@@INCLUDE-HTTPS-REDIRECT-METATAG@@ પહેલ : હવે કહેવાતા કર્મશીલો અને બુદ્ધિવાદીઓ હિન્દુ વિચારમાં રહેલી વિશાળતાને ઓળખશે ખરા ?

પહેલ : હવે કહેવાતા કર્મશીલો અને બુદ્ધિવાદીઓ હિન્દુ વિચારમાં રહેલી વિશાળતાને ઓળખશે ખરા ?

 

 
પોતાને બુદ્ધિવાદી અને સુધારાવાદી ગણાવતા સમાજવાદીઓ અંધશ્રદ્ધાથી ડરીને નોઈડા જતા

ખચકાય છે જ્યારે અંધશ્રધ્ધાળુ, વહેમી અને જૂનવાણી કહીને બુદ્ધિવાદીઓ જેને વગોવે છે

તેવા પ્રખર હિન્દુ સંન્યાસી અને મુખ્યમંત્રી નોઈડા જઈ અંધશ્રદ્ધાને તોડી આવ્યા

દેશના સૌથી મોટા રાજ્યની આર્થિક રાજધાની ગણાતું નોઈડા શહેર છેલ્લાં ૨૫ વર્ષથી પોતાના મુખ્યમંત્રીની રાહ જોઈ રહ્યું છે. ભલભલા સમાજવાદીઓ અને પોતાને બૌદ્ધિક ગણાવતા પક્ષના રાજનેતાઓમાં પણ શહેરનો એટલો ડર છે કે ત્યાં જવાનું ટાળતા રહ્યા છે. આની પાછળનું કારણ છે અઢી દાયકાથી ચાલી આવતી એક અંધશ્રદ્ધા.

ઉત્તર પ્રદેશના રાજકારણમાં એવી અંધશ્રદ્ધા પ્રવર્તે છે કે રાજ્યના મુખ્યમંત્રી રહેતાં જે નેતા નોઈડાનો પ્રવાસ કરે છે તેની સરકાર પડી ભાંગે છે અથવા મુખ્યમંત્રીની ગાદી છીનવાઈ જાય છે. અંધવિશ્ર્વાસ એટલો તો દૃઢ બની ચૂક્યો છે કે, અહીંના તમામ પક્ષો સરકાર દ્વારા ચલાવાતી યોજનાઓનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ વીડિયો કોન્ફરન્સ થકી કરે છે.

છેલ્લા અઢી દાયકાથી ચાલી આવતી અંધશ્રદ્ધાની પરંપરા તોડવાની હિમ્મત જ્યારે પોતાને કથિત સેક્યુલર બૌદ્ધિક અને આધુનિક સમાજવાદીઓએ પણ બતાવી નથી ત્યારે જે પક્ષને લોકો પરંપરાવાદી, અંધશ્રદ્ધાવાળો ગણાવી ઉતારી પાડવાની રાજનીતિ કરે છે તે ભગવા પક્ષનાં ભગવાધારી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નોઈડાનો પ્રવાસ કરી નોઈડા પરના કલંકને પડકાર આપવાનું અને સમાજને અંધશ્રદ્ધામાંથી દૂર કરવાનું હિંમતભર્યું પગલું ભર્યું છે.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ નોઈડા જઈ મજેન્ટા મેટ્રો રેલનું ઉદ્ઘાટન કરી આવ્યા.

કૃત્ય હિન્દુ ધર્મને અંધશ્રદ્ધાળુ ગણી ઉતારી પાડતા કથિત બૌદ્ધિકોને આપેલો જવાબ છે. હવે પ્રશ્ર્ન થાય છે કે શું હવે બુદ્ધિવાદીઓ, કર્મશીલો હિન્દુ ધર્મ પ્રત્યેની તેમની માનસિક્તા બદલશે ખરા ?