માનવીય અભિગમથી ક્રિયાન્વિત કરવાની અનિવાર્યતા છે. આગામી સોળ મહિનામાં ગુજરાત સરકાર જે કરશે - કરી શકશે, તેના આધારે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીનો પિંડ બંધાઈ રહેશે. ગુજરાતની ભાજપા સરકારે નરેન્દ્ર મોદીની ભાવિ રાજકીય સફળતામાં, મહત્ત્વની ભૂમિકા ભજવવાની રહેશે. આ એક પડકાર છે... અવસર પણ છે..!

 
વિકાસવાદ અને વાસ્તવ વચ્ચે સેતુબંધ અને અપેક્ષાઓ : ભાગ્યેશ જહા
 
લોકતંત્રમાં ચૂંટણીનું બહુ મહત્ત્વ છે. આ પ્રથમ નજરે તો હાર અને જીતની બાજી લાગે છે, પરંતુ તાત્ત્વિક રીતે આખી પ્રક્રિયા સહેજ વધુ ઊંડાણથી સમજવી જોઈએ. લોકો પોતાની સુશાસનની વ્યાખ્યા વ્યક્ત કરતા હોય છે. સુશાસન એટલે વિકાસ. સર્વસમાવેશક વિકાસ, સર્વદેશીય વિકાસ અને સર્વાંગીણ વિકાસ હોય. સુશાસન એ હમેશાં પ્રજાભિમુખ હોય છે, પ્રજા સાથે સતત અને સીધો સંવાદ કરતા રહેવું જોઈશે. દરેક નવા દશકાની આવશ્યકતાઓ અલગ હોય છે. આ માટે એક સ્વસ્થ લોક-ઓડિટ કે એકદમ સ્વસ્થ ફીડબેકનું તંત્ર આવશ્યક હોય છે.
પ્રજાને વિકાસ ગમે છે, એટલે વિકાસને એ વધારે પસંદ કરે છે. વંચિતોના વિકાસ માટે અને આદિવાસી દલિતોના વિકાસ માટે જે પ્રયત્નો થયા છે તેનો પ્રતિભાવ મળ્યો છે. જ્યાં નથી મળ્યો ત્યાં નવી ‘કમ્યુનિકેશન-વ્યવસ્થા’ ઊભી કરવી પડશે. વિકાસમાં ખાસ કરીને આંતરમાળખાકીય સગવડો વિકસી છે તેને પ્રજાએ ભારે સમર્થન આપ્યું છે, ગરીબને લાભ આપનારા ‘ગરીબ-કલ્યાણ-મેળા’ દ્વારા એક તદ્દન નવી પારદર્શકતાનાં ધોરણો ઊભાં કર્યાં છે. આ સદીની શરૂઆતમાં જગતના વિકાસના તજ્જ્ઞોએ જણાવેલું કે જળ-વ્યવસ્થાપન એ ખુબ જ અગત્યનું છે, આ બાબતને ખૂબ જ મોટી અગ્રતા આપીને ગુજરાત સરકારે જે પાણીની સમસ્યા હલ કરી છે, એ બહુ જ અગત્યનું પરિબળ છે. કૃષિ-મહોત્સવ દ્વારા થયેલી કૃષિક્રાંતિનો અર્થ લોકોને સમજાવવો પડશે. વંચિતોના વિકાસને વરેલી આ સરકારના વિકાસ-એજન્ડાને જનતાએ વિકાસને વિજયશાળી વરમાળા પહેરાવી છે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે ‘ન્યૂ-ઇન્ડિયા’નો વિચારમંત્ર ફૂંક્યો છે તેના વિચાર અને આચારની નવી બારાખડી લખવી પડશે. દરેક પાંચવર્ષે પ્રજાએ અને પક્ષોએ સાથે મળીને આત્મશિક્ષણ અને આત્મચિંતનની પરિપાટી ઓળખ્યા કરવી પડશે. લોકતંત્રની આ જ તો મહાનતા છે..!
શ્રી નરેન્દ્રભાઈએ પ્રશાસનમાં નવી કાર્યસંસ્કૃતિ ઊભી કરવાનો પ્રયાસ કર્યો છે એને સાર્થક પડાવ સુધી લઈ જવી પડશે. જાહેર વહીવટ એ ‘પબ્લિક-મેનેજમેન્ટ’ થવા લાગ્યું છે ત્યારે પ્રત્યેક સરકારી કામ ‘પ્રોફેશનલ-ટચ’ દેખાય તેવી પારદર્શકતાથી કરવું જોઈશે. બીજા બે ત્રણ અવલોકન ઉભરી રહ્યા છે. આ ચુંટણીમાં જે લોકો એક કૃત્રિમ સેક્યુલરીઝમ પર આધાર રાખતા હતા તેઓએ સનાતન હિંદુધર્મના શ્રદ્ધા કેન્દ્રો એવા મંદિરોમાં નમન-પૂજા કરી છે. ભારતીય સંસ્કૃતિના આ શ્રદ્ધાકેન્દ્રોનું માહત્મ્ય પ્રજાજીવનમાં શું છે તે અંગે ધર્મસંસ્થાઓએ હાથ ધરવા જેવો પ્રકલ્પ છે. શ્રદ્ધાનું શિક્ષણ ક્યાં અને કેવું મળે છે ? તે જોવાવું જોઈએ. આ ચૂંટણીમાં હિંદુ સંસ્કૃતિની આ સ્વીકૃતિને એક આવકાર્ય જાગ્રતિ ગણી શકાય.
આ હાઈપ્રોફાઈલ બેઠકો પર જામ્યો હતો ખરાખરીનો જંગ
 ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૩૦થી વધુ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. બન્ને પક્ષના ધુરંધરો આ બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યા હોવાથી ચૂંટણી જંગ રસાકસીભર્યો અને હાઈપ્રોફાઈલ બની રહ્યો હતો. આવી જ કેટલીક હાઈ પ્રોફાઈલ બેઠકોની વાત કરીએ તો...
 
