સઉદીમાં આધુનિકતાની લહેર... કટ્ટરવાદને બાય બાય...

    ૨૮-ડિસેમ્બર-૨૦૧૭

 

એક પછી એક ઉદારવાદી નિર્ણયો લઈ સઉદી અરબના નવા યુવરાજ પ્રિન્સ મહમ્મદબિન સલમાન વિશ્ર્વ સમુદાય પર છવાઈ ગયા છે. વિશ્ર્વ આખું સઉદીને નવી દિશા આપવા બદલ સઉદી પ્રિન્સની વાહવાહી કરી રહ્યું છે ત્યારે વિશ્ર્વભરનાં કટ્ટરવાદી ઇસ્લામિસ્ટો અંગે કેવી પ્રતિક્રિયા આપવી તેની મથામણમાં છે.

જે લોકોએ આજથી કેટલાક મહિના અગાઉ રિયાદ કે મક્કા મદીનાના રસ્તાઓ પર બુરખો પહેરેલી મહિલાઓ અને હાથમાં અલ્લાહના જાપ કરનારી લાંબી માળા (તસ્બીહ) લઈ ફરતા પુરુષો જોયા હશે તેમને કદાચ હવે સઉદીના રસ્તાઓ પર જોવા નહીં મળે. બની શકે કે તેઓને વખતના પ્રવાસ દરમિયાન અહીં મહિલાઓ બુરખાને બદલે પાશ્ર્ચાત્ય કપડાંમાં જોવા મળે. બની શકે કે આવનાર સમયમાં પશ્ર્ચિમના દેશોની જેમ અહીંના રસ્તાઓ પર દુકાનોમાં જાહેરમાં શરાબ વેચાતો જોવા મળે કે પછી કેસીનોમાં ખુલ્લેઆમ સઉદી યુવાનો જુગાર રમતા પણ દેખાઈ જાય. આખરે ચમત્કાર સર્જ્યો કોણે ? પહેલાં તો અહીં નાની-નાની વાતમાં ઇસ્લામ ખતરામાં પડી જતો હતો ! પરંતુ હવે અહીં આવું કશું નથી. અચાનક આવેલા પરિવર્તનનું શ્રેય સઉદી અરબની વર્તમાન સરકારને જાય છે. હવે તો અહીં અપરાધીને ખુલ્લેઆમ કોરડા મારવામાં આવે છે કે તો ઇસ્લામી કાયદા મુજબ કોઈ અપરાધ માટે શિરચ્છેદનો દંડ કરવામાં આવે છે. આવનાર સમયમાં પ્રત્યેક અપરાધ માટે ઇસ્લામિક કાયદા અનુસાર સજા થતી હતી. ઇસ્લામિક દેશ સઉદી અરેબિયામાં આધુનિક દુનિયાના કાયદા કાનૂન લાગુ થવાની પૂરી શક્યતા દેખાઈ રહી છે. આનું શ્રેય જાય છે સઉદી અરબના ૩૨ વર્ષીય યુવરાજ મહંમ્મદ બિન સલમાનને. સઉદીની સત્તા જ્યારે વર્તમાન રાજ પરિવારના હાથોમાં આવી હતી, તેઓએ પવિત્ર કુરાન હદીસ અને ઇસ્લામિક કાયદા મુજબ પોતાની દંડસહિતાને આગળ વધારી હતી. કુરાન અને હદીસની રોશનીમાં ઇસ્લામે જે કાયદા બનાવ્યા છે તે મુજબ અપરાધીઓને દંડ આપવામાં આવતો હતો. ચોરી કરનારના હાથના કાંડા અને બળાત્કારીને ઇસ્લામના આદેશ મુજબ સજા કરવામાં આવતી હતી, હત્યાના આરોપીનો સરેઆમ શિરચ્છેદ કરવામાં આવતો હતો. ઇસ્લામમાં જે વસ્તુઓ હરામ ગણાય છે, તેનું સેવન કરવા પર અને ચોરીથી લઈ તમામ નાના-મોટા અપરાધ માટે સરેઆમ કોરડા ફટકારવામાં આવતા હતા. તમામ કાયદાઓને સ્થાને આધુનિક દંડસંહિતા લાગુ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. કુલ મીલાવી અલ્લાહ અને મુલ્લાના કાયદાઓને રદ કરી દેવાયા છે. તેને સ્થાને સરકારી સ્તરે આધુનિક કાનૂન વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. ક્રાંતિના નેતા છે યુવરાજ મહમ્મદ બિન સલમાન. આશ્ર્ચર્યની વાત છે કે, તેઓએ ગત દિવસોમાં સઉદીના ભ્રષ્ટ રાજકુમારોને બંદી બનાવી

જેલમાં ધકેલી દીધા હતા, એટલું નહીં તેમનાં બેન્ક એકાઉન્ટ પણ સીલ કરી દીધાં છે.

