ગૌરવ ગાન : હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન દ્વારા પરિવાર વંદના અને વંદે માતરમ્‌નો સામૂહિક ગાન કાર્યક્રમ

    ૩૦-ડિસેમ્બર-૨૦૧૭ 

કાર્યક્રમમાં યુવાનોને પ્રેરણા મળે તે માટે સૈન્યના સર્વોચ્ચ સન્માન એવા પરમવીરચક્રથી સન્માનિત ૨૧ જવાનોના ફોટા તથા તેમની શૌર્યગાથા રજૂ કરાઈ હતી. તેમજ વિદ્યાર્થીઓમાં પરમવીર ચક્ર પોકેટ બુકનું વિતરણ કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન સાબરમતી નદીમાં વંદે માતરમ્ તેમજ ભારતમાતાના ઝંડા લહેરાવતી હોડીઓ ફરતી થતાં સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભક્તિમાં તરબોળ થઈ ગયું હતું.

હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાનની સમિતિના પ્રમુખ શ્રી પ્રદીપભાઈ મોદી, ઉપપ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ વ્યાસ તથા શ્રી અજીતભાઈ શાહ, સચિવ શ્રી નારાયણભાઈ મેઘાણી, સહસચિવશ્રી અશોકભાઈ રાવલ તથા શ્રી દેવાંગભાઈ આચાર્ય, કોષાધ્યક્ષ

શ્રી તુલસીભાઈ ટેકવાણી, વોઇસ ઑફ યુનિટી કાર્યક્રમના સંકલનકાર શ્રી ભાગ્યેશ જહા, અસિતભાઈ વોરા તથા મીડિયા કો-ઓર્ડિનેટર શ્રીમતી નીપાબહેન શુક્લએ કાર્યક્રમને સફળ બનાવવામાં વિશેષ યોગદાન આપ્યું હતું.

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, અદાણી જૂથ, કાર્યક્રમમાં ઉપસ્થિત સાધુ-સંતો, ગુજરાત સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, સૈન્યના જવાનો સહિત શહેરના શ્રેષ્ઠીજનોએ કાર્યક્રમમાં પ્રત્યક્ષ અને પરોક્ષરુપે ભાગ લઈ તેને સફળ બનાવ્યો હતો. 


 

બાળકોની હાજરીમાં વીર જવાનોનું સન્માન બાળકોમાં દેશભક્તિની ભાવના પ્રગટાવશે : શ્રીમતી નિર્મલા સીતારામન

મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા ભારતના સંરક્ષણમંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે, પ્રકારનાં દેશભક્તિના કાર્યક્રમમાં ભાગ લેવો મારા માટે ગૌરવજનક છે. બાળકોની સામે વીર જવાન અને સૈન્યનું સન્માન કરી બાળકોમાં દેશભક્તિની ભાવના પ્રગટાવવાનો સુંદર પ્રયાસ પ્રેરણાદાયી છે. ગુજરાતે દેશને સબળ નેતૃત્વ પૂરું પાડ્યું છે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધી જેવા અનેક મહાન નેતાઓનું યોગદાન રહેલું છે. દેશભક્તિની ભાવના પ્રગટાવતા જે અનેક કાર્યક્રમો થતા રહે છે તે શ્રેણીમાં આજનો કાર્યક્રમ થઈ રહ્યો છે. સૈનિકોને બાળકોની સામે લાવી તેમના શૌર્યનું સન્માન કરવું અહીં ઉપસ્થિત હજારો બાળકોના મન પર હકારાત્મક પ્રભાવ પાડશે. ભારતે સદીઓથી પર્યાવરણની જાળવણીનું કાર્ય કર્યંુ છે. તેથી આજે જ્યારે સમગ્ર વિશ્ર્વ પર્યાવરણ સામે અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે ત્યારે સમગ્ર વિશ્ર્વ આપણા નેતૃત્વની અપેક્ષા રાખી ભારત તરફ મીટ માંડી રહ્યું છે.

