મોનસૂન શૂટઆઉટઃ એક એવું ટ્રેલર જે તમારી ઈચ્છા પ્રમાણે આગળ વધશે…

    ૦૪-ડિસેમ્બર-૨૦૧૭


 
 
૧૫ ડિસેમ્બરે એક ફિલ્મ આવવાની છે. નામ છે મોનસૂન શૂટઆઉટ. ફિલ્મ એક પોલિસ ઓફિસર વિષે છે. જે એક ખૂનીની શોધમા છે જે કુહાડી વડે લોકોને મારી નખતો હોય છે. ફિલ્મમા પોલિસવાળાનો રોલ કર્યો છે વિજય વર્માએ. જે વધારે પ્રખ્યાત તો નથી પણ જો તમે પિંક ફિલ્મ જોઇ હોય તો તેમા તે છે. ફિલ્મ અપરાધી છે શિવા જેને નવાજુદ્દિન સિદ્દીકીએ કર્યો છે.
 
આ ફિલ્મનું ટ્રેલર આવ્યું છે. મજાની વાત એ છે કે આ ટ્રેલર કંઈક નવું લઈને આવ્યું છે. આ ઈન્ટર એક્ટિવ ટ્રેઈલર છે. ટ્રેઈલરમાં એક સમય એવો આવે છે કે પોલિસવાળાના હાથમાં બધૂક છે અને સામે અપરાધી ઉભો છે. પછી તરત તમારી સામે બે ઓપ્શન આવે છે અને તમને પૂછવામાં આવે છે ગોળી મારે કે ન મારે. તમે જે ઓપ્શન પર ક્લિક કરશો ઍટલે કે તમે એમ કહો કે ગોળી ન મારો તો પોલિસવાળો ગોળી નહિ મારે અને સ્ટોરી એ રીતે આગળ વધશે. અને તમે કહો કે ગોળી મારી દો તો પોલિસવાળો ગોળી મરશે અને પછી સ્ટોરી એ રીતે આગળ વધશે…આ જ તો કમાલ છે આ ટ્રેઇલરનો….કંઈ પણ કહો. નવું તો છે…
 
તમે જ જોઈ લો….