રસપ્રદ વાત છે કે, તેઓ સઉદીના પ્રથમ રાજકુમાર છે, જેમની પાસે કાયદાની ડિગ્રી છે. કાલ સુધી જે બાદશાહો અને રાજકુમારોનાં હરમમાં અનેક પત્નીઓ અને યુવતીઓ રહેતી હાલ ત્યાં રાજકુમારની માત્ર એક પત્ની છે. તેઓએ સંકલ્પ કર્યો છે કે તેઓ ઇસ્લામને ખાસ કરીને તેમના દેશ સઉદી અરબને ઐય્યાશીથી મુક્ત કરીને દમ લેશે. તેઓ પયગમ્બર મહંમદ સાહેબના સઉદી અરબ તથા તેમની બાદના ચાર ખલીફાઓના માધ્યમથી સ્થાપિત સમાજ તૈયાર કરવામાં કોઈ કસર નહીં છોડે. સાદગી અને સચ્ચાઈ તેમનું ધ્યેય હશે અને સઉદીની સંપત્તિનો લાભ દેશના ગરીબોને કેવી રીતે મળે તે તેમનું પ્રથમ લક્ષ્ય હશે. જો કે અહીં ચૂંટાયેલી સરકાર સ્થાપિત થશે કે કેમ કહેવું હજુ મુશ્કેલ છે એવું માનનારા લોકો પણ ઘણા છે. વર્તમાન સમયમાં સઉદીમાં પરિવર્તનને કેટલું સ્વીકારવામાં આવશે? કારણ કે હાલ સઉદીમાં તો કોઈ બંધારણ છે તો બંધારણીય રીતે બનેલી કોઈ સરકાર, ત્યારે માત્ર એક અતિ ઉત્સાહિત રાજકુમારના વિચારો માત્ર વિચારો રહી જાય. કોઈ રાજકુમારને પાગલ પણ કહી રહ્યા છે અને કેટલાક તેને સ્વપ્નની દુનિયામાં રાચતા રાજકુમાર તરીકે ઓળખાવી રહ્યા છે.

ભવિષ્યમાં શું થશે તો સમય બતાવશે, પરંતુ હાલ તો સ્વપ્ન અને કલ્પનાલોકમાં રાચતા રાજકુમારની તરફ સઉદી અરબ આશાભરી નજરોએ જોઈ રહ્યું છે.

ન્યૂયોર્ક ટાઇમ્સે સંબંધે એક વિસ્તૃત અહેવાલ પ્રકાશિત કર્યો છે. પ્રિન્સ કહે છે કે, હું કંઈપણ નવું કરી રહ્યો નથી. કુરાન-હદીસ સાથે ઇસ્લામી ફિકાહ જેને સામાન્ય ભાષામાં નૈતિક કાનૂન કહેવામાં આવે છે, માત્ર તેને લાગુ કરવા જઈ રહ્યો છું અને સઉદીનો પ્રત્યેક નાગરિક તેનું પાલન પોતાના દૈનિક જીવનમાં કરે બસ એટલું ઇચ્છું છું. યુવરાજ પાસે કાયદાની પદવી તો છે સાથે અન્ય ઇસ્લામિક કાયદાઓ મુજબ તેમાં શું પ્રાવધાન (નિયમ) છે તેનું પણ તેઓને જ્ઞાન છે માટે તેમને તો ગેરમાર્ગે દોરાવાનો ડર છે. કે તો ઇસ્લામવિરુદ્ધ હોવાના આરોપો લાગવાનો ડર છે.

યુવરાજ કહે છે કે, જ્યાં સુધી ઇસ્લામિક જગતમાં ઇસ્લામમાં જણાવાયેલ ઇસ્લામિક કાનૂનોને યોગ્ય રીતે સ્થાપિત થાય ત્યાં સુધી દેશમાં અને સમાજમાં સ્વચ્છ પ્રશાસન શક્ય નથી. સઉદીના ૩૨ વર્ષીય યુવરાજનો સંકલ્પ છે કે, તે પોતાના દેશ અને સમાજને યોગાપંથીઓની કેદમાંથી આઝાદ કરાવીને રહેશે. બગડેલા સમાજને સુધારવા માટે પ્રથમ નાગરિકોને સુધારવા પડે છે. તેના માટે તે અનુરૂપ કાયદા બનાવી તેનો કડક રીતે અમલ થાય તે ખૂબ જરૂરી છે. સરકાર અને ખલીફાની જવાબદારી છે કે, તે તેના સમાજને સુધારવા માટે કડકમાં કડક કાયદા બનાવવામાં જરા સરખી પણ પાછી પાની કરે.