 

મુખ્યમંત્રી તરીકેની જવાબદારીની શરુઆત દેશભક્તિના કાર્યક્રમ થકી થઈ તે મારા માટે સન્માનજનક : શ્રી વિજયભાઈ રુપાણી

સમારોહમાં અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રુપાણીએ પોતાના પ્રાસંગિક સંબોધનમાં જણાવ્યું હતું કે, હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાને કાર્યક્રમ કરી દેશભક્તિ-રાષ્ટ્રભક્તિની ભાવના જાગૃત કરવાનું ઉમદા કાર્ય કર્યું છે. ગુજરાતમાં વંદે માતરમ્ અને સૈનિકોની તિલક વંદનાનો આવો કાર્યક્રમ કદાચ સૌપ્રથમ વખત થઈ રહ્યો છે. તેઓએ જણાવ્યું હતું કે અહીં આટલા મોટા પ્રમાણમાં સાધુ-સંતોની ઉપસ્થિતિ ભારતનો સંત સમાજ પણ ભારતને જગતગુરુ બનાવવા માટે પ્રયાસરત છે એની સાક્ષી પૂરે છે. સંદેશ કાર્યક્રમ થકી રજૂ થયો છે. દેશની હિન્દુ સંસ્થાઓ દેશના પ્રત્યેક નાગરિકને દેશ માટે જીવવાની વાત શીખવે છે. હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાન દ્વારા જ્ઞાતિવાદ, જાતિવાદની ભાવનાથી ઉપર ઊઠી રાષ્ટ્રવાદની ભાવના ઉજાગર કરવાનું કામ થઈ રહ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની જવાબદારીની ‚આત દેશભક્તિના કાર્યક્રમ થકી થઈ તે મારા માટે સન્માનજનક છે.

હિન્દુ આધ્યાત્મિક તથા સેવા મેળામાં ઉપસ્થિત રહેવા સૌને નિમંત્રણ : પ્રદીપભાઈ મોદી

આગામી થી જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ કર્ણાવતી ખાતે ભવ્ય હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું આયોજન થયું છે. તેની વિગતો આપતાં સંસ્થાનના પ્રમુખ શ્રી પ્રદીપભાઈ મોદીએ કહ્યું હતું કે, આજના કાર્યક્રમમાં લાખ કરતાં પણ વધારે લોકો ઉપસ્થિત છે. પરંતુ હું આશા રાખું કે, જાન્યુઆરીમાં યોજાનાર સેવા મેળામાં આના કરતાં પણ વધારે લોકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવે. તેમાં હિન્દુ આધ્યાત્મિક અને હિન્દુ જીવન ધર્મના સંસ્કારો પ્રસ્તુત થશે. વનોનું સંરક્ષણ તથા વન્ય જીવોની સુરક્ષા, પર્યાવરણની સુરક્ષા, જીવ સૃષ્ટિનું સંતુલન, માનવીય તથા પારિવારિક મૂલ્યોનું સંરક્ષણ અને રાષ્ટ્રભક્તિ જાગરણ. આધ્યાત્મ અને સેવા આપણા જીવનમાં વણાઈ ગઈ છે ત્યારે મેળો આપણા જીવનમાં અનોખી પ્રેરણા પૂરી પાડશે.

સ્વામી પરમાત્માનંદજીએ પર્યાવરણ સુધારનો સામૂહિક સંકલ્પ લેવડાવ્યો

સ્વામી પરમાત્માનંદજીએ સમગ્ર સંસારનું કલ્યાણ, પર્યાવરણનું રક્ષણ અને સામાજિક-ધાર્મિક અને પારિવારિક વિભાવનાઓ વિશે મનનીય ઉદ્બોધન કરી જનમેદનીને પર્યાવરણ સુધારનો નીચે મુજબનો સંકલ્પ લેવડાવ્યો હતો.

સંકલ્પ

હું વૃક્ષોને વનોના પ્રતિક માનીને

તેમનો આદર કરીશ

હું સાપોને વન્ય જીવનનું પ્રતિક માનીને

તેમનો આદર કરીશ

હું ગાયને પ્રાણી માત્રનું પ્રતિક માનીને

તેનો આદર કરીશ

હું ગંગાને પ્રકૃતિનું પ્રતિક માનીને

તેનો આદર કરીશ

હું ધરતી માતાને પર્યાવરણનું પ્રતિક માનીને

તેનો આદર કરીશ

હું માતા-પિતાને માનવ મૂલ્યોના પ્રતીક

માનીને તેમનો આદર કરીશ

હું મારા શિક્ષકોને જ્ઞાનનું પ્રતિક માનીને

તેમનો આદર કરીશ

હું નારીને માતૃત્વનું પ્રતિક માનીને

તેમનો આદર કરીશ

હું રાષ્ટ્ર નાયકોને ભારત માતાનું પ્રતિક માનીને

તેમનો આદર કરીશ

 
 