 
વાહ ભાઈ તમે નીકળ્યા ખરા ધુરંધર
 ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભલભલા ધુરંધરો ભૂ ભેગા થઈ ગયા હતા ત્યારે કેટલાંક ધુરંધરોએ અભૂતપૂર્વ લીડથી જીત મેળવી છે, તે જોઈ સમર્થકો સાથે સાથે વિરોધીઓ પણ કહી રહ્યા છે કે, વાહ ભાઈ તમે તો રંગ રાખ્યો. આવાજ કેટલાંક ધુરંધર નેતાઓની વાત કરીએ તો...

 
ખૂબ જ ઓછા મતોથી જીતી ગયેલા ઉમેદવારો
હાલક-ડોલક થાતી આ લોકોની નાવ આખરે કિનારે પહોંચી ખરી
વિધાનસભાની ચૂંટણીઓમાં કેટલીય બેઠકો પર છેલ્લા રાઉન્ડ સુધીની રસ્સાકસ્સી જોવા મળી જેમાં કેટલીક બેઠકો પર સાવ નજીવી કરી શકાય એવી સરસાઈથી ઉમેદવારો જીતી આખરે તેમનો રખડ-ડખડ સંઘને કાશીએ પહોંચાડવામાં સફળતા મેળવી હતી. આવી જ કેટલીક બેઠકોની વાત કરીએ તો...

 
પાટીદાર સમાજ ભાજપની તરફેણમાં રહ્યો
 

 
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જે વિસ્તારો પાટીદારોના પ્રભુત્વવાળા છે અને જ્યાં પાટીદારોનું આંદોલન જોરમાં હતું. તેવી બેઠકો પર આ વખતે ૬થી ૧૨ ટકા મતદાન ઓછું નોંધાયું હતું. આ બેઠકો એવી છે. જ્યાં ભાજપને મોટો ફટકો પડવાનો ભય સેવાઈ રહ્યો હતો. પાટીદાર આંદોલનની અસર ધરાવતા આ વિસ્તારોમાં મતદાન પહેલાં હાર્દિકની લગભગ ૧૨૦ જેટલી રેલીઓ કરી હતી. તેમાં પણ સુરત-કચ્છ એ સૌરાષ્ટ્રમાં તેની રેલી-સભાઓમાં જનમેદની ઉમટી હતી. અનેક પાટીદારો એવા છેક, જે માને છે કે તે ભાજપથી નારાજ છે, પરંતુ એનો મતલબ એ નથી કે કોંગ્રેસને મત આપીશું ? આવી કેટલીક પાટીદાર પ્રભાવિત બેઠકોની મતદાન અને જીતની વાત કરીએ તો ભાજપે આ બેઠકોમાંથી ૨૪ બેઠકો પર જીત મેળવી હતી એ કોંગ્રેસે ૧૨ બેઠકો પર જીત મેળવી હતી પરંતુ પાટીદાર મતદારો આ વખતે પણ ભાજપની પડખે રહ્યાં હતાં. તે આ બેઠકો પરના પરિણામ પરથી સાબિત થાય છે.