ન્યૂયોર્ક ટાઇમ્સે પોતાના દૈનિકમાં ક્રાંતિકારી યુવરાજના વિચારોને પ્રકાશિત કરી ઇસ્લામિક જગતમાં સનસની ફેલાવી દીધી છે. સઉદી અરબનું શાસન અને પ્રશાસન હાલ માધ્યમોમાં સતત ઝળકી રહ્યાં છે. વિશ્ર્વના જાગ્રત નાગરિકો પણ મુદ્દે પ્રતિક્રિયા આપી રહ્યા છે કે એક સાહસી રાજકુમારે સમસ્ત ઐય્યાશીઓને તિલાંજલિ આપી સૌપ્રથમ વખત ઇસ્લામની સાચી તસવીર રજૂ કરી છે. સઉદી નહીં ઇસ્લામિક જગતમાં કોઈપણ શાસક પ્રકારના મજહબની આડમાં ચાલતા આડંબરની સામે સીધી જેહાદ કરે. સઉદી અરબના ઐયાસ સમાજને ઇસ્લામની આડમાં આજ સુધી જે રીતે સુરક્ષા મળતી હતી, તેને ભેદવાનું કામ સઉદી અરબના યુવરાજ દ્વારા થાય ઇતિહાસનો એક ક્રાંતિકારી અધ્યાય છે. સૌપ્રથમ તેણે અહીંના પોલીસના અધિકારો પર કાતર ફેરવી છે. વાચકો જાણતા હશે કે સઉદી અરબના કટ્ટર ઇસ્લામિક રાજમાં સૌથી દયનીય સ્થિતિ મહિલાઓની હતી. નાની-નાની વાતોમાં જેમ કે મહિલાઓને પોતાના હાથમાં ફરજિયાત મોજાં પહેરવા પડતાં હતાં. સઉદી સમાજે મોજાને મહિલાના પર્દાનું મહત્ત્વનું અંગ બનાવી દીધું હતું. મહિલાના શરીર અને ચહેરા સાથે તેના હાથની આંગળીનું ટેરવું પણ દેખાવું ગેરઇસ્લામિક હોવાનું કટ્ટરતાપૂર્વક માનવામાં આવતું હતું. પરંપરાનું કઠોર રીતે પાલન થતું હતું. તેનો ભંગ કરનાર મહિલાઓને જાહેરમાં કોરડા મારવામાં આવતા હતા, પરંતુ ક્રાંતિકારી રાજકુમારે મોજાને હવે ઇસ્લામિક ડ્રેસ કોડમાંથી બહાર કરી દીધા છે. હવે ત્યાંની પોલીસને મામલે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવાનો અધિકાર નથી.

સઉદીના રસ્તાઓ પર વિદેશી મોંઘી કારોની રમઝટ લાગેલી હોય છે, પરંતુ આજ સુધી કાર ચલાવવાનો અધિકાર માત્ર પુરુષોને હતો, પરંતુ હવે નવા આદેશ મુજબ મહિલાઓ પણ કાર હંકારી શકશે. નિશ્ર્ચિતપણે યુવરાજ મહંમ્મદ બિન સલમાનનો આદેશ ત્યાંની મહિલાઓ માટે ખૂબ મોટી ભેટ છે ગત ફેબ્રુઆરીમાં જિદ્દાહમાં કાર્મિકકોન ફેસ્ટિવલનું આયોજનને ઇસ્લામ વિરોધી ગણાવી તેના પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. સલમાને પ્રતિબંધને પણ હટાવી દીધો છે. હવે સઉદીની મહિલાઓ પણ સરકારમાં પોતાની સેવાઓ આપી શકે છે. હમણા સુધી ત્યાં મહિલાઓનો નોકરી કરવા પર પ્રતિબંધ હતો. મહિલાઓને ઘરની બહાર નીકળવા માટે પણ ઘરના પુરુષની પરવાનગી લેવી પડતી, પરંતુ હવે પ્રકારનું કોઈ બંધન નથી રહ્યું. હવે સઉદીમાં ફિલ્મો પર પ્રતિબંધ નથી. ફિલ્મોત્સવ પણ દર વર્ષે યોજાશે. મદીના પરિસરમાં એક એક ખાસ પ્રકારનો કક્ષ બનાવવામાં આવશે, જ્યાં વિદ્વાનો બેસી મુદ્દા પર વિચાર કરશે કે, કટ્ટરપંથીઓએ કઈ કઈ વાતો અને કામોને મનઘડંત રીતે ઇસ્લામના નામે સમાજ પર થોપી બેસાડ્યો છે. રિયાધ અને જિદ્દાહમાં હાસ્ય ઉત્સવ પણ આયોજિત થશે. તેની શરૂઆત પણ થઈ ગઈ છે. મહિલાઓને સ્ટેડિમમાં જવાની પરવાનગી પણ આપી દેવાઈ છે. ઇન્ટરનેટ પરથી પણ પ્રતિબંધ હટાવી દેવાયો છે. ત્રણ ખરબ ડૉલરની સહાયતાથી ઘરે ઘરે ઇન્ટરનેટ પરિસર બનાવવામાં આવશે. હવે સઉદીમાં સંગીત ગેરઇસ્લામિક નહીં ગણાય. મહિલા અને પુરુષ બન્ને સંગીત શીખી શકશે. મહિલાઓ જજ પણ બની શકશે. પરિવર્તનોને સઉદીની ક્ષિતિજ પર એક નવી સવારની ઉપમા અપાઈ રહી છે.