રાષ્ટ્રની જયચેતનાનું ગાન : વંદે માતરમ્

વંદે માતરમ્ કોઈ સામાન્ય ગીત નથી. આપણા રાષ્ટ્રના કણકણને આત્મસાત્ કરાવતો મહામંત્ર છે. આપણે ભારતભૂમિને માતા ગણીએ છીએ. આપણા પૂર્વજોએ પણ વેદ ઉપનિષદમાં ગર્જના કરીને કહ્યું છે કે માતા ભૂમિઃ પુત્રોહં પૃથિવ્યાઃ માતા આપણને નવ માસ સુધી પોતાના ગર્ભમાં રક્ષણ આપી જન્મ આપે છે. આપણા જન્મ બાદ આપણું દરેક પ્રકારે રક્ષણ અને પોષણ કરે છે. પ્રકારે આપણી માતૃભૂમિ પણ આપણું દરેક પ્રકારે પોષણ રક્ષણ કરે છે. આપણી સાંસ્કૃતિક, સામાજિક કે એક વ્યક્તિ તરીકે જે કાંઈપણ ઓળખ છે તે માત્ર આપણી માતૃભૂમિના કારણે છે. આપણું સંપૂર્ણ જીવન આપણી માતૃભૂમિના કારણે સંભવ છે. જીવન સમાપ્ત થયા પછી માતૃભૂમિ આપણા પંચમહાભૂતાત્મક દેહને તેના ખોળામાં સ્થાન આપે છે.

વિશ્ર્વમાં ક્યાંય પોતાના દેશની ધરતી માટે માતાનું સ્થાન અપાયું નથી. માત્ર ભારતમાં ભારતમાતા અથવા માતૃભૂમિ પ્રકારે આપણે કહીએ છીએ અને તેને માતા જેટલું સન્માન આપીએ છીએ. વંદેમાતરમ્ ગીતના રચયિતા બંકિમચંદ્ર ચેટરજીએ ગીતમાં ભારતમાતાનું અત્યંત ઓજસ્વી વર્ણન કરેલું છે. તેમણે ગીતની રચના ૧૮૭૬ની સાલમાં કરી જે ૧૮૮૨ની સાલમાં આનંદમઠ નામની નવલકથામાં મૂકવામાં આવી. નવલકથામાં ભાવાનંદ નામના સંન્યાસી દ્વારા ગીત ગાવામાં આવેલું પ્રકારે વર્ણન મળે છે. સાલ ૧૮૭૦માં અંગ્રેજ શાસકોએ God save the queen ગીત ફરજિયાત કર્યંુ જે બંકિમચંદ્રને ગમ્યું. તેના વિકલ્પ રુપ સંસ્કૃત અને બાંગ્લા ભાષાના સંમિશ્રણ ‚પે દેશભક્તિનો ભાવ પ્રગટાવતા ગીતની રચના કરી. યદુનાથ ભટ્ટાચાર્યે ગીતની ધૂન બનાવી.

ગીત સ્વતંત્રતા-સેનાનીઓમાં જોશ ભરતું હોવાના કારણે અનેક રેલીઓમાં ગવાતું હતું. અંગ્રેજોને પણ સંદેહ જતાં ગીત પર પ્રતિબંધ મૂકવાનો વિચાર કર્યો હતો. રવીન્દ્રનાથ ટાગોરે ગીત સ્વરબદ્ધ કર્યું, જે સાલ ૧૮૯૬માં કલકત્તાના કોંગ્રેસ અધિવેશનમાં ગાવામાં આવ્યું. ક્રાંતિવીર અરવિંદ ઘોષે ગીતનું અંગ્રેજીમાં અને આરીફ મોહમદખાને ઉર્દૂમાં અનુવાદ કર્યો. સાલ ૧૯૦૧માં એક અન્ય અધિવેશનમાં ગીત ગાવામાં આવ્યું. સાલ ૧૯૦૫માં બનારસ અધિવેશનમાં સ્વરકોકિલા સરલાદેવીએ ગીત ગાયું. અધિવેશનમાંવંદે માતરમ્ગીતને રાષ્ટ્રીય ગીત તરીકે સ્થાન આપવામાં આવ્યું. તેમજ બંગ-ભંગ આંદોલનમાં વંદે માતરમ્ રાષ્ટ્રીય નારો બન્યો.

