રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા 1.70 લાખ સેવા કાર્યો થઈ રહ્યાં છે

    ૨૩-ડિસેમ્બર-૨૦૧૭

 
 
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, સેવા વિભાગ, ગુજરાત પ્રાંત દ્વારા નવી વેબસાઈટ www.sewagatha.org નું લોકાર્પણ ગુરુવારે કર્ણાવતી-અમદાવાદ ખાતે કરાયું હતું. આ પ્રસંગે , રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય સેવા પ્રમુખ પરાગજી અભ્યંકર, ગુજરાત પ્રાંત સંઘચાલક મુકેશભાઈ મલકાન, સેવાગાથા વેબના સંપાદક વિજયાલક્ષ્મી સિંહા, નારણભાઈ વેલાણી, ગુજરાત પ્રાંત સેવા પ્રમુખ, મહેશભાઈ પરીખ, ડો.ભૂષણ પૂનાની સહિત પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
 
અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ૧,૭૦,૦૦૦ સેવા કાર્યો થઈ રહ્યાં છે. જે અંતર્ગત ગુજરાતમાં આ પ્રકારનાં સેવાકાર્યોની સંખ્યા ૨,૧૦૦ છે. આ સેવા કાર્યોમાં સ્વાસ્થ્ય સંદર્ભના ૮૬,૬૯૮ કાર્યો, શિક્ષાણના ૨૬૮૨૭, સામાજિક ૩૦,૫૮૭ અને ૨૬,૫૮૮ જેટલા કાર્યો સ્વાવલંબનના છે. અગાઉ રાષ્ટ્રીય સ્તરે ભૈય્યુજી જોશી દ્વારા આ વેબસાઈટનું લોન્ચિંગ થયું હતું જેમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણ હાજર રહ્યા હતા અને ગુજરાતમાં ૨૨ ડિસેમ્બરે આ વેબસાઈટનું લોન્ચિંગ થયું છે.
 
સેવાગાથાના સંપાદક વિજયાલક્ષ્મી સિંહાએ જણાવ્યું કે આ વેબસાઈટ નથી, પરંતુ એક અભિયાન છે. અમારે આ વેબસાઈટ દ્વારા કોઈ પ્રચારનો હેતુ નથી, પરંતુ લોકોમાં સકારાત્મક કાર્યોની પ્રેરણા મળે તે માટેનો છે. ખાસ કરીને તેમાં માનવીય કથા, સર્જનાત્મક કથા પણ આપીએ છીએ. હિન્દી અને અંગ્રેજી – એમ બે ભાષામાં આ વેબસાઈટ છે. વર્તમાન સમય સોશિયલ મીડિયાનો છે ત્યારે આ વેબસાઈટ તેના માધ્યમથી વધુમાં વધુ લોકોથી સર્જનાત્મક અને સકારાત્મક કાર્યો પહોંચાડશે.