ઠાકરે ફિલ્મનું ટ્રીઝર આવી ગયું છે…જુવો વીડિઓ

    ૨૨-ડિસેમ્બર-૨૦૧૭

 
મહારાષ્ટ્રમાં શિવસેના પાર્ટીના સ્થાપક સ્વ. બાળાસાહેબ (બાલ) ઠાકરેના જીવન પર આધારિત મરાઠી અને હિન્દીમાં રજૂ થનારી ફીચર ફિલ્મ ‘ઠાકરે’નું ટીઝર 21 ડિસેમ્બર, ગુરુવારે મુંબઈમાં રિલીઝ કરવામાં આવ્યું હતું.
 
શિવસેનાના સંસ્થાપક બાલા સાહેબ ઠાકરેના જીવન પર આધારિત ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં બાલા સાહેબ ઠાકરેનું પાત્ર નવાઝુદ્દીન સિદ્દીકી ભજવી રહ્યો છે. નવાઝને આ ફિલ્મમાંથી બહાર કરવામાં આવ્યો હોવાની અટકળો વચ્ચે આ ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. નવાઝુદ્દીન સિદ્દીકી આબેહૂબ બાલા સાહેબ જેવો દેખાઈ રહ્યો છે. મહત્વપૂર્ણ છે કે ફિલ્મની વાર્તા શિવસેનાના પ્રવક્તા અને સાંસદ સંજય રાઉતે લખી છે.
 

 
 
આ ફિલ્મનું ટીઝર અમિતાભ બચ્ચન ઉદ્ધવ ઠાકરે અને ઠાકરે પરિવારના સભ્યોની હાજરીમાં રિલીઝ થયું હતુ. બાલા સાહેબ ઠાકરે મહારાષ્ટ્રના પ્રસિદ્ધ રાજનેતા હતા અને તેમણે જ શિવ સેનાનું નિર્માણ કર્યું હતુ. હવે તેમના જીવન પર આધારિત ફિલ્મ રજૂ થવાની છે.
 
જુવો ટ્રેઝર....