આમ, વંદે માતરમ્ ગીત માત્ર કોંગ્રેસ અધિવેશનમાં નહીં, પરંતુ સ્વતંત્રતા ચળવળમાં અનેક કાર્યક્રમોમાં ગવાતું લોકપ્રિય ગીત બન્યું. લાલા લજપતરાયે તેમના પ્રકાશન દ્વારા પ્રગટ થતી પત્રિકાનું નામ વંદે માતરમ્રાખ્યું. ક્રાંતિકારીઓ માટેવંદે માતરમ્ મહામંત્ર હતો. અંગ્રેજો સામે લડતાં લડતાં દેહ શાંત થાય ત્યારે તેમના અંતિમ ઉચ્ચાર વંદે માતરમ્ હતા તેવાં અનેક ઉદાહરણો મળી આવે છે. જાણે મંત્ર તેમના માટે સંજીવની મંત્ર હતો. અંગ્રેજોની ગોળીથી શહીદ થનાર આઝાદીની દીવાની માતંગિની હજારેના અંતિમ શબ્દો પણ વંદે માતરમ્ હતા.

સાલ ૧૯૦૭માં મેડમ ભીખાજી કામાએ જે રાષ્ટ્રધ્વજ સૂચિત કર્યો અને જર્મનીના સ્ટુટગાર્ટમાં ફરકાવ્યો તેમાં પણ વંદે માતરમ્ પ્રમાણે લખાણ હતું. સાલ ૧૯૨૦ સુધીમાં સુબ્રહ્મણ્યમ ભારતી અને અન્ય વિદ્વાનોએ ભારતની વિભિન્ન ભાષાઓમાં અનુવાદ કરી પ્રચલન કરવાના કારણે તે રાષ્ટ્રગીત તરીકે સ્થાન પામી ચૂક્યું હતું.

પરંતુ મુસ્લિમ સમાજ જે ભારતમાતાને મૂર્તિમંત સ્વ‚પે સ્વીકારવાના કારણે ગીતના કેટલાક અંશો રાખીને ગીત ગવાવા લાગ્યું. સાલ ૧૯૪૭ની ૧૪ ઑગસ્ટની રાત્રે પહેલી સંવિધાન સભાની શરુઆત વંદે માતરમ્ ગાનથી થઈ અને સમાપનજન ગણ મનગીતના ગાન સાથે થયું. ૧૫મી ઑગસ્ટની સવારે .૩૦ કલાકે આકાશવાણી પર પં. ઓમકારનાથે દેશ રાગમાં ગીતનું ગાન કર્યું. તેનું રેકોર્ડીંગThe gramophone company of India દ્વારા કરવામાં આવ્યું જેનો રેકોર્ડીંગ ક્રમાંક STC ૦૪૮૭૧૦૨ છે.

૨૪ જાન્યુઆરી, ૧૯૫૦ના દિવસે સંવિધાન સભામાં નિર્ણય લેવાયો કે ગીતનો સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઉલ્લેખનીય ફાળો હોવાના કારણે તેના પ્રથમ બે અંતરાનેજન ગણ મનગીતની સમકક્ષ માન્યતા આપવામાં આવે. ઘોષણાના કારણે આજ પણ અનેક મહત્ત્વના પ્રસંગોએવંદે માતરમ્ગીતને સ્થાન મળ્યું. આકાશવાણી અને દૂરદર્શનનાં બધાં કેન્દ્રોમાં ગીતથી પ્રસારણ થાય છે. કેટલીક સાંસ્કૃતિક અને સામાજિક સંસ્થાઓ પોતાના કાર્યક્રમમાંવંદે માતરમ્નું સંપૂર્ણ ગાન કરે છે.

સાલ ૨૦૦૩માં બી.બી.સી. વર્લ્ડ દ્વારા થયેલ એક સર્વેમાં સૌથી લોકપ્રિય અને પ્રસિદ્ધ ગીત તરીકેવંદે માતરમ્ગીતે બીજું સ્થાન પ્રાપ્ત કર્યું જે સૌ ભારતમાતાના સંતાનો માટે ગૌરવની બાબત છે. સાલ ૨૦૦૫માં ઓજસ્વી ગીતનાં સો વર્ષ પૂરાં થયાં તેના ઉપલક્ષ્યમાં વર્ષે અનેક સમારોહ થયા હતા. આજે પણ ગીત આપણા માટે એટલું જીવંત ગીત છે જે સ્વાતંત્ર્ય સંગ્રામમાં ક્રાંતિવીરો માટે હતું. આજે પણ આપણાં નેત્રોમાં ભારતમાતાને સર્વોચ્ચ સ્થાને સ્થાપિત કરવાનું સ્વપ્ન છે. તેના માટે સ્પન્દનો જગાવતું ગીત છે.