@@INCLUDE-HTTPS-REDIRECT-METATAG@@ ગુજરાતના રસ્તાઓનું નવસર્જન : રૂ।. ૭૮૦.૦૭ કરોડના ખર્ચ રાજ્યમાં ૩૭ માર્ગો અને ૧ બ્રીજ બનાવવા થશે

ગુજરાતના રસ્તાઓનું નવસર્જન : રૂ।. ૭૮૦.૦૭ કરોડના ખર્ચ રાજ્યમાં ૩૭ માર્ગો અને ૧ બ્રીજ બનાવવા થશે


 
રાજ્યમાં નવી સરકાર રચાવાની સાથે જ કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા રૂ।. ૭૮૦.૦૭ કરોડનાં ખર્ચે જુદાં-જુદાં ૩૭ માર્ગો અને ૧ રેલ્વે અંડરબ્રીજ બનાવવાની મંજુરી આપવામાં આવેલ છે કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે, શીપીંગ, કેમિકલ અને ફર્ટીલાઇઝર મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયાએ આ અંગે જરૂરી માહિતી આપેલ છે.
 
ગુજરાત રાજ્યમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) હસ્તકના જુદા જુદા ૧૬ માર્ગોની કુલ ૩૧૧.૪૫ કી.મી. લંબાઈનું વિસ્તૃતીકરણ અને મજબૂતીકરણ રૂ.‌ ૪૭૮.૩૯ કરોડાના ખર્ચે તથા માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના જુદા જુદા ૨૧ માર્ગોની કુલ ૩૫૧.૮૬ કી.મી. લંબાઈનું વિસ્તૃતીકરણ અને મજબૂતીકરણ રૂ।. ૨૯૮.૬૮ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવશે આ ઉપરાંત પોરબંદર ખાતે નેશનલ હાઇવે પર રૂ।. ૩ કરોડના ખર્ચે રેલ્વે અંડરબ્રીજ બનશે.