 ઓબીસી પ્રભાવિત બેઠકોનું વિશ્ર્લેષણ

 
૧૪૬ જ્ઞાતિઓમાં વિભાજિત ઓબીસી સમૂહના એકએક મત અંકે કરવા રાજકીય પક્ષોએ કોઈ કસર છોડી નથી. આ સમૂહના ઠાકોર, કોળી, આંજણા ચૌધરી, રબારી, આહિર, મેર, દલવાડી, સતવારા, પંચાલ, કડિયા, પ્રજાપતિ જેવા અનેક સમાજોમાંથી ભાજપે ૫૮ અને કોંગ્રેસે ૬૨ ઉમેદવારો ચૂંટણીમાં ઊભા રાખ્યા હતા. આમ જોઈએ તો ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકોમાંથી ૭૪ ઉપર ઓબીસી મતદારોનું વર્ચસ્વ છે. ઉલ્લેખનીય છે કે ઓબીસી પ્રભાવિત આ ૭૪ બેઠકમાંથી ૩૯ બેઠકો પર ભાજપ-કોંગ્રેસના ઓબીસી વર્ગના ઉમેદવારો આમને-સામને ચૂંટણી લડ્યા હતા, જેમાં ભાજપના ૨૨ ઉમેદવારો ચૂંટણી જીત્યા છે, જ્યારે કોંગ્રેસના ૧૭ ઉમેદવાર ચૂંટણી જીત્યા છે. આમાંની કેટલીક બેઠકોનું વિશ્ર્લેષણ અહીં કરવામાં આવ્યું છે.

 
SC બેઠકો પર કયા પક્ષનો દબદબો ?
 
 
એસ.સી. મતદારોનો દબદબો ધરાવતી ૨૦૧૭ ગુજરાત વિધાનસભાની ૧૩ બેઠકો પર ભાજપ - કોંગ્રેસના દલિત ઉમેદવારો વચ્ચે સીધો જંગ ખેલાયો હતો, જેમાં ભાજપને કુલ ૧૩ બેઠકોમાંથી ૭ બેઠકો પર જીત મળી હતી, જ્યારે કોંગ્રેસને ૫ (પાંચ) બેઠકો પર જીત હાંસલ થઈ હતી. અને ૧ બેઠક અપક્ષના ફાળે ગઈ છે.

 
મુસ્લિમ મતદારો કોની તરફ ?

 
 
ગુજરાતમાં ૧૮૨ વિધાનસભા પૈકી ૯ વિધાનસભા એવી છે. જેના પર મુસ્લિમ મતદારોનું પ્રભુત્વ ખૂબ વધારે છે. આ બેઠકોમાં દરિયાપુર, જમાલપુર-ખાડિયા, વેજલપુર, ભૂજ, અબડાસા, વાગરા, લિંબાયત, સુરત-પૂર્વ અને વાંકાનેર સામેલ છે.
કોંગ્રેસે કુલ ૬ મુસ્લિમ ઉમેદવારો ઈમરાન ખેડાવાલા (જમાલપુર), ગ્યાસુદ્દીન શેખ (દરિયાપુર), આદમ ચાંકી (ભુજ), સુલેમાન પટેલ (વાગરા), મહમંદ પીરઝાદા (વાંકાનેર), ઈકબાલ પટેલ (સુરત પશ્ર્ચિમ) ઊભા રાખ્યા હતા, જેમાંથી ચાર ઉમેદવારો જીતી શક્યા હતા.
આદિવાસી બેઠકો પર કયા પક્ષનો દબદબો ?

 
 
આદિવાસી મતદારોનો દબદબો ધરાવતી વિધાનસભાની ૨૬ બેઠકો પર ભાજપ - કોંગ્રેસના આદિવાસી ઉમેદવારો વચ્ચે સીધો જંગ ખેલાયો છે, જેમાં ભાજપને કુલ ૨૬ બેઠકોમાંથી ૧૦ બેઠકો પર જીત મળી છે, જ્યારે કોંગ્રેસને ૧૩ બેઠકો પર જીત હાંસલ થઈ છે, તો અન્યને ૩ બેઠકો મળી છે. બેઠક પ્રમાણે જોઈએ તો...

 
દક્ષિણ ગુજરાતની બેઠકો ભાજપની જીત માટે મહત્ત્વની રહી હતી. જોકે આદિવાસી બેઠકો જીતવામાં બંને પક્ષો લગભગ સમાન રહ્યા હતા.
બીટીપી - ભારતીય ટ્રાયબલ પાર્ટી
કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા નેતાઓમાંથી કોણ જીત્યા ? કોણ હાર્યા ?
 
કોંગ્રેસ સામે અંસતોષ વ્યક્ત કરી સાત ધારાસભ્યોએ કેસરીયો ધારણ કર્યો હતો, જેમાં ભાજપે રાઘવજી પટેલને જામનગર ગ્રામ્ય, ધર્મેન્દ્રસિંહ જાડેજાને જામનગર ઉત્તર, સી. કે. રાઉલજીને ગોધરા, માનસિંહ ચૌહાણને બાલાસિનોર, રામસિંહ પરમારને ઠાસરા તો તેજશ્રીબહેન પટેલને વિરમગામ વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપી હતી.